હિન્દ ન્યૂઝ, કચ્છ તા. 30, મુન્દ્રા તાલુકા ના મોટી ભુજપુર ગામે પાપડી ની હાલત દયનીય બની છે. ઉલ્લેખનીય છે કે ઘણા સમયથી આ પાપડી ની હાલત ગંભીર બન્યા છતાં પણ ગ્રામ પંચાયત અને તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં કેમ નથી ભરવા આવી રહ્યા. મોટી ભુજપુર ગામે મધ્યે થી પ્રસાર થતો આ મુખ્ય માર્ગ છે જ્યાં થી હજારો ની સંખ્યા મા નાગરિકો, ગ્રામજનો, નોકરિયાત વર્ગ પ્રસાર થાય છે. આજ રોજ ઈદ જેવા મહા પવિત્ર દિવસ દરમિયાન પણ અહીં હજારો ની સંખ્યા મા શ્રદ્ધાળુઓ ની અવરજવર ચાલુ રહી હતી. આવા સમયે દરમિયાન…
Read MoreMonth: October 2020
રાજકોટ શહેરના ઇન્દિરા સર્કલ પાસે સાળા-બનેવીને સમાધાન માટે બોલાવી ૩ શખ્સોએ મારમારી રિવોલ્વરની લૂંટ ચલાવી
હિન્દ ન્યૂઝ, રાજકોટ, તા.૩૧/૧૦/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરના રૈયા રોડ પર દ્વારકેશ પાર્ક સોસાયટી શેરીનં.૬ માં પુષ્કર ખાતે રહેતાં અને પરાપીપળીયા ગામે ખેતી ધરાવતાં હિતેષ અમરાભાઇ હુંબલ (ઉ.૩૩) ની ફરિયાદ પરથી પિયુષ ડેર તથા નંદો અને બે અજાણ્યા સામે ગાંધીગ્રામ પોલીસે IPC. ૩૯૨,૧૧૪,૧૩૫ (૧) મુજબ લૂંટનો ગુનો નોંધાયો છે. પરાપીપળીયા ગામે ખેતીકામ કરતા અને પુષ્કર રેસ્ટોરન્ટ ધરાવતા હિતેશ હુબલે વર્ષ ૨૦૧૦માં સ્વરક્ષણ માટે પોલીસ કમિશનર તરફથી ૩૨ બોરની રિવોલ્વર રાખવા માટેનું લાયસન્સ મેળવ્યું છે. ચાર દિવસ પહેલા તા. ૨૬/૧૦ના બપોરે સાડા ત્રણેક વાગ્યે હું ઘરે જમતો હતો ત્યારે મારા બનેવી…
Read Moreદિયોદર જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ના ચેરમેન નું શાલ ઓઢાડી સન્માન
હિન્દ ન્યૂઝ, દિયોદર દિયોદર ના ખાણોદર ના વતની અને કોંગ્રેસ ના પૂર્વ પ્રમુખ નરસિંહ ભાઈ દેસાઈ ની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ માં ચેરમેન તરીકે પસંદગી થતા આજરોજ દિયોદર શિક્ષક સંઘ દ્વારા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં શિક્ષક સંઘ ના પૂર્વ પ્રમુખ ઉદેસિંહ વાઘેલા, ભદ્રસિંહ રાઠોડ રાજ્ય સંઘ પ્રમુખ, એ ટી જોષી, સોમાભાઈ ઉપાધ્યાય, દયારામભાઈ સિલ્વા, પરિમલભાઈ પટેલ, કરશનભાઈ પઢાર, મુકેશભાઈ ત્રિવેદી, અમૃતભાઇ જોષી, દાનાભાઈ પઢાર, વિનોદભાઈ ઠાકોર, વાહતાભાઈ લોઢા વગેરે શિક્ષકો હાજર રહા હતા. અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર
Read Moreદિયોદર ગજાનંદ ગૌ શાળા માં ઘાસચારો ઉતારવા આવેલ ટ્રક માં આગ લાગતા દોડધામ
હિંદન્યૂજહ, દિયોદર દિયોદર ગજાનંદ ગૌ શાળા માં આજે એકાએક ઘાસચારો ઉતારવા આવેલ એક ટ્રક ના આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. જેમાં સ્થાનિક લોકો અને ગ્રામ પંચાયત ની ટિમ દ્વારા પાણી નો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. શનિવાર ના પૂનમ ના દિવસે ગજાનંદ ગૌ શાળા માં ગાયો માટે એક ટ્રક ઘાસચારો ઉતારવા માટે આવી હતી. જેમાં એકાએક ટ્રક ના અગમ્ય કારણસર આગ લાગતા આજુ બાજુ વિસ્તાર માં દોડધામ મચી જવા પામી હતી. જેમાં સ્થાનિક લોકો તાત્કાલિક દિયોદર ગ્રામ પંચાયત ને જાણ કરતા ગ્રામ પંચાયત ની ટિમ સ્થળ…
Read Moreદિયોદર પોલીસ મથક ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ ની ઉજવણી
હિન્દ ન્યૂઝ, દિયોદર ભારત ની એકતા ના શિલ્પી લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ ની જન્મ જ્યંતી રાષ્ટ્રીય એકતા દિવસ ની આજે સમગ્ર રાજ્ય માં ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે દિયોદર પોલીસ મથક ખાતે પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં દિયોદર પોલીસ કર્મચારીઓ દ્વારા એકતા ના શપથ લેવામાં આવ્યા હતા. જેમાં પોલીસ મથક ના દરેક પોલીસ કર્મીઓ હાજર રહ્યા હતા અને કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો. રિપોર્ટર : પ્રદિપસિંહ વધેલા, દિયોદર
Read Moreપાલનપુર ના વડગામ માં પ્રોફેશનલ પ્રેસ યુનિટી ની દીપાવલી પર્વ નિમિતે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરાયું
હિન્દ ન્યૂઝ, વડગામ વડગામ તાલુકા માં શેરપુરા પાટીયા પાસે હોટલ નેશનલ પર પ્રોફેશનલ પ્રેસ યુનિટી ની પાંચમી સાધારણ સભા યોજાઇ. જેમાં પત્રકાર અેકતા તેમજ લોકો ના પ્રશ્નો ને વાચા આપવાની ચર્ચા કરવામાં આવી હતી. લોકો ના મુળભુત પ્રશ્નો ને ઉજાગર કરી યોગ્ય ન્યાય મળે તે માટે જરૂરી ચર્ચા અો કરાઇ અને યુનિટી ના તમામ સભ્યો ને પ્રમુખ દશરથસિંહ સોલંકી તરફ થી મિઠાઇ આપી દિવાળી ની શુભકામના અો પાઠવી હતી અને નવા સભ્યો યુનિટી માં જોડાયા હતા. આ કાર્યક્રમ માં યુનિટી ના પ્રમુખ દશરથસિંહ સોલંકી, રૂકશાનાબેન પઠાણ, ઉપ પ્રમુખ જયેશભાઇ મોદી,…
Read Moreરાજકોટ શહેરના આમ્રપાલી ફાટક પાસે ૨ વર્ષની દિકરી સિમકાર્ડ ચાવી જતાં ઉશ્કેરાયેલા પતિએ પત્નીને છરીનો ઘા ઝીંકી દીધો હતો
હિન્દ ન્યૂઝ, રાજકોટ, તા.૩૧/૧૦/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર આમ્રપાલી ફાટક નજીક ઝૂપડામાં રહેતી અને ભંગાર-કચરો વીણી ગુજરાન ચલાવતી નંદીની વિક્રમ રાઠોડ (ઉ.૨૭) નામની દેવીપૂજક પરિણીતાને પતિ વિક્રમ ચંદુભાઇ રાઠોડે છરીથી હુમલો કરી પીઠ-મોઢા પર ઇજા કરતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં ગાંધીગ્રામ પોલીસને જાણ કરાઇ હતી. ઈજાગ્રસ્ત પરિણીતાની પ્રાથમિક પૂછતાછમાં પોતે કચરો વીણીને આવી ત્યારે દિયર વિપુલે ’તમારી દિકરી આરતી મારૂ મોબાઇલનું સિમકાર્ડ ચાવી ગઇ’ તેમ કહેતાં તેને ૨ વર્ષની છે, એ ન સમજે તમે બીજુ લઇ લેજો તેમ કહેતાં પતિ વિક્રમ પીને બેઠો હોઇ તેણે ભાઇ વિપુલનું ઉપરાણું લઇ ઝઘડો…
Read Moreમગનભાઈ મોવલિયા નું નિધન સ્મરણ ના ભાગરૂપે એમની જમીન ગાયોના ઘાસ ચારા માટે 20 વર્ષ માટે અર્પણ
હિન્દ ન્યૂઝ, અમરેલી અમરેલી જિલ્લા નું મોટા આંકડિયા ગામ નાં મોવલિયા અશોકભાઈ મગનભાઈ તેમના પિતાશ્રી મગનભાઈ નું નિધન થતા તેમના આત્માને પ્રભુ દિવ્ય શાંતિ આપે એ માટે તેમના ગામની ગૌ શાળા માં તેમના માતૃશ્રી શાંતાબેન મગનભાઈ મોવલિયા તેમના જ વરદ હસ્તે તેમની પોતાની જમીન ગાયોના ઘાસ ચારા માટે 20 વર્ષ માટે અર્પણ કરી માનવતા મેહકાવિ હતી. ગ્રામજનો વતી તથા મોવલિયા પરિવાર તરફ થી મગનભાઈ મોવલિયા ને દિવ્ય આત્મા ને પ્રભુ શાંતિ આપે એવી પ્રાર્થના સહ શ્રદ્ધાંજલિ. રિપોર્ટર : મહેશ ચોડવડીયા, સુરત
Read Moreજામનગરના રહેવાસી જયંતીભાઈ ટેકાણી ના સુપુત્ર નો આજે જન્મદિવસ
હિન્દ ન્યુઝ, જામનગર તા .31, જામનગરના રહેવાસી જેન્તીભાઇ ટેકાણી ના નાનકડો અને પરિવાર માં સૌના લાડકા સુપુત્ર એવા કુ. સુશાંત ટેકાણી ના જન્મદિવસ નિમિત્તે સમગ્ર ટેકાણી પરિવાર તરફથી જન્મદિવસ ની ખુબ ખુબ જ શુભકામનાઓ સહ આશીર્વાદ. ???????????? आसमान की बुलंदियों पर नाम हो आपका, चाँद की धरती पर मुकाम हो आपका, हम तो रहते है छोटी सी दुनिया में, पर खुदा करे सारा जहाँ हो आपका l લિ. શુભેચ્છક : પપ્પા : જેન્તીભાઇ મમ્મી : સુમન દીદી : ગુડા ભાઈ : પ્રથમ નાના : કનૈયાલાલ નાની : રેખાબેન ચાચુ :…
Read Moreશ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રી સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ તેમજ સરદાર વંદના કરવામાં આવેલ
હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ આજરોજ 31 ઓક્ટૉબર ના દિવસે અખંડ ભારતના શિલ્પી શ્રી સરદાર વલ્લભભાઇ પટેલ સાહેબની જન્મજયંતી નીમીતે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા શ્રી સોમનાથ મંદિર પરિસર માં આવેલ શ્રી સરદાર સાહેબ ની પ્રતિમાં ને ભૂદેવો દ્વારા કરવામાં આવેલ મંત્રોચ્ચાર સાથે પુષ્પાંજલી અર્પણ કરી, સરદાર વંદના કરવામાં આવેલ. રાષ્ટ્રની એકતા – અખંડીતતા અને સુરક્ષા માટે ના શપથ લેવામાં આવેલ. આ પ્રસંગે શ્રી સોમનાથ ટ્રસ્ટના અધિકારી/કર્મચારી, પોલિસ વિભાગના અધિકારી, પોલિસ જવાનો પણ જોડાયા હતા. રિપોર્ટર : તુલસી ચાવડા, ગીર સોમનાથ
Read More