વાંકાનેર ના બોકડથંભામાં જમીનના શેઢાની સરકારમાં દંપતી પર છરી વડે હુમલો

વાંકાનેર ના બોકડથંભામાં જમીનના શેઢાની સરકારમાં દંપતી પર છરી વડે હુમલો

હિન્દ ન્યૂઝ, વાંકાનેર, વાંકાનેરના બોકડથંભા ગામે માતાજીના ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા હળવદના માથક ગામના બે શેઢા પાડોશીઓ વચ્ચે ફરી જમીનના શેઢાનો વિવાદ છેડાતા વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી. જેમાં દંપતી પર બે શબ્સોએ છરી વડે હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. મળેલ માહિતી મુજબ હાલ હળવદ કેનાલ રાણેકપર રોડ ઉપર આવેલ સાનિદય સોસાયટીમાં રહેતા મૂળ માથક ગામના વતની મહેશભાઇ જેસીંગભાઇ મઢેસાણીયા (ઉ.વ ૩૫) એ આરોપીઓ વીજયભાઇ ભુપતભાઇ મદ્રેસાણીયા અને વીપુલભાઇ ભુપતભાઇ મદ્રેસાણીયા સામે ફરિયાદ નોંધાવી હતી કે ફરિયાદીને આરોપીઓ સાથે ઘણા સમયથી માથક ગામે આવેલ પોતાની ખેતીની…

Read More

થરાદ ની રેફરલ હોસ્પિટલ ની બાજુમાં ચોકડી પર બાઈક અને ગાડી વચ્ચે અકસ્માત

થરાદ ની રેફરલ હોસ્પિટલ ની બાજુમાં ચોકડી પર બાઈક અને ગાડી વચ્ચે અકસ્માત

હિન્દ ન્યૂઝ, થરાદ થરાદ ની રેફરલ હોસ્પિટલ ની બાજુમાં આવેલ ચોકડી પાસે બાઈક અને ગાડી વચ્ચે અકસ્માત સર્જાયેલ હતું. આ અકસ્માત માં વાવ ગામના રહેવાસી કીર્તિભાઈ દાનાભાઈ રાજપુત, ઉંમર અંદાજીત 30 વષૅ નું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજયું હતું. ગાડી અને બાઈક વચ્ચે અકસ્માત થયેલ બાઈક નંબર g.j.o bc .o 6733. ને ગાડી નં p.b.o.4v.9340 હતી. ઘટના સ્થળે રહેલા વ્યક્તિઓ એ પોલીસ ને જાણ કરી હતી. અને લાસને પોસ્ટ મોર્ટમ કરવા માટે રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. રિપોર્ટર : રજનીકાંત જોષી, વાવ

Read More

કવાંટ તાલુકાના વિજળી ગામે મશરૂમની ખેતી વિષયક સેમિનાર અને કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો

કવાંટ તાલુકાના વિજળી ગામે મશરૂમની ખેતી વિષયક સેમિનાર અને કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યૂઝ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં આવેલા વિજળી ગામે જિલ્લા પંચાયત, છોટાઉદેપુર અને નાયબ બાગાયત નિયામકની કચેરી, છોટાઉદેપુરના સંયુકત ઉપક્રમે જિલ્લા વિકાસ અધિકારી મિહિરભાઇ પટેલની અધ્યક્ષતામાં મશરૂમની ખેતી વિષયક સેમિનાર અને કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. ખેડૂતોની આવક બમણી થાય એ માટે ખેડૂતો આધુનિક ખેતી તરફ વળે અને ખેડૂતો મશરૂમની ખેતી કરી પૂરક રોજગારી મેળવે એ માટે ખેડૂતોને મશરૂમની ખેતી વિષયક માર્ગદર્શન આપવા તથા જે ખેડૂતો મશરૂમની ખેતી કરવા માંગે છે તેમને કીટ વિતરણ કરવાના આ કાર્યક્રમમાં ઉપસ્થિત ખેડૂતોને માર્ગદર્શન આપતા જિલ્લા વિકાસ અધિકારી મિહિરભાઇ પટેલે આધુનિક ખેતી કરવાના…

