ગીર સોમનાથ, પ્રભાસ પાટણ ખાતે વોડૅ નં 2 માં આવેલ શાહિન કોલોની, લખાતવાડી, ગુલાબ નગર વિગેરે કોલોનીનાં શહેરીજનો પ્રાથમિક સુવિધાઓ થી વંચિત અને વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા ની કામગીરીથી અસંતુષ્ટ છે. નગરપાલિકા દ્વારા શહેરીજનો પાસે ટેકસ ના નામે લાખો રૂપિયાની ઉઘરાણી કરવામાં આવે છે ત્યારે શહેરીજનો વર્ષ 2015-16 થી 2018-19 આમ ચાર વર્ષ થી આ કોલોનીનો નગરપાલિકામાં સમાવેશ થયો છે. ત્યારે આટલા વર્ષોથી શહેરીજનોને નગરપાલિકા દ્વારા માત્ર સપનાઓજ દેખાડવામાં આવ્યાં છે. લોકો નિયમિત રીતે હાઉસટેક્સની ભરપાઈ કરતાં આવ્યાં છે. પરંતુ આજ દિન સુધી લોકોને રોડ રસ્તા, ગટર, સ્ટ્રીટ લાઈટો, સફાઈ…
Read MoreDay: September 7, 2020
રાજકોટ શહેરમાં કોરોના વાયરસના અજગર ભરડાના કારણે હાલ પૂરતા બાગ બગીચા નહીં ખોલવાનો નિર્ણય કરાયો છે, રાજકોટમાં આવેલા ૧૫૨ જેટલા બાગ બગીચા બંધ રહેશે
રાજકોટ, તા.૭/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર ખાતે સિવિલમાં કોવિડ સેન્ટર આસપાસ રેડ ઝોન જાહેર કરાયો છે. સામાન્ય લોકોની અવર-જવર ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કોવિડ હોસ્પિટલ આસપાસ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કોવિડ હોસ્પિટલ આસપાસ મીડિયાને પણ પ્રવેશબંધી નિષેધ કરવામાં આવી છે. કોવિડ હોસ્પિટલમાં સુવિધાની મોટી મોટી વાતોની પોલ મીડિયા દ્વારા ખોલાઈ રહી છે. જેના કારણે તંત્રએ આ નિર્ણય લીધો છે. રાજકોટમાં કોરોના સંક્રમણ વધતા આ નિર્ણય લેવાયો છે. રાજકોટમાં હજુ પણ બાગ બગીચા નહિ ખોલવામાં આવે. રાજકોટમાં ૧૫૨ જેટલા નાનામોટા બાગ બગીચા બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.…
Read Moreજેતપુર ખાતે બજાજ ફાયનાન્સની ઓફિસમાં યુવતી પર હુમલો
જેતપુર, જેતપુર માં બસ સ્ટેન્ડ સામે શોપિંગ સેન્ટર મા આવેલી બજાજ ફાયનાન્સની ઓફિસમાં એક યુવતી પર હુમલો કર્યો. હુમલો કરનાર શખસે દારૂ પીધેલ અવસ્થામાં યુવતી પર હુમલો કર્યો. આ સમગ્ર ઘટના જેવી કે હુમલો કર્યો, દુકાનમાં તોડફોડ કરી, એ સીસીટીવીમાં કેદ થઈ છે. અને નજીક નાં પોલીસ મથક ને જાણ કરતા વધુ તપાસ હાથ ધરવા માં છે. રિપોર્ટર : અમૃત સિંગલ, જેતપુર
Read Moreમોરબી ખાતે ડી.વાય.એસ.પી ની શુભેચ્છા મુલાકત લેતા રાધિકાબેન કે.પાચિયા
