રાજકોટ શહેર પગાર સહિતના પ્રશ્નો અંગે, કોન્ટ્રાકટ બેઇઝ હેલ્થ વર્કરોએ હડતાલ પાડી મહાનગરપાલિકામાં ધરણા કર્યા

રાજકોટ,

તા.૧૩/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર મહાનગરપાલિકા કોન્ટ્રાકટ બેઇઝ હેલ્થ વર્કરો સર્વેલન્સ અને સેમ્પલીંગની કામગીરીમાં જોડાયા છે. ગઇકાલે પગાર સહિતના પ્રશ્નો અંગે આ કોન્ટ્રાકટ બેઇઝ હેલ્થ વર્કરોએ હડતાલ પાડી. મહાનગરપાલિકામાં ધરણા કર્યા. બાદ આજે હેલ્થ વર્કરોએ ભાજપ કાર્યાલય ખાતે વિશાળ સંખ્યામાં ઉમટી પડી કાયમી કરવા તેમજ પગાર સહિતના પ્રશ્નો અંગે સુત્રોચ્ચાર કરી શહેર ભાજપના પ્રમુખ કમલેશ મીરાણીને આવેદનપત્ર સુપ્રત્ર કરી રજુઆત કરી હતી.

ગતરોજ ૨૦૦ જેટલા હેલ્થ વર્કરોએ મહાનગરપાલિકામાં ધામા નાંખી દેતા ધન્વતંરી રથ, સંજીવની રથ, ૧૦૪ રથમાં કામગીરી કરતા અનેક વિભાગોમાં રોજીંદી કામગીરી અટકી ગઇ હતી.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment