મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં મ્યુનિસિપલ ફાયનાન્સિયલ ગવર્નન્સ ક્ષેત્રે ગુજરાતની આગવી સિદ્ધિ

વડોદરા મહાનગરપાલિકાએ ઇસ્યુ કરેલો બોન્ડ ૭.૧૫%ના સૌથી નીચા વ્યાજ દરે ૧૦ ગણો સબસ્ક્રાઇબ થયો

હિન્દ ન્યુઝ, વડોદરા 

વડોદરા મહાનગરપાલિકાએ ઇસ્યુ કરેલો બોન્ડ ૭.૧૫%ના સૌથી નીચા વ્યાજ દરે ૧૦ ગણો સબસ્ક્રાઇબ થયો – મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં વડોદરા મહાનગરપાલિકાએ ઇસ્યુ કરેલા રૂ. ૧૦૦ કરોડના બોન્ડને કુલ રૂ. ૧૦૦૭ કરોડની કિંમતની ૩૬ બિડ મળી

વડોદરાના સિવિક ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલોપમેન્ટને નવું બળ મળશે. મુખ્યમંત્રીએ વડોદરા શહેરના મેયર અને મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરને અભિનંદન પાઠવ્યા

• વડોદરા મહાનગરપાલિકાના ફાયનાન્સિયલ બોન્ડને, ઇન્ડીયા રેટીંગ એન્ડ રીસર્ચ પ્રા.લિ. અને ક્રેસિલ રેટીંગ લિ. દ્વારા A+/ STABLEનું રેટીંગ પ્રાપ્ત

• ૩૧ માર્ચ પહેલા બોન્ડથી કેપિટલ રેઇઝ કરવામાં સફળ વડોદરા મ.ન.પા. ભારત સરકારના રૂ. ૧૩ કરોડ ઇન્સેન્ટીવ મેળવવાને પાત્ર બની

• યુનિયન મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ તથા યુનાઇટેડ સ્ટેટ્સના ટેકનીકલ એડવાઇઝર્સ દ્વારા નિ:શુલ્ક ટેકનીકલ સપોર્ટ મેળવનારી દેશની માત્ર બીજી મહાનગરપાલિકા

Related posts

Leave a Comment