મોરબી, મોરબી જીલ્લાના રહેવાસી તેમજ નરેન્દ્ર મોદી વિચાર મંચ આઈ.ટી. સેલના જિલ્લા ભાજપ અધ્યક્ષ, કાળુભાઇ કે. પાચિયા નાં ધર્મપત્ની મધુબેન પાચિયા એ સમાજનું ગૌરવ એવા ડી.વાય.એસ.પી. રાધિકાબેન ભારાઇને પુષ્પગુચ્છ આપી શુભેચ્છા મુલાકાત કરી અભિનંદન પાઠવવામા આવ્યા હતા. રિપોર્ટર : કાળુભાઇ પાચિયા, મોરબી
Read Moreવાંકાનેર તાલુકાના ઢુવા ચોકડી પાસે ફરી એક વાર અબોલા પ્રાણી ને નડ્યો અકસ્માત
મોરબી, ગત રોજ વાંકાનેર તાલુકાના ઢુવા ચોકડી પાસે ફરી એક વાર અબોલા જીવ નું ગત તા. 06-09-2020, નાં સાંજે 7:50 વાગ્યે અબોલ આખલો નો અકસ્માત હાઈડ્રો, ક્રેઈન નંબર GJ10-AF1242 નાં ડ્રાયવર ની બેદરકારી તેમજ માટેલ રોડ અતિ ખરાબ હોવાના કારણે આ અબોલ જીવ ખૂટ્યા નું મૃત્યુ પામેલ હતું. તેની જાણ સ્થાનિક લોકોને થતા મોરબી નાં ગૌરક્ષક પ્રમુખ એવા કાળુભાઈ કે. પાચિયા ને જાણ કરતા તેઓ ઘટનાસ્થળે પોંહચી ખુટીયાને મુત્યુ પામેલ હાલતમાં જોઈ હાઈડ્રોના માલિકને બોલાવ્યા તેમજ માલિક પાસે આ ખૂટ્યો નાં જીવ પાછો તો ન લાવી શકાય પરંતુ નજીકની ગૌશાળા…
Read Moreરાજકોટ નાં માર્કેટીંગયાર્ડમાં નવી મગફળીની આવક આવી છે, નવી મગફળીની આવકનો ભાવ રૂ.૧૦૦૦ સુધી બોલાયા
રાજકોટ, તા.૭/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર માર્કેટીંગયાર્ડમાં આજે ૧૦૦૦ ગુણી નવી મગફળીની આવક આવતા સારી કવોલીટીના રૂ.૧૦૦૦ ઉપજયા છે. નવી મગફળીનાં સરેરાશ રૂ.૭૨૦ થી ૭૭૦ થોડી સારી કવોલીટીના રૂ.૮૦૦ થી ૮૫૦ તેમજ બેલ્ટ કવોલીટીના રૂ.૯૫૦ થી ૧૦૦૦ સુધીના ભાવ ઉપજયા હતા. માર્કેટીંગયાર્ડના વેપારીઓના જણાવ્યા મુજબ હળવદ પંથકમાંથી પણ મગફળીની આવક આવી છે. ૫૦૦ ગુણી જેટલી જુની મગફળી આવી હતી. જેના સરેશન ભાવ રૂ.૮૫૦ થી ૯૦૦ તેમજ બેસ્ટ કવોલીટીના રૂ.૯૫૦ થી ૧૦૪૦ જેટલા ઉપજયા હતા. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ
Read Moreસુરત માં મોટી ગટર લાઇન રીપેરીંગ કામ દરમિયાન મજુર નું ભેદી રીતે 1 નું મોત
સુરત, સુરત શહેરના નાનપુરા માછીવાડ વિસ્તારમાં માછીવાડ સર્કલ નજીક એક ગટરમાં બે મજૂરો બેભાન થયા હતા. જેથી ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. બંને મજૂરો બેભાન હોવાથી રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા હતા. ત્યારબાદ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં તબીબો દ્વારા એક જે પૈકી 52 વર્ષીય મોમશિંહ રત્ના અમળિયાને ને મૃત જાહેર કરાયો છે. : અને બીજો સારવાર હેઠળ છે. ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં લોકો એકઠાં થઈ ગયા હતા. જેના પગલે ટ્રાફિકજામ પણ સર્જાયો છે. જેના પગલે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.…
