રાજકોટ મહાનગરપાલિકા ખાતે ૧૦૪ સેવા માટે ટીમ બનાવવામાં આવી છે. જેના દ્વારા તુરંત જ કોલરને ફોન કરી સંભાળ લેવામાં આવે છે

રાજકોટ,

         રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દરરોજ શહેરમાં ધનવંતરી રથ દ્વારા શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવા આયુર્વેદિક ઉકાળા અને આયુર્વેદિક દવા વિનામુલ્યે વિતરણ કરવામાં આવે છે. હાલમાં જ ધનવંતરી રથમાં સેવા પણ ચાલુ કરવામાં આવી છે. નસ્ય સેવાથી નાક મારફત પ્રવેશતા રોગોને અટકાવે છે, હાલમાં કોરોના વાઇરસ સૌપ્રથમ નાક મારફત જ શરીરમાં પ્રવેશે છે. જેની સામે રક્ષણ મળે છે. આ ઉપરાંત કોરોના સામેના જંગમાં મહાનગરપાલિકા દ્વારા હોમ આઇસોલેશન સારવાર, સંજીવની રથ સેવા, ૧૦૪ સેવા રથ, કોવિડ-૧૯ ટેસ્ટીંગ વ્હીકલ સેવા, ૨૧ આરોગ્ય કેન્દ્ર ખાતે વિનામુલ્યે સારવાર સેવા, ડોર ટુ ડોર સર્વેલન્સ કામગીરી વિગેરે પ્રકારની અવિતર સેવા આપવામાં આવી રહી છે. મ્યુનિ.કમિશનરે હેલ્થ હેલ્પલાઈન નં.૧૦૪ અંગેની સેવાકીય કામગીરી વિશે વધુ જણાવ્યું હતું કે, મહાનગરપાલિકાની આરોગ્ય શાખાની ટીમ દ્વારા 24%7 ૧૦૪ સેવા આપવામાં આવે છે. જેમાં મહાનગરપાલિકાનો મુખ્ય ઉદ્દેશ કોલરને બની શકે એટલી ઝડપી સેવા ઉપલબ્ધ કરાવવાનો હોય છે. હેલ્પલાઈન નં.૧૦૪ ઉપર ફોન કરે છે. ફોન સૌપ્રથમ ગાંધીનગર સ્થિત કંટ્રોલરૂમ પર જાય છે. અને ત્યાં તેમને શરીરના જણાતા લક્ષણો, નામ, સરનામું અને ટેલીફોનીક નંબર નોધવામાં આવે છે. નોંધાયેલ માહિતી ગાંધીનગર થી રાજકોટ મહાનગરપાલિકા તુર્ત જ મેઈલ મારફત મોકલવામાં આવે છે. મહાનગરપાલિકા ખાતે ૧૦૪ સેવા માટે ટીમ બનાવવામાં આવી છે. જેના દ્વારા તુરંત જ કોલરને ફોન કરી સંભાળ લેવામાં આવે છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment