હિન્દ ન્યુઝ, ભાવનગર
જિલ્લા શિક્ષણ સમિતિ, ભાવનગર અને પાલીતાણા તાલુકા શિક્ષણાધિકારી કચેરી દ્વારા પાલીતાણા તાલુકાના પ્રાથમિક શિક્ષકો માટે “ભાષા સજજતા સેમિનાર” નું આયોજન કરવામાં આવ્યું હતું. આંકોલાળી પ્રાથમિક શાળામાં યોજાયેલાં આ કાર્યક્રમમાં વિષય નિષ્ણાંતોએ ભાષા સજ્જતા અંગેનું જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
આ સેમિનારમાં ડૉ.બળવંતભાઈ તેજાણીએ ખૂબ જ રસપ્રદ વકતવ્ય આપ્યું હતું. આ સેમિનારમાં પાલીતાણા તાલુકાના સમગ્ર ભાષા શિક્ષકો ઉત્સાહથી જોડાયાં હતાં. આ સેમિનારમાં ડૉ.બળવંતભાઈ તેજાણીએ ખૂબ જ રસપ્રદ વકતવ્ય આપ્યું હતું. આ સેમિનારમાં પાલીતાણા તાલુકાના સમગ્ર ભાષા શિક્ષકો ઉત્સાહથી જોડાયાં હતાં. આ સેમિનારની ઉદઘાટન બેઠકમાં જિલ્લા પંચાયતનાં પ્રમુખ ભરતસિંહ ગોહિલ, જિલ્લા અધ્યક્ષ મુકેશભાઈ લંગાળિયા, જિલ્લા પંચાાયતના ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ શિહોરા, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન કમુબેન ચૌહાણ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મૈયાણી, નાગજીદાદા વાઘાણી, સમિતિના સભ્ય વિજયસિંહ ચૌહાણ,પાલીતાણા તાલુકા પંચાયતના પ્રતિનિધિ શૈલેષભાઈ માવાણી, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી અતુલભાઈ મકવાણા, તાલુકા પ્રમુખ નૂતનસિંહ ગોહિલ, મુન્નાભાઈ ચૌહાણ ઉપસ્થિત રહ્યાં હતાં.
બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી