હિન્દ ન્યૂઝ, દિયોદર
ભારત ની એકતા ના શિલ્પી લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ ની જન્મ જ્યંતી રાષ્ટ્રીય એકતા દિવસ ની આજે સમગ્ર રાજ્ય માં ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે દિયોદર પોલીસ મથક ખાતે પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં દિયોદર પોલીસ કર્મચારીઓ દ્વારા એકતા ના શપથ લેવામાં આવ્યા હતા. જેમાં પોલીસ મથક ના દરેક પોલીસ કર્મીઓ હાજર રહ્યા હતા અને કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.
રિપોર્ટર : પ્રદિપસિંહ વધેલા, દિયોદર