દિયોદર તાલુકા પંચાયત માં પ્રમુખ અને ઉપ પ્રમુખ ની વરણી થતાં ભાજપ ના કાર્યકરો માં ઉત્સાહ

દિયોદર,

દિયોદર તાલુકા પંચાયત કચેરી ખાતે બુધવાર ના રોજ ચૂંટણી અધિકારી ની હાજરી માં પ્રમુખ અને ઉપ પ્રમુખ ની વરણી માટે આજે પોલીસ ના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સાધારણ સભા મળી હતી. જેમાં ભાજપ પ્રમુખ ના  ઉમેદવાર ઉતમસિંહ વાઘેલા અને ઉપપ્રમુખ ના ઉમેદવાર અમરબેન ચૌહાણ પોતાના સમર્થન ના સભ્યો ને લઈ તાલુકા પંચાયત કચેરી પોહચ્યા હતા. ત્યારે બીજી તરફ કોંગ્રેસ પક્ષ ના ઉમેદવાર ભાવનાબેન સેવતીલાલ ઠક્કર અને ઉપ પ્રમુખ ના ઉમેદવાર રાણીબેન કરશનભાઈ પઢીયાર પોતાના સમર્થન આપનાર સભ્યો ને લઈ કચેરી ખાતે પોહચ્યા હતા. જેમાં ભાજપ પક્ષ પાસે 11 સભ્યો અને કોંગ્રેસ પક્ષ પાસે 11 સભ્યો હોવાથી ફરી એક વખત ટાઈ પડી હતી જો કે બંને પક્ષ ની સંમતિ થી અને ચૂંટણી અધિકારી ની હાજરી માં નાની બાલિકા ને બોલાવી ચિઠ્ઠી ઉછાળવામાં આવી હતી. જેમાં પ્રથમ ચિઠ્ઠી માં ભાજપ ના ઉમેદવાર ઉતમસિંહ વાઘેલા નું નામ આવતા તાલુકા પંચાયત પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી. જેમાં બીજી તરફ ઉપ પ્રમુખ તરીકે પણ ભાજપ ના ઉમેદવાર અમરબેન ચૌહાણ નું નામ જાહેર થતા કોંગ્રેસ પક્ષ ને તાલુકા પંચાયત ગુમાવવાનો વારો આવ્યો હતો. ભાજપ પક્ષે તાલુકા પંચાયત કબ્જે કરતા કાર્યકરો માં ઉત્સાહ જોવા મળી આવ્યો હતો અને ભાજપ પક્ષે ભારત માતાકી જય ના નારા લગાવ્યા હતા. જેમા પ્રમુખ તરીકે વરણી થયેલ ઉતમસિંહ વાઘેલા અને ઉપ પ્રમુખ તરીકે વરણી થયેલ અમરબેન ચૌહાણે દરેક સભ્યો અને કાર્યકરો નો આભાર વ્યક્ત કર્યો હતો અને તાલુકા ને વિકાસ તરફ આગળ ધપાવવા આહવાન કરવામાં આવ્યું હતું.

રિપોર્ટર : પ્રદિપ સિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment