હિન્દ ન્યુઝ, કચ્છ
ડિસેમ્બરના છેલ્લા બે અઠવાડિયાથી કચ્છમાં શિયાળામા જમાવેલી પકડ નવા વર્ષના પ્રથમ સપ્તાહમાં પણ જારી રહી હતી. શુક્રવારે રાજ્યમાં મોખરાના પાંચ પૈકી કચ્છના 4 મથકો સૌથી ઠંડા રહ્યા હતા. તો શનિવારે પણ નલિયાનું લઘુતમ તાપમાન 6.4 ડિગ્રી નોંધાયું હતું અને ભુજનું તાપમાન ફરી સિંગલ ડિઝિટ થતાં લઘુતમ તાપમાન ૯.૬ નોંધાવા પામ્યું છે. નલિયામાં પારો બે આંક જેટલો ઉંચકાયો હતો. પણ ઓતરાદા બર્ફિલા પવને ઠારનો માર બરકરાર રાખ્યો હતો. બાજુ કંડલા એરપોર્ટ મથકે પારો એક ડિગ્રી નીચે સરકી જતાં ઠંડીની ધાર તીવ્ર બની હતી. જિલ્લા મથક ભુજમાં પણ આંશિક નીચે ઉતરેલા પારા સાથે રાત્રે ડંખીલો ઠાર અનુભવાયો હતો. દરમિયાન સોમવારથી ન્યૂનતમ 2 થી 3 ડિગ્રી નીચું જવાની સાથે કચ્છમાં ઠંડીનું મોજું ફરી વળે તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
રિપોર્ટર : મહેન્દ્ર શીજુ, કચ્છ