સુરત,
સુરત શહેરના નાનપુરા માછીવાડ વિસ્તારમાં માછીવાડ સર્કલ નજીક એક ગટરમાં બે મજૂરો બેભાન થયા હતા. જેથી ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. બંને મજૂરો બેભાન હોવાથી રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા હતા. ત્યારબાદ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં તબીબો દ્વારા એક જે પૈકી 52 વર્ષીય મોમશિંહ રત્ના અમળિયાને ને મૃત જાહેર કરાયો છે. :
અને બીજો સારવાર હેઠળ છે. ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં લોકો એકઠાં થઈ ગયા હતા. જેના પગલે ટ્રાફિકજામ પણ સર્જાયો છે. જેના પગલે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
રિપોર્ટર : રીયાઝ મેમણ, સુરત