ઢસા, આજરોજ શિક્ષક દિવસ ની ઉજવણી કરવામાં આવી દીકરી ને લક્ષ્મી નું રૂપ માનવામાં આવે છે. દીકરી જયારે જન્મ લે છે એ પેહલા ઈશ્વર એના નસીબ નું રોઝી આપી દે છે ઈ સત્ય છે તો આજરોજ ઢસા જં. કન્યા શાળા મા અભ્યાસ કરતી સામાન્ય પરિવાર માંથી આવતી દીકરી પાયલબેન એ. રૂદાતલા એ સંત્રાત પરીક્ષા મા સારા માર્ક્સ મેળવીને ગુજરાત ના પ્રતિભા શાળી વિદ્યાર્થી તરીકે રાજ્ય સરકાર દ્વારા સન્માન પ્રાપ્ત કરેલ છે લોકડાઉન ના કારણે શાળા બન્ધ હોય જેથી આજરોજ આ દીકરી ના ઘરે જઈને તેમના માતા પિતા તથા પરિવાર ની…
Read MoreDay: September 5, 2020
ધાનેરા માં દુઘમંડલી નાં પગાર તારીખ સમયે ઉપરા-ઉપર બે લૂંટ ની ઘટના સામે આવતા તાલુકા નાં લોકો માં ફફડાટ ફેલાયો છે, બીજી બાજુ ધાનેરા પોલીસ નાં પેટ્રોલીગ સામે અનેક સવાલો લોકોનાં મુખે ચર્ચિત બન્યા
ધાનેરા, ધાનેરા તાલુકો પશુપાલન સાથે સંકળાયેલ હોવાથી હર પંદર દિવસે કરોડો રૂપિયા પશુપાલક ના ખાતા માં આવતા હોય છે જે કેટલીક ચોર ટોળકી પશુપાલક નાં હાથ માંથી રૂપિયા લઈ ને ફરાર થયાની અનેક ઘટના સામે આવી છે. ત્રણ ચાર દિવસ પહેલા દૂધ ડેરી નો મંત્રી પણ ભોગ બન્યો હતો. જેના cctv ફૂટેજ સામે આવવા છતાં પોલીસ હવામાં ફાંફા મારી રહી છે, ત્યારે દેના બેકમાં પાક ધિરાણ ભરવા આવેલા શૈલેષભાઇ જોશી પાસે રહેલ કપડાં ની થેલી માંથી ગઠિયા એ પતરી મારી 50 હાજર ની ચિલ ઝડપ કરી ફરાર થઈ જવા પામ્યો…
Read Moreગુજરાતના 5 IAS અધિકારીઓની બદલી……
ગુજરાત, હિન્દ ન્યુઝ સંદીપ સાંગલે અમદાવાદના નવા કલેક્ટર કે.કે નિરાલા ની ગૃહ વિભાગમાં બદલી બનાસકાંઠાના નવા કલેક્ટર આનંદ પટેલ પાટણ કલેક્ટર તરીકે સુપ્રિત સિંઘ ની નિયુક્તિ આલોક કુમાર પાંડે ની રોજગાર વિભાગમાં નિયુક્તિ રિપોર્ટર : દિલીપ ધામેચા, પોરબંદર
Read Moreગીર-સોમનાથ જિલ્લા રોજગાર કચેરી દ્વારા રોજગાર વાચ્છુ ઉમેદવારો માટે રોજગારલક્ષી કેમ્પનું આયોજન
ગીર-સોમનાથ, ગીર-સોમનાથ તા.૦૫, ગીર-સોમનાથ જિલ્લામાં કોરોના વાઇરસ મહામારીના કારણે જિલ્લા રોજગાર કચેરીમાં નામ નોંધણી માટે તાલુકાકક્ષાએ મુલત્વી રાખવામાં આવેલ કેમ્પ સપ્ટેમ્બર-૨૦૨૦ થી ચાલુ કરવામાં આવનાર છે. નામ નોંધણી માટે કેમ્પ તાલાળા તાલુકા પંચાયત ખાતે દર માસની ૧૪ તારીખે, ઉના તાલુકા પંચાયત ખાતે દર માસની ૧૬ તારીખે, કોડીનાર તાલુકા પંચાયત ખાતે દર માસની ૧૮ તારીખે અને સુત્રાપાડા તાલુકા પંચાયત ખાતે દર માસની ૨૦ તારીખે સવારે ૧૦:૩૦ થી ૧૪:૦૦ કલાક સુધી રાખવામાં આવશે. તેમજ જાહેર રજાના દિવસોમાં જે તારીખે જાહેર રજા હોય ત્યારે તેના પછીની તારીખે નામ નોંધણી કેમ્પ રાખવામાં આવશે. જિલ્લાના…
Read Moreવેરાવળમાં શિક્ષક દિન નિમિત્તે શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન
ગીર-સોમનાથ, તા. ૫ મી સપ્ટેમ્બર શિક્ષકદિન નિમિત્તે સરકારી બોયઝ હાઇસ્કુલ વેરાવળ ખાતે રાજ્ય બીજ નિગમના ચેરમેન રાજશીભાઈ જોટવા અને મહાનુભાવોના હસ્તે જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોનું બહુમાન કરાયું હતું. જેમાં ઉના તાલુકામાં, રાણવશી પ્રાથમિક શાળાના ભાલીયા ઈન્દુબેન કાળુભાઈ, તાલાળા તાલુકામાં રમરેચી પ્રાથમિક શાળાના ભૂત નિકુંજ જમનાદાસ અને રાતીધાર પ્રાથમિક શાળાના વાઢેળ કૃષ્ણહર્ષ એલ. તેમજ કોડીનાર તાલુકામાં છારા કન્યા શાળાના કામળીયા કાળાભાઈ એચ.ને શાલ, પ્રમાણપત્ર અને રોકડ પુરષ્કારથી સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રૈયાબેન જાલોંધરા, અગ્રણી ડાયાભાઇ જાલોંધરા, ધીરૂભાઇ સોલંકી, જિલ્લા પ્રાથમિક શિક્ષણઅધિકારી એન.ડી. અપારનાથી, જિલ્લા શિક્ષણાધિકારી રાજેશકુમાર આર.…
Read Moreછોટાઉદેપુરમાં જિલ્લા સેવાસદનમાં શિક્ષકદિનની ઉજવણી
છોટાઉદેપુર, છોટાઉદેપુર નગરમાં આવેલ છોટાઉદેપુર જિલ્લા સેવાસદનમાં આવેલા સંકલન સમિતિ હોલ ખાતે સરદાર પટેલ સહભાગી જળ સંચય યોજના (ગુજરાત પ્રદેશ) ના અધ્યક્ષ સરદારસિંહ બારૈયાની અધ્યક્ષતામાં આજરોજ શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. દેશના પૂર્વ રાષ્ટ્રપતિ અને આજીવન શિક્ષક એવા સ્વ. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનના જન્મદિવસને સમગ્ર દેશમાં શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાત પ્રદેશ સરદાર પટેલ સહભાગી જળ સંચય યોજનાના અધ્યક્ષ સરદારસિંહ બારૈયાની અધ્યક્ષતામાં કરવામાં આવેલી શિક્ષકદિનની ઉજવણીમાં ઉપસ્થિતોને સંબોધતા તેમણે પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષણન ચાલીસ વર્ષ સુધી શિક્ષક તરીકે રહ્યા હતા, એમ જણાવી તેમણે શિક્ષકનું સ્તરમાંના સ્તરનું છે…
Read Moreસોમનાથ ના યુવા ધારાસભ્યની સુચના થી વેરાવળ કોંગ્રેસ દ્રારા ખાડા પૂજન કરવાનો કાર્યક્રમ….
