છોટાઉદેપુરમાં જિલ્લા સેવાસદનમાં શિક્ષકદિનની ઉજવણી

છોટાઉદેપુર,

છોટાઉદેપુર નગરમાં આવેલ છોટાઉદેપુર જિલ્લા સેવાસદનમાં આવેલા સંકલન સમિતિ હોલ ખાતે સરદાર પટેલ સહભાગી જળ સંચય યોજના (ગુજરાત પ્રદેશ) ના અધ્યક્ષ સરદારસિંહ બારૈયાની અધ્યક્ષતામાં આજરોજ શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી.
દેશના પૂર્વ રાષ્ટ્રપતિ અને આજીવન શિક્ષક એવા સ્વ. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનના જન્મદિવસને સમગ્ર દેશમાં શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાત પ્રદેશ સરદાર પટેલ સહભાગી જળ સંચય યોજનાના અધ્યક્ષ સરદારસિંહ બારૈયાની અધ્યક્ષતામાં કરવામાં આવેલી શિક્ષકદિનની ઉજવણીમાં ઉપસ્થિતોને સંબોધતા તેમણે પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષણન ચાલીસ વર્ષ સુધી શિક્ષક તરીકે રહ્યા હતા, એમ જણાવી તેમણે શિક્ષકનું સ્તરમાંના સ્તરનું છે એમ ઉમેર્યું હતું. શિક્ષકની કામગીરીની કદરરૂપે એવોર્ડ આપવામાં આવે છે. સૈનિકો દેશનું રક્ષણ કરે છે તેમ શિક્ષકો બાળકો અને યુવાનોનું ચરિત્ર ઘડે છે એમ કહી તેમણે જે દેશનું લશ્કર મજબુત હોય અને શિક્ષક મજબુત હોય તે દેશ મજબુત હોય છે એમ જણાવ્યું હતું. વધુમાં તેમણે શિક્ષકોને બાળકોના સારા ચરિત્રનું ઘડતરની જવાબદારી છે, એ જવાબદારી સુપેરે નિભાવે એવી અપેક્ષા વ્યકત કરી હતી. આ ઉપરાંત તેમણે કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલી શિક્ષણનીતિ અંગે વિગતે જાણકારી આપી તેમણે સમાંતર અને ગુણવત્તાયુકત શિક્ષણ અને ભારતના વૈવિધ્યપૂર્ણ વારસાને ધ્યાનમાં રાખીને શિક્ષણની હિમાયત કરે છે એમ જણાવ્યું હતું. છોટાઉદેપુરના સાંસદ શ્રીમતિ ગીતાબેન રાઠવાએ પણ પ્રાસંગિક ઉદબોધન કરી શિક્ષકો દ્વારા કરવામાં આવતી કામગીરીને બિરદાવી હતી. કાર્યક્રમ દરમિયાન છોટાઉદેપુર જિલ્લામાં શિક્ષણક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકોને જિલ્લા અને તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોને રોકડ પારિતોષિક અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ત્રણ શિક્ષકોને જિલ્લા કક્ષાના અને 13 શિક્ષકોને તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે રોકડ પારિતોષિક અને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા.

રિપોર્ટર : નઈમ હુઈ, છોટાઉદેપુર

Related posts

Leave a Comment