નિકાવા, કાલાવડ તાલુકાના નિકાવા ગામે કોરોનાના રેપીટ ટેસ્ટ થતાં તેમાથી બે કોરોના પોઝીટીવ આવેલ છે. મળતી વિગતો અનુસાર કોરોના પોઝીટીવ રીપોર્ટ આવેલ બે વ્યક્તિઓમાં એક પત્રકાર અને બીજા હાર્ડવેરના દુકાનદાર નો સમાવેશ થાય છે. અહેવાલ : ભોજાભાઈ ટોયટા, નિકાવા
Read MoreDay: September 15, 2020
નર્મદા જિલ્લામાં કોરોના સામે જનજાગૃત્તિ કેળવવા “કોવીડ-૧૯ વિજય રથ” ની ભુમિકા મહત્વની બની રહેશે : ચેરમેન ઘનશ્યામભાઇ પટેલ
હિન્દ ન્યુઝ, રાજપીપલા, નોવેલ કોરોના જનજાગૃત્તિના હેતુથી કોવીડ-૧૯ વિજય રથનું આજે નર્મદા જિલ્લામાં આગમન થતાં નાંદોદ તાલુકાના પ્રતાપનગર ગામેથી ભરૂચ દુધધારા ડેરી અને નર્મદા સુગર ફેક્ટરીના ચેરમેન ઘનશ્યામભાઇ પટેલના હસ્તે આ કોવીડ-૧૯ વિજય રથને નર્મદા જિલ્લાના ગામોમાં પરિભ્રમણ માટે લીલી ઝંડી ફરકાવીને પ્રસ્થાન કરાવાયું હતું. પટેલ સાથે અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. વિપુલ ગામીત પણ આ પ્રસ્થાનમાં જોડાયા હતાં. કોવીડ-૧૯ સામેની લડાઇમાં બે ગજની દુરી માસ્ક છે જરૂરી, કોઇપણ વ્યક્તિ સાથે હાથ મિલાવવો નહી, ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળો, ઓછામાં ઓછા ૨૦ સેકન્ડ સુધી હાથ ધોવા અને સેનીટાઇઝરથી હાથને જતુંરહીત કરોના…
Read Moreરાજકોટ જીલ્લાના કલેક્ટર રેમ્યા મોહન થયા કોરોના સંક્રમિત
હિન્દ ન્યૂઝ, રાજકોટ, તા.૧૫/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર કલેક્ટર રેમ્યા મોહન આજે કોરોનાને લગતી મીટીંગમાં જોડાયા હતા. મીટીંગ બાદ તેઓની તબિયત બગડતાં તેમણે શંકાને આધારે કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો. જેનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર વાહકોમાં દોડધામ મચી ગઈ છે. રાજકોટ જીલ્લા કલેકટર રેમ્યા મોહનને સામાન્ય લક્ષણો જણાતા તેમને હોમ આઇસોલેશન કરવામાં આવ્યા છે. જોકે સૂત્રોના જણાવ્યા અનુસાર કલેક્ટર કોરોના પોઝિટિવ આવ્યા હોવાનું સત્તાવાર જાહેર કરવામાં આવ્યું નથી. પરંતુ તેઓને કોરોનાના સામાન્ય લક્ષણો જણાતા તેઓ પોતાના નિવાસ સ્થાને હોમ આઇસોલેટ થયા છે. જ્યાંથી તેઓ રૂટિન કામગીરી કરશે. રિપોર્ટર : દિલીપ પરમાર,…
Read Moreરાજકોટ શહેરમાં બપોર સુધીમાં ૪૭ કેસ નોંધાયા છે. અને ૨૪ કલાકમાં રેકોડબ્રેક ૩૯ લોકોના કોરોનાથી મોત થયા છે
હિન્દ ન્યૂઝ, રાજકોટ તા.૧૫/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરના ૩૧, ગ્રામ્યના ૩ અને અન્ય જીલ્લાના ૫ દર્દીના મોત થયા છે. કોરોના મૃત્યુ અંગેનો નિર્ણય ડેથ ઓડિટ કમિટી લેશે. જ્યારે શહેરમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ૪૫૦૦ ને પાર પહોંચી ગઈ છે. શહેરમાં અત્યાર સુધીમાં ૪૫૮૫ કેસ પોઝિટિવ નોંધાયા છે. અત્યાર સુધીમાં શહેરમાંથી ૨૯૦૧ દર્દીઓ સારવાર દરમિયાન સાજા થતા ઘરે પરત ફર્યા છે. આ સાથે રીકવરી રેટ વધીને ૬૩.૯૨% થયો છે. જયારે પોઝિટિવિટી રેટ ૩.૩૩% થયો છે. રાજકોટ મ્યુનીસીપલ વિભાગના જણાવ્યા અનુસાર ૧૩,૬૦૧૮ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જયારે ગઈ કાલે એટલે ૧૪…