Read More

વાંકાનેરના ટોલનાકા પાસેથી બાઇક ચોર પકડાયો

વાંકાનેરના ટોલનાકા પાસેથી બાઇક ચોર પકડાયો

હિન્દ ન્યૂઝ, વાંકાનેર, વાંકાનેરના વઘાસિયા ટોલનાકા નજીક સિટી પોલીસની ટીમે જુવાનસિંહ બીજલભાઈ પટેલ ઉ.વ.24 રહે. ગોધરાવાળાને જીજે 03 ઇએસ 2456 નંબરના ચોરાઉ પ્લેન્ડર બાઇક સાથે પકડી પાડયો હતો. પ્રાથમિક તપાસમાં આ શમ્સ અગાઉ ગોધરા એ ડિવિઝન વિસ્તારમાં પણ બાઇક ચોરીના ગુનામાં પકડાયેલ હોવાનું ખુલ્યું છે. આ કામગીરીમાં વાંકાનેર સિટી પોલીસના હેડ કોન્સ. કિરીટસિંહ ઝાલા, અશ્વિનસિંહ આનંદસિંહ, વિરેન્દ્રસિંહ ઝાલા, કોન્સ. સંજયસિંહ જાડેજા અને દિવ્યરાજસિંહ ઝાલા સહિતના જોડાયા હતા. રિપોર્ટર : ચતુર બાબરીયા, વાંકાનેર

Read More

વાંકાનેર: ૪૭.૧૪ લાખની કિંમતના વિદેશી દારૂ પર પોલીસે રોલર ફેરવ્યું

વાંકાનેર: ૪૭.૧૪ લાખની કિંમતના વિદેશી દારૂ પર પોલીસે રોલર ફેરવ્યું

હિન્દ ન્યૂઝ, વાંકાનેર, વાંકાનેર તાલુકા પોલીસ મથક વિસ્તારમાં દ્વારા અત્યારસુધીમાં અલગ અલગ સમયે કુલ 25 ગુનાઓમાં પકડાયેલા રૂ.47,14,345 ની કિંમતનો 14,895 જેટલી વિદેશી દારૂની બોટલ નાશ કરવા અંગે કોર્ટમાં તાલુકા પોલીસ દ્વારા મંજૂરી માગવામાં આવી હતી. જે બાદ કોર્ટ દ્વારા આ દારૂ નાશ કરવા હુકમ કરવામાં આવતા જિલ્લા પોલિસ વડા એસ.આર.ઓડેદરા ની સૂચનાથી વાંકાનેર તાલુકા બાઉન્ડ્રી વિસ્તારમાં સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એન એફ.વસાવા ડી.વાય.એસ.પી રાધિકા ભારાઈ, નશાબંધી અધિકારી એચ.જે ગોહિલ તેમજ વાંકાનેર મામલતદાર તાલુકા પોલીસ મથકના પી.એસ.આઈ આર.પી જાડેજાની હાજરીમાં આ તમામ દારૂના મુદામાલ પર રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો….

Read More

ગીર સોમનાથ જિલ્‍લામાં સભા સરઘસબંધી અંગેના આદેશ જારી કરાયો

ગીર સોમનાથ જિલ્‍લામાં સભા સરઘસબંધી અંગેના આદેશ જારી કરાયો

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ, તા. ૧૫, ગીર સોમનાથ જિલ્‍લામાં પ્ર. પાટણ ખાતે સોમનાથ મંદિર આવેલ છે. જેની તકેદારી રાખવા તેમજ આગામી તહેવારો અને જિલ્લાના વેરાવળ/પ્ર. પાટણ, કોડીનાર તથા ઉના કોમી દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ હોય ઉપરાંત જિલ્‍લામાં આગામી સમયમાં તહેવારો આવનાર હોય ત્યારે તમામ સ્‍તરે કાયદો અને વ્‍યવસ્‍થા જાળવાઇ રહે તે હેતુથી કોઇપણ સભા કે સરઘસ વગર પરવાનગીએ ના કાઢે તે માટે સમગ્ર જિલ્‍લામાં અધીક જિલ્‍લા મેજસ્‍ટ્રેટ ડો.બી.એસ.પ્રજાપતિને મળેલ સત્તાની રૂએ પ્રતિબંધાત્‍મક આદેશ જારી કરેલ છે. આ આદેશ સરકારી ફરજમાં હોય તેવી ગૃહ રક્ષણ મંડળીઓ, સરકારી નોકરીએ અવર જવર કરતી હોય…

Read More

ગીર સોમનાથ જિલ્લાની સરકારી કચેરીમાં કોવિડ-૧૯ની સાવચેતી માટે શપથ ગ્રહન

ગીર સોમનાથ જિલ્લાની સરકારી કચેરીમાં કોવિડ-૧૯ની સાવચેતી માટે શપથ ગ્રહન

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ, તા.૧૫, કોવિડ-૧૯ જન આંદોલન અને સાવચેતીના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લાની સરકારી કચેરીઓમાં અધિકારીઓ અને કર્મચારીઓએ શપથ ગ્રહન કર્યા હતા. કોરોનાના સંક્રમણથી બચવા માટે કર્મચારીઓ સંકલ્પબધ્ધ થયા હતા. હું માસ્ક પહેર્યા વિના ઘરની બહાર નહીં નીકળું, દરેકથી ઓછામાં ઓછું ૬ ફૂટ નું અંતર જાળવીશ, વારંવાર સાબુથી હાથ ધોઈશ કે સેનેટાઈઝ કરતો રહીશ, મારી તથા મારા સ્વજનોની રોગપ્રતિકારક શક્તિ વધારવા આયુષની ઉપચાર પદ્ધતિઓ અપનાવીશ અને યોગ-વ્યાયામ ઈત્યાદિથી જીવનશૈલી સુધારીશ, મારા પરિવાર અને સમાજના વડીલો, બાળકો અને બીમાર લોકોની વિશેષ કાળજી રાખીશ તે માટે પ્રતિજ્ઞા લીધી હતી. રિપોર્ટર :…

