ઈડર, ઈડર તાલુકા ના ગણેશપુરા ખાતે શેરપુર નેત્રામલી મા ભારે પવન સાથે ધોધમાર વરસાદ થી ખેતરમાં પાણી ભરાઈ ગયા હતા તેમજ કપાસ, ટામેટા, તુવેર, મગફળી જેવાં પાક ને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જેના કારણે ખેડુત ની હાલત દયનીય થઈ ગઈ છે. રિપોર્ટર : હસન અલી, ગણેશપુરા
Read MoreDay: September 13, 2020
અંબાજી હોસ્પિટલ એ હાલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ચર્ચામાં ટોક ઓફ ધ ટાઉન બનવા પામી છે
અંબાજી, બનાસકાંઠા જિલ્લાના પછાત ગણાતા એવા દાંતા તાલુકો આ દાંતા તાલુકાની સૌથી મોટી હોસ્પિટલ આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ જાણે શોભાના ગાંઠિયા સમાન બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. આ હોસ્પિટલ એ અનેક વાર ચર્ચામાં રહી છે. આ હોસ્પિટલ વિશે અવાર નવાર મેસેજ પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં હોય છે અને અનેકવાર કોઈ ને કોઈ કારણો ને લઈ આ હોસ્પિટલ લોકમુખે ચર્ચામાં રહેતી હોય છે ત્યારે તાજેતરમાં જ એક મેસેજ પણ વાયરલ થયો હતો. જેમાં ઉલ્લેખ હતો કે કુતરા કરડવા ની રસી હોસ્પિટલમાં નથી અને દર્દીઓને પાલનપુર રિફર કરવામાં આવે છે.…
Read Moreજેતપુર ખાતે કોરોનાનું સંક્ર્મણ વધુ ન ફેલાય તે અંગે સૅનેટાઇઝ કરવામાં આવ્યા
જેતપુર, જેતપુર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાનું સંક્ર્મણ દિન પ્રતિદિન વધતું જાય છે. કોરોનાનું સંક્ર્મણ વધુ ન ફેલાય અને તે હેતુથી આજ રોજ જેતપુર-નવાગઢ નગરપાલિકા તેમજ આરોગ્યતંત્ર દ્વારા જેતપુર શહેરની મુખ્ય બજારો કે જ્યાં લોકોની અવરજવર તેમજ ભીડ વધુ થાય છે એવા એમ.જી. રોડ, લાદી રોડ, જગાવાળા ચોરા રોડ, મતવા શેરી તેમજ કણકિયા પ્લૉટ સહિતના વિસ્તારોને સૅનેટાઇઝ કરવામાં આવ્યા હતા. કોરોનાનું સંક્ર્મણ વધુ ન ફેલાય તે માટે કવાયત હાથ ધરવામાં આવે છે. રિપોર્ટર : અમૃત સિંગલ, જેતપુર
Read Moreમોરબી-વાંકાનેર હાઇવે ઉપર લાલપર ગામ પાસે આવેલ સિરામિક સિટીમાં જુદા જુદા ફ્લેટને તસ્કરોએ નિશાન બનાવ્યા
મોરબી, મોરબી-વાંકાનેર હાઇવે ઉપર લાલપર ગામ પાસે આવેલ સિરામિક સિટીમાં જુદા જુદા ફ્લેટને તસ્કરોએ નિશાન બનાવ્યા છે. જેમાં આઈ સેવન, આઈ ફોર, આઈ વન અને જે સેવન વિંગની અંદર કુલ મળીને પાંચ જેટલા ફલેટને અજાણ્યા બુકાનીધારી તસ્કરોએ નિશાન બનાવ્યા છે અને લોકોના ઘરના તાળાં તોડીને ઘરમાં પ્રવેશ કરી ઘરમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ મળીને છ થી સાત લાખ રૂપિયાના મુદ્દામાલની તસ્કરો દ્વારા ચોરી કરવામાં આવેલ છે અને સીરામિક સીટીની અંદર મૂકવામાં આવેલા સીસીટીવી કેમેરામાં તસ્કરો પ્રવેશ કરતા અને ચોરીની ઘટનાને અંજામ આપીને બહાર નીકળતા નજરે પડી રહ્યા છે. વધુમાં સ્થાનિક…
