પાટણ માં ચોમાસુ પાક નિષ્ફળ જતાં ભાજપ ના આગેવાનો એ આપ્યું આવેદનપત્ર

પાટણ, ચોમાસુ પાક નિષ્ફળ જતાં ભાજપ ખેડૂત અગ્રણીઓ આવ્યા ખેડૂતો ના વ્હારે ખરીફ પાક નિષ્ફળ જતાં આપ્યું ખેતીવાડીવિભાગ માં આવેદનપત્ર આપી વળતર ચૂકવવા માંગ પાક નિષ્ફળ માં અનેક ગામો નો સમાવેશ ના કરતાં લેખિત માં રજુઆત સમી તાલુકા ભાજપના ખેડૂત અગ્રણી ના આગેવાનો પહોંચ્યા ખેટીવાડી કચેરી માં બાકી રહી ગયેલા ગામો નો સમાવેશ કરી સત્વરે સર્વે કરી વળતર ચૂકવવા રજુઆત અતિભારે વરસાદ થી કગરીફ પાકો બરબાદ થતાં વળતર ચૂકવવા કરી માંગ રિપોર્ટર : બાબુભાઇ પરમાર, રાધનપુર

Read More

ડભોઈ જિલ્લાના ડભોઇ શહેર માં રોડ ઉપર ખાડા પડતા કોંગ્રેસ કાર્યકરો એ કર્યું અનોખુ પ્રદર્શન

ડભોઈ, બરોડા જિલ્લાના ડભોઇ શહેરમાં બનેલા રોડ રસ્તા ઓ વરસાદ નાં કારણે ધોવાઈ ગયા હતા. જેને કારણે ખાડાઓ પડી ગયા સાથે વરસાદી પાણી પણ ભરાતા હતા. આ પરિસ્થિતિ ને લઈ બરોડા ની જનતા હેરાન પરેશાન થઈ ગઈ હતી. તેમજ આ ગ્રામજનો નાં મુદ્દાઓનો પ્રશ્ન અવાજ બની કોંગ્રેસના કાર્યકરો રસ્તા ઉપર ઉતર્યા. ડભોઇ શહેર ખાડાઓનું નગર ન બને એ હેતુ થી કોંગ્રેસ સમિતિ દ્વારા ખાડા સપ્તાહની ઉજવણીના ભાગરૂપે શહેરનાં કોંગ્રેસ પ્રમુખ ભુપેન્દ્ર પટેલ, પ્રહલાદભાઈ પટેલ, તાલુકા પંચાયત હેમંતભાઈ બારોટ, કાંતિભાઈ મહેતા, સુધીરભાઈ બારોટ, ચિરાગભાઈ પટેલ તેમજ કાર્યકરો ના હાથે પૂજા કરી…

Read More

કામરેજના ધોરણ પારડી પાસે નેશનલ હાઇવે પર અકસ્માત – એકનું મોત

સુરત, સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ધોરણ પારડી ગામના પાટીયા પાસે રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૪૮ પર, તોતિંગ ટ્રેલર અને સિમેન્ટ હોટ મીક્ષ મશીન વચ્ચે અકસ્માત સર્જાયો છે. ટ્રેલરના ટાયરમાં પંક્ચર પડતાં, ચાલક ટાયર બદલી રહ્યો હતો. તે દરમિયાન સિમેન્ટ મીક્ષર મશીનના ચાલકે પાછળનાં ભાગે ધડાકાભેર અથડાવી દેતા અકસ્માત સર્જાયો હતો. જેને પગલે પંચર પડેલા ટાયરને બદલી રહેલા ચાલકનું ઘટના સ્થળે મોત થયું છે. જયારે અન્ય એકને ગંભીર ઇજાઓ થતાં IRB ની એમ્બ્યુલન્સમાં સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. આ બનાવની જાણ પોલીસને કરવામાં આવતા, પોલીસ ઘટના સ્થળે આવી પોહચી હતી અને…