Read Moreદાહોદ જિલ્લામાં સપ્ટેમ્બર માસની પોષણ માહ તરીકે થઇ રહી છે ઉજવણી
દાહોદ, તા. ૭, દાહોદ જિલ્લામાં સપ્ટેમ્બર માસની પોષણ માહ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે. જિલ્લામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણીમાં પાંચ જરૂરી ઘટકો ઉપર ભાર મુકવામાં આવી રહ્યો છે. બાળકના પ્રથમ ૧૦૦૦ દિવસ, એનેમીયા, ઝાડા નિયંત્રણ, હેન્ડ વોશ અને સેનિટેશન અને પોષ્ટિક આહાર. દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણની સ્થિતિને ધ્યાને લઇ કોવીડ-૧૯ની માર્ગદર્શીકા મુજબ સોશીયલ ડિસ્ટન્ટ, માસ્ક સાથે જિલ્લા પંચાયત દાહોદના તમામ અઘિકારીઓએ જિલ્લા વિકાસ અઘિકારી રચિત રાજના માર્ગદર્શન હેઠળ ”પોષણ શપથ” લીધા હતા. જિલ્લા પ્રોગામ ઓફીસર-આઇસીડીએસ, તાલુકાના અઘિકારીઓ, સીડીપીઓ, મુખ્ય સેવિકાઓ અને તમામ આંગણવાડી કાર્યકર, એનએનએમ સ્ટાફ તથા ઉપસ્થિત નાગરિકોએ…
Read Moreથરાદના ચાંગડા ગામેથી પોલીસે ગેરકાયદેસર માદક પદાર્થ અફીણ ઝડપ્યું
થરાદ, થરાદ પોલીસે બાતમીના આધારે ચાંગડા ત્રણ રસ્તા પાસે નાકાબંધી કરી શંકાસ્પદ બાઇકને રોકી બાઇક ચાલકને ઝડતી લેતાં તેની પાસેથી 24,500 રૂપિયાનો 245 ગ્રામ અફીણનો રસ ઝડપાયો. પોલીસે અફીણ,મોબાઈલ અને બાઇક સહિત 60,600 રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો . થરાદ પોલીસે બાઇક ચાલક રૂપાજી દેવડાની અટકાયત કરી તેમજ અફીણ આપનાર રાજસ્થાન સાંચોરના હરચંદજી પટેલ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. રિપોર્ટર : અશોક ત્રિવેદી, થરાદ
Read Moreવેરાવળમાં ૧૧ સ્થળે દસ દિવસ સુધી નિ:શૂલ્ક કોરોના ટેસ્ટનું આયોજન
ગીર સોમનાથ, ગીર સોમનાથ ખાતે તા.૦૭, સમગ્ર વિશ્ર્વ કોરોના વાયરસનું સંક્રમણ ફેલાવાના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. દેશભરમાં કોરોના સંક્રમણને અટકાવવા સરકાર દ્રારા અનેકવિધ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આ મહામારીથી અમૂલ્ય માનવ જીવન બચાવવા માટે લોકોને સાવચેત રહેવા અને આરોગ્ય સારવાર માટે સરકાર હંમેશા કટીબધ્ધ છે. કોરોના કાળમાં સરકારે એક એક માનવ જીંદગીની ચિંતા કરી છે. લોકોને કોરોના વાયરસ માંથી બચાવવા અને સંક્રમણને અટકાવવા માટે ઘનવંતરી આરોગ્ય રથના માધ્યમથી ઘરે ઘરે આરોગ્યની સારવાર આપવામાં આવી રહી છે. ઉપરાંત સંવેદનશીલ સરકારે નિ:શુલ્ક કોરોના ટેસ્ટનું આયોજન કરી સંક્રમણને અટકાવવા ભગીરથ…
Read More