બોટાદ જિલ્લામાં ટુ વ્હીલર તથા ફોર વ્હીલર વાહન માટે પસંદગીના બાકી રહેલ નંબરોનું ઓનલાઇન એપ્લીકેશન ઇ- ઓકશનથી ફાળવવામાં આવશે

હિન્દ ન્યુઝ, બોટાદ

બોટાદ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ બોટાદ જિલ્લાના ટુ વ્હીલર તેમજ ફોર વ્હીલર વાહન ખરીદનાર મોટરીંગ પબ્લીક જોગ જણાવવાનું કે આગામી તા. ૦૧.૦૪.૨૦૨૨ થી ટુ વ્હીલર GJ-33-E તેમજ ફોર વ્હીલર GJ-33-F તેમજ ટ્રાન્સપોર્ટ GJ-33-T વાહન માટેની જુની સીરીઝના પસંદગીના બાકી રહેલ નંબરોનું ઓનલાઇન એપ્લીકેશન ઇ- ઓકશનથી ફાળવવામાં આવનાર છે. જેમનું વાહન ખરીદ કર્યાને ૩૦ દિવસ થયા હોય કે નવું વાહન ખરીદવાનું હોય તેની ઓનલાઇન રજીસ્ટર એપ્લીકેશન કરી ફી તથા કર ભરપાઇ કરી એઆરટીઓ કચેરી બોટાદ પસંદગી નંબરનું ઓનલાઇન ટેન્ડર બીડ ભરી ઇ- ઓકશનમાં ભાગ લઇ મનગમતો પસંદગી નંબર મેળવવાની તકનો લાભ લેવા જણાવાયું છે. વાહન ખરીદ કર્યાના દિવસ-૭(સાત)માં CNA ફોર્મ ઓનલાઇન ભરવાનું રહેશે તથા તેમનું પર્સનલ લોગીન કરી આ માટેની એપ્લીકેશન parivahan.gov.in વેબસાઇટ પર તા.૦૧.૦૪.૨૦૨૨ થી તા.૦૩.૦૪.૨૦૨૨ રાત્રીના ૧૨.૦૦ વાગ્યા સુધીમાં અરજી કરવાની રહેશે. તા.૦૪.૦૪.૨૦૨૨ થી તા.૦૫.૦૪.૨૦૨૨ Bidding રહેશે. અરજદારોના ઇ- ફોર્મ CNA ફોર્મ સાત દિવસની અંદર ઓનલાઇન સબમીટ કરવાનું રહેશે. જેમણે CNA ફોર્મ ભરેલ હોય તેમને જ પસંદગી નંબરનું ટેન્ડર ભરી શકશે. હરાજીમાં ટેકનીકલ ખામીને કારણે રદ કરવાની સત્તા આરટીઓની અનામત રહેશે જેની નોંધ લેવી. વધુ માહિતી https://youtu.be/O3a9kfQl3kc.(E-procedure) પર મેળવી શકાશે તેમ વધુમાં જણાવાયું છે.

રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

Related posts

Leave a Comment