ગીર સોમનાથ, ગીર સોમનાથ-90, સોમનાથ ના યુવા લોક લાડીલા ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા ની સુચના થી વેરાવળ કોંગ્રેસ પરિવાર દ્રારા વેરાવળ પાટણ શહેર ના રોડ રસ્તાઓ ઉપર ગુથણ ડૂબ ખાડાઓ પડેલ છે. તેને સમારકામ કરવા માટે ઘોર નિંદ્રા મા સુતેલ તંત્ર તેમજ વેરાવળ પાટણ ભાજ્પ શાસિત નગરપાલિકા ને જગાડવા ના ભાગરૂપે ખાડા પૂજન કરવાનો કાર્યક્રમ કરેલ હતો. તે દરમિયાન પોલીસ તંત્ર દ્રારા વેરાવળ કોંગ્રેસ કાર્યકર્તાઓ ની અટકાયત કરેલ. રિપોર્ટર : સઈદ મહિડા, ગીર સોમનાથ
Read Moreરાજકોટ શહેર ખાતે ૧૫૦ ફૂટ રિંગ રોડ ઉપર આવેલી S.B.I બેંકના કર્મચારી ઝપટે ચડી જતાં બેંક બંધ કરવાની નોબત આવી હતી
રાજકોટ, રાજકોટ શહેર તા.૫/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર ૧૫૦ ફૂટ રિંગ રોડ ઉપર આવેલ સૂર્યમુખી હનુમાનજી મંદિરની બાજુમાં આવેલ S.B.I બેંકના ૩ થી વધુ કર્મચારીઓ કોરોનાની ઝપટે ચડી જતાં આખી બેંક સંક્રમિત થઈ ગઈ છે. તકેદારીના ભાગરૂપે આજે બેંક બંધ કરવામાં આવી હતી. બેંકમાં એક સાથે ૩ થી વધુ કર્મચારીના સંપર્કમાં આવેલા ગ્રાહકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. બેંકમાં કામકાજ માટે આવતા ગ્રાહકોને આજે બેંકના સત્તાધિશોએ બેંક બહાર કોરોના પોઝિટીવના કારણોસર બ્રાંચના કામો બંધ કરવામાં આવ્યા હોવાનું બોર્ડ મરાયું હતું. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ
Read Moreઅંબાજી મંદિર ફ્લાય ઓવરબ્રિજના દુકાનદારો પાસે લોકડાઉન સમયનું ભાડું મંદિર ટ્રસ્ટ તરફથી લેવાતા વેપારીઓએ નારાજગી વ્યક્તકરી
અંબાજી, હિન્દ ન્યુઝ કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો હતો ત્યારે લોકો ને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. ત્યારે વેપાર જગત ને પણ બહુ મોટો ફટકો પડયો હોવાનું પણ સામે આવ્યું છે, ત્યારે યાત્રાધામ અંબાજી ખાતે લોકડાઉન દરમિયાન સરકાર દ્વારા ત્રણ મહિના જે લોકડાઉન કરાયું હતું તે દરમિયાન અંબાજી મંદિરની અંદર આવેલી દુકાન ચાલકો કે જે મંદિર ટ્રસ્ટ સંચાલિત છે તે દુકાન ચાલકો જોડે મંદિર ટ્રસ્ટે માર્ચ, એપ્રિલ, મે એમ ત્રણ મહિના કે જે સમયે સરકાર દ્વારા આ ત્રણ મહિના મંદિર અને સંપૂર્ણ ભારત બંધ રહ્યું હતું. તેનું પણ…
Read Moreનર્મદા ખાતે આજે શિક્ષક દિવસ ની ઉજવણી કરવામાં આવી
નર્મદા, આજ રોજ ૫ મી સપ્ટેમ્બર ૨૦૨૦, શિક્ષક દિન નિમિત્તે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અેનાયત કાયૅકમ જીલ્લા સેવા સદન, કલેક્ટર ની કચેરી, નર્મદા, રાજપીપલા ખાતે યોજવામાં આવ્યો. જે અંતર્ગત રાજય કક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલ ના વરદ હસ્તે તાલુકા કક્ષા અને જીલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોને પારિતોષિક આપી સન્માનિત કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં ભરુચ લોકસભા સાંસદ મનસુખભાઇ વસાવા, જીલ્લા વિકાસ અધિકારી નમૅદા, નાંદોદ ના ધારાસભ્ય પી.ડી.વસાવા, જીલ્લા શિક્ષણ અધિકારી, પ્રાથમિક જીલ્લા શિક્ષણ અધિકારી, જીલ્લા શિક્ષક સંઘ પ્રમુખ, નમૅદા સુગર ફેક્ટરી ના ચેરમેન ધનશયામભાઈ પટેલ, નર્મદા ભાજપ જિલ્લાના મહામંત્રી, ગજેન્દ્રસિંહ જાડેજા વગેરે ઉપસ્થિત રહ્યાં…
Read More