રાજકોટ શહેર ખાતે પોલીસ દ્વારા આજથી ૨૦ સપ્ટેમ્બર સુધી હેલ્મેટની મેગા ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. ત્યારે હવે ફરી ઉહાપોહ મચે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે


રાજકોટ,

       તા.૯/૯/૨૦૨૦ ના રોજ રાજ્ય સરકારે ૯ સપ્ટેમ્બરથી ૨૦ સપ્ટેમ્બર સુધી સ્પેશિયલ ડ્રાઈવના આદેશ આપવામાં આવ્યા છે. આજથી કોરોનાકાળમાં મોઢા પર માસ્ક અને માથા પર હેલ્મેટ ફરજિયાત પહેરવાનું રહેશે. જો આજથી હેલ્મેટ પહેર્યા વગર બહાર નિકળ્યા તો તમારું ખિસ્સું હળવું થઈ શકે છે.

ગુજરાત પોલીસ આજથી મેગા ડ્રાઈવ કરવા જઈ રહી છે. જેના કારણે સ્ટેટ ટ્રાફિક બ્રિગેડમાંથી પોલીસ અધિકારીઓને પત્ર મોકલવામાં આવ્યા છે. તમામ પોલીસ કમિશનર, જીલ્લા પોલીસ અધિક્ષકને પત્ર લખીને વિશેષ ડ્રાઈવ કરવા આદેશ અપાયા છે. રોજની કામગીરીનો અહેવાલ મેઈલથી મોકલવા આદેશ પણ જાહેર કરવામાં આવ્યા છે. તા.૯/૯/૨૦૨૦ થી તા.૨૦/૯/૨૦૨૦ સુધી એક્શનમાં છે. અને હેલ્મેટ ભંગના કેસો અંગેની ડ્રાઈવ કરવામાં આવશે. જેમાં સુપ્રીમ કોર્ટ કમિટી ઓન રોડ સેફટી દ્વારા રોડ સેફ્ટી અંગેની કામગીરીની બેઠક યોજાઈ હતી. રાજ્યમાં રોડ અકસ્માતની ઘટનાઓમાં હેલ્મેટ નહી પહેરવાના કારણે અકસ્માતોમાં મૃત્યુદર તેમજ ગંભીર ઈજાના પ્રમાણમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment