સુરત ખાતે નિરાધાર વૃદ્ધ માતા ની સંભાળ ની જવાબદારી લેતા મધુબેન ખેની

સુરત, હિન્દ ન્યુઝ           સુરત ખાતે આવેલ એ.કે. રોડ પટેલ નગર પાસે કોરોનાની મહામારી સ્થિતિમાં છેલ્લા સાત મહિનાથી ફુટપાથ ઉપર નિરાધાર વૃદ્ધ માતા કે જેના વાલી વારસમાં કોઈ સંપર્કમાં નથી. તેઓની સાર સંભાળ લે તેવું કોઈ પણ નથી. પટેલ નગરના આગેવાનો એ ‘શાંતિદૂત મહિલા મંડળ’ સંસ્થાનો સંપર્ક કર્યો હતો અને શાંતિ દૂધ મહિલા મંડળના પ્રમુખ મધુબેન ખેની એ કોઈ પણ પ્રકારની ફી લીધા વગર આ વૃદ્ધમાતાની સેવા કરવાની જવાબદારી લીધી હતી અને તેમની સંસ્થામાં પણ કોઈ પણ પ્રકારનો કરેલ સેવાનો ખર્ચ લેવામાં આવતો નથી. વધુમાં આ…

Read More

બનાસકાંઠા જીલ્લામાં લાખણી તાલુકાનાં વાસણા જવાના રસ્તાઓ બિસ્માર હાલતમાં …..

દિયોદર, બનાસકાંઠાના જીલ્લામાં ભારે વરસાદથી ખાડા ખાબચા જોવા મળી રહ્યા છે. ગ્રામ વિસ્તારના તેમજ ગ્રામ્ય પંથકમાં રોડ રસ્તાઓ ભારે નુકશાન થવાં પામ્યું છે. જેમાં દિયોદર તાલુકાના સોની નવાપુરા જાલોઢા થી લાખણી તાલુકાનાં વાસણા જવાનો રસ્તો ની અતિશય ભારી ગંભીર હાલત જોવા મળે છે. જેની રીપેરીંગ કરવાની માંગ બનાસકાંઠામાં વરસાદના કારણે અનેક રોડ રસ્તાઓ તૂટી ગયા છે. ગ્રામ પંથકના જોડતા રસ્તાઓ અતિશય તુટી જવા પામ્યા છે. દિયોદર તાલુકાના સોની નવાપુરા જાલોઢા થી લાખણી તાલુકાનાં વાસણા જવાનો રસ્તો પણ ગંભીર સ્થિતિમાં જોવા મળે છે. જે રોડ ખાડા ખાબચા બની ગયા છે. જેથી…

Read More

 કિશાન એકતા સમિતિ મહુવાના વિઠ્ઠલભાઇ સોલંકીએ લેખિતમાં અરજી આપી

મહુવા, કિશાન એકતા સમિતિ મહુવા દ્વારા ભાવનગર જિલ્લાના મહુવાના કાર્યપાલક એજીનીયર, માર્ગ, મકાન પેટા વિભાગમાં મહુવા તાલુકાના ગામોનાં ડામર રોડના કામો મંજૂર થયા હોવા છતાં હજુપણ કોઈ કામગીરી શરૂ થયેલ નથી તે બાબતે એક લેખિતમાં અરજી કરવામાં આવેલ છે. જેની વિગત કિશાન એકતા સમિતિના મહુવા પ્રમુખ વિઠ્ઠલભાઇ સોલંકી દ્વારા અખબારી યાદીમાં જાણકારી આપવામાં આવી હતી. રિપોર્ટર : વિઠ્ઠલભાઇ સોલંકી, મહુવા

Read More

થરાદ સામાન્ય પુરુષ બેઠકની બીજા ટર્મની ચૂંટણી યોજાઈ…

થરાદ, તાલુકા પંચાયત મિટિંગ હોલમાં ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ… પ્રમુખ ઉપપ્રમુખ ની યોજાઈ ચૂંટણી…. પ્રાંત અધિકારી તેમજ તાલુકા વિકાસ અધિકારી ની ઉપસ્થિત માં યોજાઈ ચૂંટણી…. ભાજપ પક્ષને 21 મતો મળ્યા ત્યારે સામે કોંગ્રેસ પાર્ટીને 9 મતો મળ્યા… તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખ ની સતા ભાજપે હાંસલ કરી….. દાનાજી ધનાજી માળી- ભાજપ તા.પં. પ્રમુખ… ધીરજભાઈ હેમરાજભાઈ પટેલ-ભાજપ તા.પં. ઉપપ્રમુખ રિપોર્ટર : રજની કાન્ત જોષી, થરાદ

