ધ્રાંગધ્રાના પથ્થરો પર કારીગીરી શિખવનાર સ્ટોન આર્ટિકલ પાર્ક ૧ એપ્રિલથી શરુ

હિન્દ ન્યુઝ, ધ્રાંગધ્રા

રાજ્યના અંબાજી અને ધ્રાંગધ્રા ખાતે સરકાર દ્વારા ક્લાસ શરુ કરાવામાં આવ્યા

ધ્રાંગધ્રાનો પથ્થર દેશ અને દુનિયામાં સુપ્રસિધ્ધ છે ત્યારે અહિ ખનીજ તરીકે નિકળતા પથ્થર પર કોતરણી કામ અને કારીગરી કરતા લોકો પણ ધીરે-ધીરે લુપ્ત થયા છે જે પથ્થર દેશ અને દુનિયામાં જાણીતો છે તે પથ્થરના કારીગરો પણ દુનિયામાં પ્રસિધ્ધ થાય તેવા હેતુથી સરકાર દ્વારા વર્ષ ૨૦૧૦મા ધ્રાંગધ્રા ખાતે સ્ટોન આર્ટિકલ પાર્ક શરુવાત તે સમયના મુખ્ય મંત્રી અને હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામા આવી હતી ત્યારે ગત વષોઁમા કોરોના કાળ દરમિયાન આ સ્ટોન આર્ટિકલ પાર્કમા અભ્યાસ કરતા વિધાર્થીઓને લાંબા વેકેશન બાદ ફરીથી નવા સેમેસ્ટર અને પધ્ધતિ સાથે શરુ કરવામા આવી રહ્યુ છે જેમા આગામી ૧ એપ્રિલના રોજ શરુ થનાર “સ્ટોન આર્ટિકલ પાર્ક ટ્રેનિંગ ઇન્સ્ટીટ્યુટ”મા ૩૦ વિધાર્થીઓની સંખ્યા સાથે ફરી શરુ કરવામા આવશે સાથે જ અહિ ટ્રેનિંગ લેતા વિધાથીઁઓ માટે તદ્દન નવા બાંધકામ સાથે ઉભુ કરેલ ઇમરાતમા રહેવા, જમવાની પણ સુવિધા સરકાર દ્વારા કરી આપવામા આવશે ધોરણ ૮ પાસ અને ૧૪ થી ૨૮ વર્ષ ની વયમર્યાદા સાથે શરુ કરવામા આવેલા ઇન્સ્ટીટ્યુટમા પથ્થર, શિલ્પકળા અને ડિઝાઇન ક્ષેત્રમા અનુભવી શિક્ષકો અહિ વિધાથીઁઓને ટ્રેનિંગ પુરી પાડશે.

જેમા પથ્થર પર શિલ્પકાર તરીકે કારકીઁદી બનાવવાની ઇચ્છા ધરાવતા યુવાનો પાસેથી ૬ મહિનાના કોર્ટ બાદ પ્રમાણપત્ર પણ આપવામા આવશે જે વિધાથીઁઓને ભવિષ્યમાં ખુબ જ સારો પ્રતિભાવ અપાવશે ત્યારે આગામી ૧ એપ્રિલના રોજ શરુ થવા જનાર સ્ટોન આર્ટિકલ પાર્કમા હાલ ૧૫ જેટલા વિધાર્થીઓને દ્વારા અરજી કરવામા આવી છે અને શીલ્પકામમા રસ ધરાવતા યુવાનો વધુમા વધુ ભાગ લઇને આગળ વધે તેવા સરકારના પ્રયાસો છે તેમ પ્રોજેક્ટ ઓફીસર અશરફભાઇ નથવાણી દ્વારા જણાવવામાં આવ્યુ હતુ.

રિપોર્ટર : સલિમ ઘાંચી, ધ્રાંગધ્રા 

Related posts

Leave a Comment