રાધનપુર ના સાતલપુર તાલુકા માં ભારે વરસાદના કારણે પાક નિષ્ફળ ગયેલ હોવાથી પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપવામાં આવ્યું

રાધનપુર,

રાધનપુર સાંતલપુર તાલુકામાં ભારે વરસાદના કારણે બંને તાલુકાના તમામ ગામો મા ભારે વરસાદના કારણે ખેડૂતોના પાક નિષ્ફળ ગયેલ છે. જમીન ધોવાઈ ગયેલ છે, ત્યારે સરકાર એ સમગ્ર તાલુકાને અસરગ્રસ્ત જાહેર કરવાના બદલે રાધનપુર તાલુકાના 56 ગામોમાંથી માત્ર 25 ગામ ને અને સાતલપુર તાલુકા માંથી 76 ગામમાંથી માત્ર 23 ગામને સરકારે અસરગ્રસ્ત વિસ્તાર તરીકે જાહેર કરેલ. જો રાધનપુર સાંતલપુર તાલુકાના બાકી રહેલ ગામોને અસરગ્રસ્ત જાહેર કરવામાં નહીં આવે તો ખેડૂતોને પરિસ્થિતિ કપરી બનેલ છે અને ખેડૂતો દેવાદાર બની જશે. 

જેથી રાધનપુર સાંતલપુર તાલુકાના કોંગ્રેસના આગેવાનો રાધનપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ નવીનભાઈ પટેલ, રાધનપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ મહેબૂબ ખાન, રાધનપુર તાલુકા પંચાયતના પ્રમુખ લવજીભાઈ ઠાકોર, રાધનપુર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ હકાભાઇ ભરવાડ, જિલ્લા પંચાયત સદસ્ય જગદીશ મફાજી ઠાકોર, કરશનભાઈ ચૌધરી, પ્રદેશ ડેલીગેટ હમીરજી ઠાકોર, દેવશીભાઈ પટેલ, ભીખાભાઈ ભરવાડ, ચેતનભાઇ ઠાકોર નાઓએ આવેદરાન પત્ર પ્રાંત અધિકારી રાધનપુર ને આપી બંને તાલુકાને અસરગ્રસ્ત જાહેર કરવા રજૂઆત કરેલ.

રિપોર્ટર : બાબુભાઇ પરમાર, રાધનપુર

Related posts

Leave a Comment