Read Moreદાહોદ જિલ્લાના દેવગઢ બારિયા મામલતદાર કચેરી એ કોરોના નો દસ્તક
હિન્દ ન્યૂઝ, દેવગઢ બારિયા દેવગઢ બારિયા મામલતદાર કચેરી માં નાયબ મામલતદાર મોદી હીરલબેન નો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવેલ છે. કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા મામલતદાર કચેરી બંધ કરી દેવામાં આવી હતી. સેનેટાઈજર ની પ્રકિયા હાથ ધરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ગત્ રોજ તેમના પતિ નો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. નાયબ મામલતદાર નો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા દેવગઢ બારિયા નગરમાં ભયનો માહોલ છવાયો હતો. રિપોર્ટર : ફેઝાન મફત, દેવગઢ બારિયા
Read Moreરાજકોટમાં કોરોના મહામારીને રોકવા માટે શહેરની મુખ્ય બજારોના વિવિધ એસોસિએશન દ્વારા એક-એક સપ્તાહના સ્વૈચ્છીક લોકડાઉન જાહેર કરાયા છે
હિન્દ ન્યૂઝ, રાજકોટ રાજકોટ ની દાણાપીઠ માર્કેટ આજે બપોર બાદ બંધ રાખશે. જ્યારે દિવાનપરા કલોથ માર્કેટના વેપારીઓ કાલથી રવિવાર સુધી લોકડાઉન રાખશે. તેવી જાહેરાત કરવામાં આવી છે. સોનીબજારમાં વેપારીઓના મોત થતાં એક સપ્તાહ માટે બંધ રાખવામાં આવી છે. બાદમાં દાણાપીઠ વેપારી એસોસિએશન દ્વારા પણ બપોરના ૩ વાગ્યા સુધી જ દૂકાનો ખુલ્લી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે દિવાનપરા કલોથ માર્કેટ એસોસિએશને પણ આવતીકાલથી રવિવાર સુધી દૂકાનો નહીં ખોલવા જાહેરાત કરવામાં આવી છે. દિવાનપરા-દાણાપીઠમાં આશરે ૧૦૦૦થી વધારે દૂકાનો આવેલી છે. જેમાં જીવનજરૂરી ચીજ-વસ્તુઓ ખરીદવા લોકો આવતા હોય છે. જે સતત ધમધમતી…
Read Moreવધતી જતી ગુનાખોરીને રોકવા જેતપુર શહેરના સિંધી સમાજના આગેવાનોએ મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું
હિન્દ ન્યૂઝ, જેતપુર જેતપુર શહેરમાં છેલ્લા ૩-૪ મહિનાથી ગુન્હાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે. શહેરના જાહેર રસ્તા પર અવારનવાર ગાળાગાળી તેમજ મારામારીના બનાવો વધી રહ્યા છે તેમજ ચોરી બળાત્કાર જેવા ગંભીર ગુનાઓ બની રહ્યા છે. જેતપુર શહેરમાં ૩ મહિનામાં જ ચારેક જેટલાં બળાત્કારના બનાવો બન્યા છે. જેમાં એક સિંધી સમાજની દીકરી હોય બળાત્કારની ફરિયાદ પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા ફરિયાદ લેવામાં ન આવતી હોય ઉલ્ટાના ફરિયાદ લખાવવા જનાર પીડિતાના માતા-પિતાને ઉતારી પાડવામાં આવ્યા હતા અને ત્યારબાદ ઉચ્ચ અધિકારીને રજૂઆત કર્યા બાદ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેતપુર શહેરના સિંધી સમાજ દ્વારા મામલતદારને જવાબદાર…
Read Moreકોડીનારના વેલણ-માધવાડને જોડતો બ્રિજ ધરાશાયી થયો, મોટી જાનહાનિ ટળી
હિન્દ ન્યુઝ, કોડીનાર, કોડીનારના વેલણ-માધવાડ ગામને જોડતો બ્રિજ આજે સવારના સમયે ધરાશાયી થયો હતો. આ કોઝવે બ્રિજ દરિયાઈ ખાડી પર બનાવવામાં આવ્યો હતો. વર્ષો જૂનો આ કોઝવે બ્રિજ જર્જરિત હાલતમાં હતો. ભારે વરસાદને કારણે પાણીના ધસમસતા વહેણને કારણે આ કોઝવે બ્રિજ ધરાશાયી થયો હતો. જો કે, આ બ્રિજ ધરાશાયી થયો ત્યારે કોઈ પણ વાહન પસાર થતું ન હોવાથી મોટી જાનહાનિ થતા અટકી છે. બ્રિજ ધરાશાયી થતા જ લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. વેલણ અને માધવાડ બંને ગામ વચ્ચે લોકોની અવર-જવર માટે વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવાની તજવીજ હાથ ધરાઈ છે. આ…
Read Moreરાજકોટ શહેર ખાતે N.C.P નેતા રેશ્મા પટેલ દર્દીઓની વ્યથા સાંભળવા આવવાના હોય તેઓ દર્દીઓને મળે તે પૂર્વે જ હોસ્પિટલ ચોકમાંથી પોલીસે રેશ્મા પટેલની અટકાયત કરી…..
હિન્દ ન્યૂઝ, રાજકોટ તા.૧૫/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર ખાતે N.C.P નેતા રેશ્મા પટેલ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ દર્દીઓના પરિવારજનોને રૂબરૂ મળવા અને તેઓને પડતી મુશ્કેલીઓ અને તંત્રની લાપરવાહી અંગે ચર્ચા કરવા કાર્યકર્તાઓ સાથે આવવાના હોય તે અંગે પોલીસને જાણ થઇ જતા પ્રથમ ૧૫૦ ફૂટ રિંગ રોડ ગોવર્ધન ચોક ખાતે વોચ ગોઠવી, N.C.P કાર્યકર્તાઓની ત્યાંથી અટકાયત કરવામાં આવી હતી. પરંતુ રેશ્મા પટેલ ત્યાંથી નીકળી હોસ્પિટલ તરફ આવી જતા હોસ્પિટલ ચોક ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ત્યાં રેશ્મા પટેલે આવી તુરંત જ મોબાઈલ મારફતે વિડીયો ઉતારવાનું શરુ કર્યું હતું. ફરજ…
Read Moreરાજકોટ શહેર સિવિલમાં કોવિડ હોસ્પીટલમાંથી રીફર ઓક્સિજન સાથેના દર્દીનું સ્ટ્રેચર તૂટી પડતા દોડધામ મચી જવા પામી હતી
હિન્દ ન્યૂઝ, રાજકોટ રાજકોટ શહેર માં સિવિલની કોવિડ હોસ્પિટલમાંથી ઓક્સિજન સાથે એક દર્દીને સ્ટ્રેચર ઉપર અન્ય વોર્ડમાં શિફ્ટ કરાતું હતું. દરમિયાન કોવિડ બીલ્ડીંગના કમ્પાઉન્ડમાં જ સ્ટ્રેચર તૂટી પડતા દોડધામ મચી જવા પામી હતી. અને તાત્કાલીક બીજા સ્ટ્રેચરને લાવી તેમાં દર્દીને શિફ્ટ કરવામાં આવ્યો હતો. હજુ થોડા દિવસો પહેલા જ સિવિલ કમ્પાઉન્ડમાં સ્ટ્રેચર ખાબક્યું હતું. ત્યારે આજે ફરી બેદરકારી સામે આવી હતી. સિવિલમાં નવુ નક્કોર સ્ટ્રેચર તૂટી પડતા હોસ્પિટલમાં આવતા સાધનોની ગુણવતા ઉપર સવાલો ઉઠ્યા છે. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ
Read More