વેરાવળમાં શિક્ષક દિન નિમિત્તે શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન

ગીર-સોમનાથ,

તા. ૫ મી સપ્ટેમ્બર શિક્ષકદિન નિમિત્તે સરકારી બોયઝ હાઇસ્કુલ વેરાવળ ખાતે રાજ્ય બીજ નિગમના ચેરમેન રાજશીભાઈ જોટવા અને મહાનુભાવોના હસ્તે જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોનું બહુમાન કરાયું હતું. જેમાં ઉના તાલુકામાં, રાણવશી પ્રાથમિક શાળાના ભાલીયા ઈન્દુબેન કાળુભાઈ, તાલાળા તાલુકામાં રમરેચી પ્રાથમિક શાળાના ભૂત નિકુંજ જમનાદાસ અને રાતીધાર પ્રાથમિક શાળાના વાઢેળ કૃષ્ણહર્ષ એલ. તેમજ કોડીનાર તાલુકામાં છારા કન્યા શાળાના કામળીયા કાળાભાઈ એચ.ને શાલ, પ્રમાણપત્ર અને રોકડ પુરષ્કારથી સન્માનિત કરાયા હતા.

આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રૈયાબેન જાલોંધરા, અગ્રણી ડાયાભાઇ જાલોંધરા, ધીરૂભાઇ સોલંકી, જિલ્લા પ્રાથમિક શિક્ષણઅધિકારી એન.ડી. અપારનાથી, જિલ્લા શિક્ષણાધિકારી રાજેશકુમાર આર. ડોડીયા સહિતના મહાનુભાવો અને શિક્ષકો સહભાગી થયા હતા.

રિપોર્ટર : તુલસી ચાવડા, ગીર સોમનાથ

Related posts

Leave a Comment