હિન્દ ન્યુઝ, સુરત
આદિજાતિ મહિલાઓને સંકલિત ડેરી વિકાસ કાર્યક્રમ હેઠળ દુધાળા પશુ અને અન્ય સાધન સહાય ખરીદવા માટે સહાય આપવામાં આવે છે. જે અંતર્ગત ૦ થી ૨૦ના સ્કોર ધરાવતા આદિજાતિ મહિલા લાભાર્થીઓને સુમુલ ડેરી મારફતે દુધાળા પશુ ખરીદવા માટે આદિજાતિ કોર્પોરેશન મારફતે રૂા.૨૯ હજારની સહાય લોન, લાભાર્થીનો રૂા.૩ હજાર ફાળો, તેમજ રૂા.૫૮૦૦૦ની સહાય પેટે ડી-સેગ મારફતે ચુકવવામાં આવે છે. આમ લાભાર્થીઓને રૂા.૯૦,૦૦૦ની સહાય દુધાળા પશુ ખરીદવા માટે આપવામાં આવે છે. વ્યાજ દર વાર્ષિક ૪ ટકા રહેશે. યોજનાનો લાભ મેળવવા માટે માંડવી પ્રાયોજના વહીવટદારની કચેરીનો સંપર્ક સાધવાનો રહેશે.