Read Moreમોરબી નજીકના જેતપર ગામે ત્રણ શખ્સોએ સામાન્ય બોલાચાલીમાં મામલો બીચક્યો
મોરબી , મળતી વિગત પ્રમાણે મોરબી નજીકના જેતપર ગામે નવા પ્લોટ વિસ્તારમાં રહેતા લલીતભાઈ બાબુ ભાઇ ભોજવીયા (ઉમર વર્ષ ૩૭)ના પ્લોટ ની બાજુમાંથી રસ્તો પસાર થાય છે. આ રસ્તા ઉપર અબ્દુલભાઈ ઉર્ફે કાનો નથુભાઈ કેડા જાતે સંધિ, ઈમ્તિયાઝ અબ્દુલભાઈ અને ફિરોઝ અબ્દુલભાઈ દ્વારા ટાઇલ્સના થપ્પા મુકીને કાચી દિવાલ બનાવીને રસ્તો બંધ કરવામાં આવેલ હતો. જેથી લલીતભાઈ તે મુદ્દે તેઓને કહેવા માટે ગયા હતા. ત્યારે આરોપીઓએ બોલાચાલી કરીને લાકડી તેમજ પાઇપો વડે તેઓને માર માર્યો હતો અને થપ્પડ પણ મારી હતી. જેથી કરીને ભોગ બનેલા લલીતભાઈ…
Read Moreરાજકોટ મહાનગરપાલિકા ખાતે ૧૦૪ સેવા માટે ટીમ બનાવવામાં આવી છે. જેના દ્વારા તુરંત જ કોલરને ફોન કરી સંભાળ લેવામાં આવે છે
રાજકોટ, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દરરોજ શહેરમાં ધનવંતરી રથ દ્વારા શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવા આયુર્વેદિક ઉકાળા અને આયુર્વેદિક દવા વિનામુલ્યે વિતરણ કરવામાં આવે છે. હાલમાં જ ધનવંતરી રથમાં સેવા પણ ચાલુ કરવામાં આવી છે. નસ્ય સેવાથી નાક મારફત પ્રવેશતા રોગોને અટકાવે છે, હાલમાં કોરોના વાઇરસ સૌપ્રથમ નાક મારફત જ શરીરમાં પ્રવેશે છે. જેની સામે રક્ષણ મળે છે. આ ઉપરાંત કોરોના સામેના જંગમાં મહાનગરપાલિકા દ્વારા હોમ આઇસોલેશન સારવાર, સંજીવની રથ સેવા, ૧૦૪ સેવા રથ, કોવિડ-૧૯ ટેસ્ટીંગ વ્હીકલ સેવા, ૨૧ આરોગ્ય કેન્દ્ર ખાતે વિનામુલ્યે સારવાર સેવા, ડોર ટુ…
Read Moreરાજકોટ શહેર પગાર સહિતના પ્રશ્નો અંગે, કોન્ટ્રાકટ બેઇઝ હેલ્થ વર્કરોએ હડતાલ પાડી મહાનગરપાલિકામાં ધરણા કર્યા
રાજકોટ, તા.૧૩/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર મહાનગરપાલિકા કોન્ટ્રાકટ બેઇઝ હેલ્થ વર્કરો સર્વેલન્સ અને સેમ્પલીંગની કામગીરીમાં જોડાયા છે. ગઇકાલે પગાર સહિતના પ્રશ્નો અંગે આ કોન્ટ્રાકટ બેઇઝ હેલ્થ વર્કરોએ હડતાલ પાડી. મહાનગરપાલિકામાં ધરણા કર્યા. બાદ આજે હેલ્થ વર્કરોએ ભાજપ કાર્યાલય ખાતે વિશાળ સંખ્યામાં ઉમટી પડી કાયમી કરવા તેમજ પગાર સહિતના પ્રશ્નો અંગે સુત્રોચ્ચાર કરી શહેર ભાજપના પ્રમુખ કમલેશ મીરાણીને આવેદનપત્ર સુપ્રત્ર કરી રજુઆત કરી હતી. ગતરોજ ૨૦૦ જેટલા હેલ્થ વર્કરોએ મહાનગરપાલિકામાં ધામા નાંખી દેતા ધન્વતંરી રથ, સંજીવની રથ, ૧૦૪ રથમાં કામગીરી કરતા અનેક વિભાગોમાં રોજીંદી કામગીરી અટકી ગઇ હતી. રિપોર્ટર : દિલીપ…