Read More

ગીર સોમનાથ જિલ્‍લામાં હથિયારબંધી

ગીર સોમનાથ જિલ્‍લામાં હથિયારબંધી

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ, તા. ૧૫, ગીર સોમનાથ જિલ્‍લામાં પ્ર. પાટણ ખાતે સોમનાથ મંદિર આવેલ છે. જેની તકેદારી રાખવા તેમજ, ગીર/જંગલ વિસ્તારમાં વન્ય પ્રાણીઓના શીકારના બનાવો બનતા હોય તેમજ આગામી તહેવારો અને જિલ્લાના વેરાવળ/પ્ર. પાટણ, કોડીનાર તથા ઉના કોમી દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ હોય ઉપરાંત જિલ્‍લામાં આગામી સમયમાં તહેવારો આવનાર હોય ત્યારે તમામ સ્‍તરે કાયદો અને વ્‍યવસ્‍થા જાળવાઇ રહે તે હેતુથી સમગ્ર જિલ્‍લામાં અધીક જિલ્‍લા મેજસ્‍ટ્રેટ ડો.બી.એસ.પ્રજાપતિને મળેલ સત્‍તાની રૂએ પ્રતિબંધાત્‍મક આદેશ જારી કરેલ છે. જે અંતર્ગત શસ્ત્ર દંડા, તલવાર, ભાલા, ચપ્‍પુ, લાકડી અથવા શારિરીક હિંસા પહોંચાડવામાં ઉપયોગી થઇ શકે તેવી…

Read More

જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લા ના સાંસદ રાજેશભાઈ ચુડાસમા ની વિશેષ ઉપસ્થિત માં ખાટલા બેઠક નું આયોજન

જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લા ના સાંસદ રાજેશભાઈ ચુડાસમા ની વિશેષ ઉપસ્થિત માં ખાટલા બેઠક નું આયોજન

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ ગત રોજ જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લા ના સાંસદ રાજેશભાઈ ચુડાસમા ની વિશેષ ઉપસ્થિત માં ગીર સોમનાથ જિલ્લાના ભાલપરા જીલ્લા પંચાયત ની સીટના આગેવાનો તેમજ ખેડુતો મિત્રો સાથે ખાટલા બેઠક આયોજન કરી કૂષિ બિલ વિષે માહિતગાર કર્યા હતા. જેમાં પુવૅ કેબીનેટ મંત્રી જશાભાઇ બારડ તેમજ બીજ નિગમ ના ચેરમેન રાજશીભાઇ જોટવા તેમજ પ્રદેશ કારોબારી સદસ્ય શૈલેન્દ્રસિંહ રાઠોડ તેમજ ગીર સોમનાથ ભાજપ ના મહામંત્રી મહેન્દ્રભાઈ પીઠડીયા તેમજ માનસિંગ ભાઇ પરમાર તેમજ પ્રવિણભાઇ આમહેડા તેમજ તાલુકા ભાજપ પ્રમુખ હરદાસ ભાઇ સોલંકી તથા જીલ્લા પંચાયત ના સદસ્ય તેમજ ભાલપરા…

Read More

અંબુજા કંપની ખાતે સ્થાનિક રોજગારીના મુદ્દે આંદોલન બન્યું ઉગ્ર

અંબુજા કંપની ખાતે સ્થાનિક રોજગારીના મુદ્દે આંદોલન બન્યું ઉગ્ર

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ # ડસ્ટિંગ ઉડતા મહિલાઓએ કંપનીનો રસ્તો કર્યો બંધ # પ્રવિણ રામે સ્થળ પર જઈ આંદોલનકારીઓને આપ્યું સમર્થન # જ્યાં સુધી મુદ્દાનું નિરાકરણ ના થાય ત્યાં સુધી જગ્યા ના છોડી પ્રવિણ રામે ગાંધીસિંધ્યા માર્ગે લડાઇ ચાલુ રાખવા કર્યું આહવાન # પ્રવિણ રામ આંદોલનમાં સક્રિય થતા આવતી કાલે કંપનીના અધિકારીઓ કરી શકે છે બેઠક રિપોર્ટર : તુલસી ચાવડા, ગીર સોમનાથ

Read More