વધતી જતી ગુનાખોરીને રોકવા જેતપુર શહેરના સિંધી સમાજના આગેવાનોએ મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું

હિન્દ ન્યૂઝ, જેતપુર

જેતપુર શહેરમાં છેલ્લા ૩-૪ મહિનાથી ગુન્હાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે. શહેરના જાહેર રસ્તા પર અવારનવાર ગાળાગાળી તેમજ મારામારીના બનાવો વધી રહ્યા છે તેમજ ચોરી બળાત્કાર જેવા ગંભીર ગુનાઓ બની રહ્યા છે.

જેતપુર શહેરમાં ૩ મહિનામાં જ ચારેક જેટલાં બળાત્કારના બનાવો બન્યા છે. જેમાં એક સિંધી સમાજની દીકરી હોય બળાત્કારની ફરિયાદ પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા ફરિયાદ લેવામાં ન આવતી હોય ઉલ્ટાના ફરિયાદ લખાવવા જનાર પીડિતાના માતા-પિતાને ઉતારી પાડવામાં આવ્યા હતા અને ત્યારબાદ ઉચ્ચ અધિકારીને રજૂઆત કર્યા બાદ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

જેતપુર શહેરના સિંધી સમાજ દ્વારા મામલતદારને જવાબદાર અધિકારી સામે પગલાં લઇ અને શહેરની તમામ બહેન-દીકરીઓની સલામતી માટે બળાત્કાર જેવાં કલંકિત કૃત્યને અટકાવવા બાબતે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.

રિપોર્ટર : અમૃત સિંગલ, જેતપુર

Related posts

Leave a Comment