જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ઘનશ્યામભાઈ વિરાણીના અધ્યક્ષસ્થાને નારી સંમેલન અંતર્ગત કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, બોટાદ

બોટાદ સ્થિત નાનાજી દેશમુખ ઓડીટોરીયમ હોલ, નગરપાલિકા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઈ વિરાણીના અધ્યક્ષસ્થાને તેમજ મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં નારી સંમેલન અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને બોટાદ જિલ્લા પંચાયતના સંયુક્ત ઉપક્રમે મહિલાઓને નારી અદાલતની સમજ, મહિલા સશકિતકરણ તેમજ મહિલાઓ દરેક કાર્યક્ષેત્રમાં પ્રગતિ કરી શકે તે અંગેની યોજના – કાયદાકીય જાણકારી આપી શકાય તે હેતુસર નારી સંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે તેમ જિલ્લા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઈ વિરાણીએ જણાવ્યું હતું. ઉપસ્થિત તમામ બહેનો સરકારની વિવિધ મહિલા કલ્યાણકારી યોજનાઓ – કાયદાઓ વિશે માહિતગાર બને અને તેનો વધુમાં વધુ લાભ લેવા જણાવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી તેમજ મહાનુભાવોના હસ્તે કોવિડ- ૧૯ સંક્રમણના કારણે અવસાન પામેલ ગઢડા ઘટકના વાવડી- ૧ ના તેડાગર બહેનને નાણાંકીય સહાય મંજૂરી હુકમનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સ્વા ગત પ્રવચન દહેજ પ્રતિબંધક અધિકારી હેતલબેન દવેએ તેમજ આભારવિધિ બોટાદ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર મમતાબેન કથીરીયાએ કરી હતી. આ પ્રસંગે કલેકટર બી.એ.શાહ, જિલ્લાી વિકાસ અધિકારી પી.ડી.પલસાણા, મહિલા અને બાળ વિકાસ વિભાગ સમિતિના ચેરમેન હર્ષાબેન, શિક્ષણ સમિતિના ચેરમેન, બોટાદ પ્રાંત અધિકારી દિપક સતાણી, બરવાળા, ગઢડા નગરપાલિકાના પ્રમુખ, નગરપાલિકાના સભ્યો, બોટાદ તાલુકા પંચાયતના પ્રમુખ સહિતના પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી હતી.

રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

Related posts

Leave a Comment