હિન્દ ન્યુઝ, કોડીનાર,
કોડીનારના વેલણ-માધવાડ ગામને જોડતો બ્રિજ આજે સવારના સમયે ધરાશાયી થયો હતો. આ કોઝવે બ્રિજ દરિયાઈ ખાડી પર બનાવવામાં આવ્યો હતો. વર્ષો જૂનો આ કોઝવે બ્રિજ જર્જરિત હાલતમાં હતો. ભારે વરસાદને કારણે પાણીના ધસમસતા વહેણને કારણે આ કોઝવે બ્રિજ ધરાશાયી થયો હતો. જો કે, આ બ્રિજ ધરાશાયી થયો ત્યારે કોઈ પણ વાહન પસાર થતું ન હોવાથી મોટી જાનહાનિ થતા અટકી છે. બ્રિજ ધરાશાયી થતા જ લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.
વેલણ અને માધવાડ બંને ગામ વચ્ચે લોકોની અવર-જવર માટે વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવાની તજવીજ હાથ ધરાઈ છે. આ બ્રિજ ધરાશાયી થતા બંને ગામ વચ્ચેનો સંપર્ક તૂટ્યો છે.
રિપોર્ટર : ભગીરથ અગ્રાવત, કોડીનાર