Read More

નર્મદા નિગમ અને SVPRETનાં સંયુકત ઉપક્રમે કેવડીયા ખાતે ફરજ બજાવતા ૨૬૦૨ કર્મચારીઓનો COVID19(RTPCR) ટેસ્ટ કરાયો

નર્મદા, હાલ સમગ્ર વિશ્વ covid19 મહામારીનો સામનો કરી રહ્યું છે.ત્યારે અસરકારક ટેસ્ટિંગ થકી કોરોનાને જરૂર નાથી શકાય છે, જેથી કેવડિયા ખાતે ફરજ બજાવતા કર્મચારીઓનાં સ્વાસ્થ્યની ચિંતા કરીને પ્રત્યેક કર્મચારીનાં covid19(RTPCR) ટેસ્ટ કરવાનો નિર્ણય નર્મદા નિગમના વહીવટી સંચાલક અને ગુજરાતના વન વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તાનાં અમૂલ્ય માર્ગદર્શન હેઠળ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં મુખ્ય વહિવટદાર મનોજ આર.કોઠારીની આગેવાનીમાં લેવાયો હતો, તે મુજબ આજે કેવડીયાનાં ૧૦ અલગ-અલગ કેન્દ્ર પરથી ખાસ મેડીકલ ટીમ મારફતે આ કામગીરી સંપન્ન કરાઇ હતી. આજે સવારના ૮:૦૦ કલાકથી કેવડિયા કોલોનીમાં ૧૦ અલગ અલગ કેન્દ્રો પર ૨૬૦૨…

Read More

રાજકોટ શહેર S.O.G ટીમે બાતમી આધારે સોખડા પંથકમાં બે સ્થળોએ દરોડા પાડી ગેરકાયદેસર બાયોડીઝલનું વેચાણ કરતા ૪ શખ્સોને દબોચી લીધા

રાજકોટ,   તા.૯/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, J.C.P અહેમદ, D.C.P જાડેજા, D.C.P મીણાની સૂચનાથી S.O.G, P.I આર.વાય.રાવલના માર્ગદર્શન હેઠળ હેડ.કોન્સ્ટેબલ ભાનુભાઇ મિયાત્રા, કિશનભાઇ આહીર, ધર્મેન્દ્રસિંહ ઝાલા, અજયકુમાર શુક્લા, કૃષ્ણદેવસિંહ જાડેજા અને કૃષ્ણસિંહ જાડેજા સહિતના સ્ટાફે મોડી રાત્રે સોખડા તરફ જતા સ્વસ્તિક હોસ્પિટલની બાજુમાં આવેલ સોમનાથ બોરવેલ નામના સ્થળે દરોડો પાડ્યો હતો ત્યાંથી ભાવેશ બાલધા અને દીક્ષિત વઘાસીયા હાજર મળી આવતા બંનેની અટકાયત કરી હતી. ત્યાંથી પોલીસે ૫,૩૩,૬૦૦ રૂપિયાનું ૯૨૦૦ લીટર જ્વલનશીલ પ્રવાહી, ખાલી કેરબા અને ૨ ફ્યુલ પંપ સહીત ૬,૩૪,૬૦૦ રૂપિયાનો મુદામાલ કબ્જે કર્યો હતો. અને…

Read More

કાલાવડ ખાતે દરજી સમાજ નું ગૌરવ બન્યા સુશ્રી આરતીબેન ગોહિલ

કાલાવડ,           કાલાવડ ના રહેવાસી તેમજ એક સામાન્ય પરિવારના દિનેશભાઈ ગોહિલ (દરજી) ના સુપુત્રી સુશ્રી આરતીબેન ગોહિલ એ જર્નાલિસ્ટ (પત્રકાર) બની સમાજ સેવા કરવા માટે પોતાના સ્વપ્નને સાકાર કરવા તેઓએ ગત તા. 08-09-2020 ના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં (વર્ષ-2020) ‘માસ્ટર ઓફ જર્નાલિઝમ’ (M.J.M.C.) નો અભ્યાસ પૂર્ણ કરી ઉત્તર્ણીય થયેલ છે. આ દરજી સમાજનું ગૌરવ એવા સુશ્રી આરતીબેન ગોહિલ ને સમગ્ર દરજી સમાજ દ્વારા તેમજ કાલાવડ તાલુકાના ગ્રામજનોએ સુશ્રી આરતીબેન ગોહિલને ‘સૌરાષ્ટ્ર યુનિવર્સિટી’ માં જર્નાલિઝમ અભ્યાસમાં ઉત્તર્ણીય થવા બદલ આશીર્વાદ સહ અભિનંદન પાઠવે છે.

