ગીર-સોમનાથ જિલ્લા રોજગાર કચેરી દ્વારા રોજગાર વાચ્છુ ઉમેદવારો માટે રોજગારલક્ષી કેમ્પનું આયોજન

ગીર-સોમનાથ,

ગીર-સોમનાથ તા.૦૫, ગીર-સોમનાથ જિલ્લામાં કોરોના વાઇરસ મહામારીના કારણે જિલ્લા રોજગાર કચેરીમાં નામ નોંધણી માટે તાલુકાકક્ષાએ મુલત્વી રાખવામાં આવેલ કેમ્પ સપ્ટેમ્બર-૨૦૨૦ થી ચાલુ કરવામાં આવનાર છે. નામ નોંધણી માટે કેમ્પ તાલાળા તાલુકા પંચાયત ખાતે દર માસની ૧૪ તારીખે, ઉના તાલુકા પંચાયત ખાતે દર માસની ૧૬ તારીખે, કોડીનાર તાલુકા પંચાયત ખાતે દર માસની ૧૮ તારીખે અને સુત્રાપાડા તાલુકા પંચાયત ખાતે દર માસની ૨૦ તારીખે સવારે ૧૦:૩૦ થી ૧૪:૦૦ કલાક સુધી રાખવામાં આવશે. તેમજ જાહેર રજાના દિવસોમાં જે તારીખે જાહેર રજા હોય ત્યારે તેના પછીની તારીખે નામ નોંધણી કેમ્પ રાખવામાં આવશે.

જિલ્લાના રોજગાર વાચ્છુ ઉમેદવારોએ નામ નોંધણી, રીન્યુઅલ, લાયકાત સુધારા-વધારા, વ્યવસાયિક માર્ગદર્શન તેમજ અન્ય રોજગારલક્ષી માહિતી જિલ્લા રોજગાર કચેરીમાં અને તાલુકામાં યોજાનાર કેમ્પ ખાતે નામ નોંધણી કરાવવામાં માટે શાળા છોડયાનુ પ્રમાણ પત્ર (સ્કુલ લીવીંગ સર્ટી), જાતિનો દાખલો (SC, ST SEBC, EWS જો લાગુ પડ્તો હોય તો), ધોરણ ૧૦ માર્કશીટ, ધોરણ ૧૨ માર્ક્શીટ, અન્ય કોઇ શૈક્ષણિક લાયકાત ધરાવતા પ્રમાણપત્રો અને પાસપોર્ટ સાઇજ ના બે ફોટોગ્રાફ્સ અને આધારકાર્ડ, (ઇ-મેઈલ આઈ.ડી.ફરજીયાત) આ તમામ અસલ પ્રમાણપત્રો સાથે જે તે ઉમેદવારે રૂબરૂ તાલુકા મથકે રોજગાર કચેરીના કર્મચારી દ્વારા તાલુકા નામ નોંધણી કેમ્પ ઉમેદવારોની સુગમતા અર્થે નિયમિત રીતે યોજવામા આવે છે. જેની નોંધ લેવા જિલ્લા રોજગાર અધિકારી, ગીર-સોમનાથની યાદીમાં જણવાયું છે.

રિપોર્ટર : તુલસી ચાવડા, ગીર સોમનાથ

Related posts

Leave a Comment