પાલનપુર ના વડગામ માં પ્રોફેશનલ પ્રેસ યુનિટી ની દીપાવલી પર્વ નિમિતે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરાયું

હિન્દ ન્યૂઝ, વડગામ

વડગામ તાલુકા માં શેરપુરા પાટીયા પાસે હોટલ નેશનલ પર પ્રોફેશનલ પ્રેસ યુનિટી ની પાંચમી સાધારણ સભા યોજાઇ. જેમાં પત્રકાર અેકતા તેમજ લોકો ના પ્રશ્નો ને વાચા આપવાની ચર્ચા કરવામાં આવી હતી. લોકો ના મુળભુત પ્રશ્નો ને ઉજાગર કરી યોગ્ય ન્યાય મળે તે માટે જરૂરી ચર્ચા અો કરાઇ અને યુનિટી ના તમામ સભ્યો ને પ્રમુખ દશરથસિંહ સોલંકી તરફ થી મિઠાઇ આપી દિવાળી ની શુભકામના અો પાઠવી હતી અને નવા સભ્યો યુનિટી માં જોડાયા હતા. આ કાર્યક્રમ માં યુનિટી ના પ્રમુખ દશરથસિંહ સોલંકી, રૂકશાનાબેન પઠાણ, ઉપ પ્રમુખ જયેશભાઇ મોદી, મંત્રી દીલીપભાઇ ગોહીલ, રફીકભાઇ દુબળિયા, પવનભાઇ પ્રજાપતિ, જાકીરખાન મોઘલ, વર્ષાબેન રાઠોડ, સુનિતાબેન પઢીયાર, ગિતાબેન સોની, ભરતભાઇ લિંબાચિયા તેમજ યુનિટી ના તમામ સભ્યો હાજર રહ્યા હતા. અંતે સમુહ ભોજન કરી ને આ સભા પુર્ણ કરી હતી.

રિપોર્ટર : સાકીર નેદારિયા, વડગામ

Related posts

Leave a Comment