હિન્દ ન્યુઝ, દિયોદર
સમગ્ર રાજ્ય માં આજે સ્વામી વિવેકાનંદ ની ૧૫૮ મી જન્મ જ્યંતી ની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં આજે બનાસકાંઠા જિલ્લા ના દિયોદર ખાતે દિયોદર તાલુકા ભાજપ અને યુવા ભાજપ દ્વારા તેમજ ભારત વિકાસ પરિષદ દિયોદર સ્વામી વિવેકાનંદ જન્મ જ્યંતી ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ભાજપ માં કાર્યકરો અને ભારત વિકાસ પરિષદ દ્વારા આરામ ગૃહ પાસે સ્વામી વિવેકાનંદ ના સ્ટેચ્યુ ને ફુલહાર પહેરાવી બાઇક રેલી યોજી ધામધૂમ પૂર્વક ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય કેસાજી ચૌહાણ, ભાજપ પ્રમુખ વનરાજસિંહ વાઘેલા, દિલીપસિંહ વાઘેલા, રમેશભાઇ ચૌધરી, ભરતભાઈ જોષી, પ્રદીપભાઈ શાહ, નાગજીભાઈ દેસાઈ, જામભાઈ પટેલ, અંબારંભાઈ જોષી, અમરતભાઇ ભાટી, ભવાનજી ઠાકોર વગેરે કાર્યકરો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.
અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

