દિયોદર તાલુકા પંચાયત ની ચૂંટણી માટે બંને પક્ષ દ્વારા ફોર્મ ભરાયા આજે ફેસલો

દિયોદર,

દિયોદર તાલુકા પંચાયત કચેરી માં પ્રમુખ અને ઉપ પ્રમુખ ની અઢી વર્ષ ની મુદત પૂર્ણ થતા આજે ૯ સપ્ટેમ્બર ના રોજ સાધારણ સભા માં ચૂંટણી યોજાશે. જેમાં આજે મંગળવાર ના રોજ ભાજપ પક્ષ માંથી પૂર્વ પ્રમુખ ઉતમસિંહ વાઘેલા પ્રમુખ પદ માટે તેમજ ઉપ પ્રમુખ પદ માટે અમરબેન હરસંગજી ચૌહાણે ફોર્મ રજૂ કર્યું હતું. ત્યારે બીજી તરફ કોંગ્રેસ પક્ષ માંથી ભાવનાબેન સેવતીલાલ ઠક્કર પ્રમુખ પદ માટે અને ઉપ પ્રમુખ માટે રાણીબેન કરશનજી પઢીયાર એ કાર્યકર્તા સાથે આવી ફોર્મ રજૂ કર્યું હતું. જેમાં હાલ વર્તમાન સમય ભાજપ પાસે 11 અને કોંગ્રેસ પાસે 11 એટલે બંને પક્ષ પાસે એક સરખા સભ્યો છે. જેમાં ચૂંટણી ને લઈ રાજકારણ ગરમાયુ છે. જો કે આજે બુધવાર ના દિવસે તાલુકા પંચાયત કચેરી ખાતે સાધારણ સભા મળશે. જેમાં તાલુકા પંચાયત ની સીટ કોને પ્રાપ્ત થાય છે તેના પર સહુ કોઈ ની નજર મંડાઈ છે.

રિપોર્ટર : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment