હિન્દ ન્યુઝ, પોરબંદર
પોરબંદર જિલ્લાની વિવિધ ૧૨ સહકારી મંડળીઓને સહકારી કાયદાની કલમ-૨૦ મુજબ જુદા જુદા કારણોસર આ મંડળીઓની નોંધણી રદ્દ કરવા નક્કી કરાયુ છે. આ સહકારી મંડળીઓમાં રાણા રોજીવાડા તેલીબીયા ઉત્પાદક સહકારી મંડળી લી, શ્રી પોરબંદર તાલુકા શિક્ષક શરાફી સહકારી મંડળી લી, શ્રી હરિઓમ મત્સ્યો. સહકારી મંડળી લી, શ્રી સાગરશક્તિ મત્સ્યો. સહકારી મંડળી લી, શ્રી સત્યમ મત્સ્યો. સહકારી મંડળી લી, શ્રી માધવ મત્સ્યો. સહકારી મંડળી લી, શ્રી અભિમન્યુ મત્સ્યો. સહકારી મંડળી લી, શ્રી શિવમ ક્રૃપા મત્સ્યો. સહકારી મંડળી લી, શ્રી શબ્બીર સાગર મત્સ્યો. સહકારી મંડળી લી, શ્રી પદમાણી ક્રૃપા મત્સ્યો. સહકારી મંડળી લી શ્રી કૌશર મત્સ્યો. સહકારી મંડળી લી. સહિત ૧૨ મંડળીનો સમાવેશ થાય છે. આ મંડળીઓએ ઘણા વર્ષોથી સહકારી મંડળીનાં નિયમ અનુસાર ઓડીટ કરાવેલ નથી, ક્યારેય કોઈ પણ પ્રકારની માહિતી પત્રકો કચેરીને પુરા પાડયા નથી. આ મંડળીઓની નોંધણી બાદના હાલના વહીવટકર્તાઓ કે સભાસદોની કોઈપણ પ્રકારની માહિતી કચેરીમાં ક્યારેય આપવામાં આવેલ નથી, સહિતનાં નિયમોનુ પાલન ન થતા આવી મંડળીઓ ઈરાદાપુર્વક ફડચાનો ચાર્જ જે કે, તેનું રેકર્ડ, સાહિત્ય ઈરાદાપૂર્વક નિયુક્ત ફડચા અધિકારીને સુપ્રત કરવા માંગતા નથી તેમ માનીને તથા સહકારી કાયદાની કલમ-૧૦૭ ના ભંગ બદલ આવી મંડળીઓને સહકારી કાયદાની કલમ-૨૦ હેઠળ નોંધણી કાયમ માટે રદ્દ કરવાનું નક્કી કરેલ છે. તેમજ કોઈ સરકારી કચેરી અથવા સહકારી સંસ્થાઓનું લેણું બાકી હોય તો નોટિસ પ્રસિધ્ધ થયેથી દિન-૧૦ માં જરૂરી આધાર પુરાવા અત્રેની કચેરીમાં રજુ કરવા જણાવવામાં આવે છે. આથી આવી મંડળીઓએ આ નોટીસ પ્રસિદ્ધ થયાની તારીખથી દિવસ-૧૦(દસ) માં તેમના હસ્તકની મંડળીનો ચાર્જ જેમ કે રેકર્ડ, સાહિત્ય સંબંધિત ફડચા અધિકારીને સુપ્રત કરી આપવા સુચના આપવામાં આવેલ છે. મંડળીના ફડચાનો ચાર્જ સુપ્રત કરવા માટે જરૂર જણાયે જિલ્લા રજીસ્ટ્રાર, સહકારી મંડળીઓની કચેરી, જુની કલેકટર કચેરી, પ્રથમ માળે, રાણીબાગ સામે, પોરબંદરનો સંપર્ક કરવા જણાવાયુ છે.