Read More

અંબાજી ST ડેપો દ્વારા ૧૩ જેટલી ગ્રામ્ય વિસ્તારમાં જતી બસની વ્યવથા શરૂ કરાઈ

અંબાજી, જ્યારે સમગ્ર વિશ્વમાં કોરોના કાળે હાહાકાર મચાવ્યો હતો ત્યારે સરકાર દ્વારા લોકડાઉન કરાયું હતું અને આખું ભારત જાણે થંભી ગયું હોય તેવું લાગી રહ્યું હતું, ત્યારે એસ.ટી ડેપોને પણ બંધ કરાતા એસ.ટી ની બસો નાં પૈયાં થંભી જવા પામ્યા હતા. ત્યારે અનલૉક-૧ ની ગાઈડ લાઈન પ્રમાણે બસનો સંચાલન શરૂ કરાયું હતું, ત્યારે અનલોક-૪ ની ગાઈડલાઈન મુજબ હવે ગ્રામ્ય વિસ્તારમાં પણ બસોનું સંચાલન કરવાનું શરૂ કરાયું છે, ત્યારે અંબાજી એસ.ટી. ડેપો દ્વારા અંબાજી ખેરમાળ, અંબાજી સેભર, અંબાજી અમીરગઢ , અંબાજી બાયડ, અંબાજી ઈડર , વાયા જેતપુર, અંબાજી હડાદ , અંબાજી…

Read More

થરાદ એસ.ટી. ડેપોની ૬૬ શિડયુલ ધમધમતી થશે……

થરાદ, કોરોનાની મહામારીને કારણે લોકડાઉન થતા એસ.ટી. બસોના પૈડાઓ થંભી ગયા. જોકે સરકાર દ્વારા થોડી ઘણી બસોનું સંચાલન ફરી શરૂ કરવા પરિપત્ર જાહેર કરાતા એસ.ટી. બસોમાં મુસાફરોને સોશિયલ ડિસ્ટન્સ અને ફરજીયાત માસ્ક પહેરી મુસાફરી કરવાની છૂટછાટ અપાઈ હતી. ત્યારે તા. ૦૩/૦૯/૨૦૨૦ ના રોજ એસ.ટી.વિભાગીય કચેરી પાલનપુર દ્વારા થરાદ ડેપોને પરિપત્ર પાઠવી એકસપ્રેસ બસોનું કુલ શિડયુલ સંચાલન ૩૨, જયારે લોકલ બસોનું કુલ શિડયુલ સંચાલન ૩૪ એમ કુલ મળીને ૬૬ શિડયુલ સંચાલન ધમધમતુ કરવાનો પરિપત્ર પાઠવ્યો હતો. પરિપત્ર સંદર્ભે મીડિયા દ્વારા થરાદ ડેપોના એટીઆઈ ને પુછપરછ કરતા તેઓેએ જણાવ્યું હતું કે થરાદ…

Read More

રાજકોટ શહેર ખાતે સિવિલમાં કોવિડ હોસ્પિટલને રેડઝોન જાહેર કરી કોઈ પણ વ્યકિતને પ્રવેશબંધી ફરમાવી દેવામાં આવી છે

રાજકોટ, તા.૮/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર સિવિલ હોસ્પિટલ છેલ્લા ઘણા દિવસોથી વિવાદથી ઘેરાયેલી છે. કોરોનાના મૃતકોની લાશના થપ્પા પડ્યા રહેતા હોય અને મોતનો મલાજો પણ જળવાતો ન હોવાના મીડીયામાં રીપોર્ટ આવતા સિવિલના કોવિડ હોસ્પિટલની પોલ ખૂલી જતા તંત્ર સફાળુ જાગી ઉઠ્યું હતું. કોવિડ હોસ્પિટલમાં અનેક ફેરફારો કરી રીતસરની પ્રવેશબંધી ફરમાવી દેવામાં આવી છે. કોવિડ હોસ્પિટલમાં પાસ સિસ્ટમ મૂકવામાં આવ્યા બાદ સગા સંબંધિઓ માટે નિયંત્રણ મૂકવામાં આવ્યું છે. અત્યાર સુધી દર્દીના પરિવારજનો કોવિડ કેમ્પસમાં રહેતા હતા. પરંતુ, હવે કોવિડ બિલ્ડીંગ અને કેમ્પસ સહિતના આસપાસના વિસ્તારને રેડઝોન જાહેર કરવામાં આવ્યો છે. સિવિલમાં ખાસ…

Read More

રાજકોટ શહેર માં S.T તંત્રના ૧૫ કર્મચારીઓના કોરોના ટેસ્ટ પોઝીટીવ આવતા S.T વર્કશોપ બંધ કરવો પડે તેવી સ્થિતિ સર્જાયેલ છે

રાજકોટ, શહેર તા.૮/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં ગોંડલ રોડ ઉપર આવેલ S.T વર્કશોપમાં કામ કરતા કર્મચારીઓનાં કોરોના ટેસ્ટ કરવામાં આવતા કુલ.૧૫ જેટલા કર્મચારીઓના રિપોર્ટ પોઝીટીવ આવતા કર્મચારીઓમાં ફફડાટ ફેલાઇ જવા પામેલ છે. પોઝીટીવ આવેલ તમામ ૧૫ કર્મચારીઓને હોમ આઇસોલેશન કરવામાં આવ્યા છે. જયારે તેના સંપર્કમાં આવેલા અન્ય કર્મચારીઓને કવોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. એક સાથે ૧૫ કર્મચારી પોઝીટવ આવતા S.T વર્કશોપ બંધ કરવો પડે તેવી સ્થિતિ સર્જાયેલ છે. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Read More

દિયોદર તાલુકા પંચાયત ની ચૂંટણી માટે બંને પક્ષ દ્વારા ફોર્મ ભરાયા આજે ફેસલો

દિયોદર, દિયોદર તાલુકા પંચાયત કચેરી માં પ્રમુખ અને ઉપ પ્રમુખ ની અઢી વર્ષ ની મુદત પૂર્ણ થતા આજે ૯ સપ્ટેમ્બર ના રોજ સાધારણ સભા માં ચૂંટણી યોજાશે. જેમાં આજે મંગળવાર ના રોજ ભાજપ પક્ષ માંથી પૂર્વ પ્રમુખ ઉતમસિંહ વાઘેલા પ્રમુખ પદ માટે તેમજ ઉપ પ્રમુખ પદ માટે અમરબેન હરસંગજી ચૌહાણે ફોર્મ રજૂ કર્યું હતું. ત્યારે બીજી તરફ કોંગ્રેસ પક્ષ માંથી ભાવનાબેન સેવતીલાલ ઠક્કર પ્રમુખ પદ માટે અને ઉપ પ્રમુખ માટે રાણીબેન કરશનજી પઢીયાર એ કાર્યકર્તા સાથે આવી ફોર્મ રજૂ કર્યું હતું. જેમાં હાલ વર્તમાન સમય ભાજપ પાસે 11 અને કોંગ્રેસ…

Read More

 રાજકોટ શહેરમાં સ્ટોનકિલરનું મોત, કારખાનાની અગાશી ઉપર અજાણ્યા શખ્સોએ પથ્થરના ઘા ઝીંકી માથુ છૂંદી નાંખ્યુ હતું

રાજકોટ, તા.૮/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરના મવડી પ્લોટના નવરંગપરા શેરીનં.૯ માં દુર્ગંધ આવતા આજુબાજુના કારખાનેદારો એકઠા થયા હતા. અંજલિ બોક્સ વર્કસ અને ચામુંડા વુડન બોક્સ નામના અવાવરું જેવા કારખાનામાં અગાસી ઉપર જોતા એક શખ્સની લાશ પડી હોય તે અંગે કંટ્રોલમાં સુલ્તાનભાઈ ઇસ્માઇલભાઈ ધાડાએ જાણ કરતા માલવીયાનગર પોલીસ સ્ટેશનના P.I ભૂંકણ, ક્રાઇમબ્રાન્ચ P.I વી.કે.ગઢવી, S.O.G સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. અગાસી ઉપર જોતા એક યુવકની ફુલાઈ ગયેલી લાશ મળી આવી હતી. પ્રાથમિક તપાસ કરતા મૃતક કોઠારીયા મેઈન રોડ ઉપર મણીનગરમાં રહેતો મહેશ ઉર્ફે હરેશ મગનભાઈ સુન્દ્રા જાતે પ્રજાપતિ ઉ.૪૯ વર્ષ હોવાનું…

Read More

રાજકોટ શહેરમાં પ્રેમલગ્ન બાદ પરિવારને આ સંબંધ યોગ્ય ન લાગતા, પરાણે છુટાછેડા કરાવતા યુગલનો સજોડે આપઘાત

રાજકોટ, તા.૮/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર કોઠારીયા સોલવન્ટ નજીક આવેલા અંજલી ટાઈલ્સ નામના કારખાનાની ઓરડીમાં રવી હકુ મકવાણા ઉ.૨૬ અને પત્ની પૂનમ રવી મકવાણાએ સજોડે એંગલમાં ચુંદડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બન્નેના આપઘાતથી અરેરાટી સાથે ચકચાર મચી જવા પામી છે. આ બનાવ અંગે પોલીસને જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. લટકતા બન્ને મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક પૂછતાછમાં મૃતક પૂનમ સંતકબીર રોડ ઉપર આવેલી આંબાવાડી વિસ્તારમાં માવતર ધરાવે છે. અને રવી કોઠારીયા સોલવન્ટમાં રહે…

Read More