Read More

રાધનપુર ના સાતલપુર તાલુકા માં ભારે વરસાદના કારણે પાક નિષ્ફળ ગયેલ હોવાથી પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપવામાં આવ્યું

રાધનપુર, રાધનપુર સાંતલપુર તાલુકામાં ભારે વરસાદના કારણે બંને તાલુકાના તમામ ગામો મા ભારે વરસાદના કારણે ખેડૂતોના પાક નિષ્ફળ ગયેલ છે. જમીન ધોવાઈ ગયેલ છે, ત્યારે સરકાર એ સમગ્ર તાલુકાને અસરગ્રસ્ત જાહેર કરવાના બદલે રાધનપુર તાલુકાના 56 ગામોમાંથી માત્ર 25 ગામ ને અને સાતલપુર તાલુકા માંથી 76 ગામમાંથી માત્ર 23 ગામને સરકારે અસરગ્રસ્ત વિસ્તાર તરીકે જાહેર કરેલ. જો રાધનપુર સાંતલપુર તાલુકાના બાકી રહેલ ગામોને અસરગ્રસ્ત જાહેર કરવામાં નહીં આવે તો ખેડૂતોને પરિસ્થિતિ કપરી બનેલ છે અને ખેડૂતો દેવાદાર બની જશે.  જેથી રાધનપુર સાંતલપુર તાલુકાના કોંગ્રેસના આગેવાનો રાધનપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ નવીનભાઈ…

Read More

દિયોદર તાલુકા પંચાયત માં પ્રમુખ અને ઉપ પ્રમુખ ની વરણી થતાં ભાજપ ના કાર્યકરો માં ઉત્સાહ

દિયોદર, દિયોદર તાલુકા પંચાયત કચેરી ખાતે બુધવાર ના રોજ ચૂંટણી અધિકારી ની હાજરી માં પ્રમુખ અને ઉપ પ્રમુખ ની વરણી માટે આજે પોલીસ ના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સાધારણ સભા મળી હતી. જેમાં ભાજપ પ્રમુખ ના  ઉમેદવાર ઉતમસિંહ વાઘેલા અને ઉપપ્રમુખ ના ઉમેદવાર અમરબેન ચૌહાણ પોતાના સમર્થન ના સભ્યો ને લઈ તાલુકા પંચાયત કચેરી પોહચ્યા હતા. ત્યારે બીજી તરફ કોંગ્રેસ પક્ષ ના ઉમેદવાર ભાવનાબેન સેવતીલાલ ઠક્કર અને ઉપ પ્રમુખ ના ઉમેદવાર રાણીબેન કરશનભાઈ પઢીયાર પોતાના સમર્થન આપનાર સભ્યો ને લઈ કચેરી ખાતે પોહચ્યા હતા. જેમાં ભાજપ પક્ષ પાસે 11 સભ્યો અને…

Read More

રાજકોટ શહેર ખાતે પોલીસ દ્વારા આજથી ૨૦ સપ્ટેમ્બર સુધી હેલ્મેટની મેગા ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. ત્યારે હવે ફરી ઉહાપોહ મચે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે

રાજકોટ,        તા.૯/૯/૨૦૨૦ ના રોજ રાજ્ય સરકારે ૯ સપ્ટેમ્બરથી ૨૦ સપ્ટેમ્બર સુધી સ્પેશિયલ ડ્રાઈવના આદેશ આપવામાં આવ્યા છે. આજથી કોરોનાકાળમાં મોઢા પર માસ્ક અને માથા પર હેલ્મેટ ફરજિયાત પહેરવાનું રહેશે. જો આજથી હેલ્મેટ પહેર્યા વગર બહાર નિકળ્યા તો તમારું ખિસ્સું હળવું થઈ શકે છે. ગુજરાત પોલીસ આજથી મેગા ડ્રાઈવ કરવા જઈ રહી છે. જેના કારણે સ્ટેટ ટ્રાફિક બ્રિગેડમાંથી પોલીસ અધિકારીઓને પત્ર મોકલવામાં આવ્યા છે. તમામ પોલીસ કમિશનર, જીલ્લા પોલીસ અધિક્ષકને પત્ર લખીને વિશેષ ડ્રાઈવ કરવા આદેશ અપાયા છે. રોજની કામગીરીનો અહેવાલ મેઈલથી મોકલવા આદેશ પણ જાહેર કરવામાં આવ્યા…

Read More