Read Moreરાજકોટ શહેરના વોર્ડનં.3 ના કોંગ્રેસના મહિલા કોર્પોરેટરના યુવાન પુત્રએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો
રાજકોટ , તા.૧૩/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર રેલનગરના સૂર્યા પાર્કમાં રહેતા અને વોર્ડનં.3 ના કોંગ્રેસના મહિલા કોર્પોરેટર તરીકે લોકોની સેવા કરતા ગીતાબેન દીપકભાઈ પુરબીયાના ઉ.૨૪ વર્ષીય યુવાન પુત્ર રાજેશે સમી સાંજે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા બેભાન હાલતમાં તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો. પરંતુ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેરા કર્યો હતો. ઘટનાની જાણ થતા પ્ર.નગર પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો હતો. આ અંગે સાથી નગરસેવક દિલીપભાઈ આસવાણી સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે રાજેશના ૯ મહિના પૂર્વે જ લગ્ન થયા હતા. તેના પિતા દિપકભાઈ…
Read Moreપાલનપુર દિલ્હી ગેટ વિસ્તાર માં ગાડી અને એક્ટિવા વચ્ચે અકસ્માત માં એક્ટિવા ભભૂકી ઉઠી…
પાલનપુર, બનાસકાંઠા ના પાલનપુર શહેર માં દિલ્હી ગેટ વિસ્તાર માં અચાનક એક્ટિવા અને ગાડી વચ્ચે અકસ્માત થતાં એક્ટિવા માં પાછળ ના ભાગ માં અચાનક આગ ભભુકી ઉઠતા આજુ બાજુ ના લોકો ના ટોળા ઉમટ્યા હતા. અને લોકો માં અફરા તફરી નો માહોલ સર્જાયો હતો. અકસ્માત માં ગાડી અને એક્ટિવા સવાર ને કોઈ જાત ની જાનહાની થતાં ટળી ગઈ. રિપોર્ટર : પ્રફુલ ગોહિલ, પાલનપુર
Read Moreબનાસકાંઠા ના ધાનેરા કારગીલ હોટલ નજીક ખાનગી વાહનમાં આગ લાગતા નાસભાગ મચી
દિયોદર, બનાસકાંઠાજિલ્લાના દિયોદર ખાતે ધાનેરા કારગીલ હોટલ નજીક ખાનગી વાહનમાં આગ લાગતા નાસભાગ મચી, સદનસીબે મોટી જાનહાનિ ટળી લોકોના એકત્ર થઈ ગયા હતા. સોશિયલ મીડિયા માધ્યમ મુજબ મળતી માહિતી ફાયર સેફ્ટીના ના સાધનો વડે આગ પર કાબૂમાં લેતા સદનસીબે જાનહાનિ ટળી. આગ ભયાનક હોવાથી આખી વાન ને લાગી ગઈ હતી. આ ઘટનામાં જાનહાનિ ના સર્જાતા ગાડી સવાર રાહતનો શ્વાસ લીધો હતો. આગને કારણે આજુબાજુમાંથી લોકો પણ દોડી આવીને મદદથી આગને કાબુ મેળવી હતી. આગ કયા કારણોસર લાગી એ હજી જાણી શકાતું નથી. રિપોર્ટર : ગંગારામ…
Read More