ગીર સોમનાથ જિલ્‍લામાં સભા સરઘસબંધી અંગેના આદેશ જારી કરાયો

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ,

તા. ૧૫, ગીર સોમનાથ જિલ્‍લામાં પ્ર. પાટણ ખાતે સોમનાથ મંદિર આવેલ છે. જેની તકેદારી રાખવા તેમજ આગામી તહેવારો અને જિલ્લાના વેરાવળ/પ્ર. પાટણ, કોડીનાર તથા ઉના કોમી દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ હોય ઉપરાંત જિલ્‍લામાં આગામી સમયમાં તહેવારો આવનાર હોય ત્યારે તમામ સ્‍તરે કાયદો અને વ્‍યવસ્‍થા જાળવાઇ રહે તે હેતુથી કોઇપણ સભા કે સરઘસ વગર પરવાનગીએ ના કાઢે તે માટે સમગ્ર જિલ્‍લામાં અધીક જિલ્‍લા મેજસ્‍ટ્રેટ ડો.બી.એસ.પ્રજાપતિને મળેલ સત્તાની રૂએ પ્રતિબંધાત્‍મક આદેશ જારી કરેલ છે.

આ આદેશ સરકારી ફરજમાં હોય તેવી ગૃહ રક્ષણ મંડળીઓ, સરકારી નોકરીએ અવર જવર કરતી હોય તેવી વ્યકિતને, કોઇ લગ્‍નનાં વરઘોડાને, સ્‍મશાન યાત્રા કે જેમાં જોડાનાર વ્‍યક્તિઓને, સક્ષમ અધિકારીની કાયદેસર પરવાનગી લઇને તેમને લાગુ પડશે નહિં. હુકમનો પાલન ન કરનારને અથવા તેુ પાલન ન કરવામાં કોઇને મદદ કરનારને ગુન્‍હો સાબીત થયે એક માસની સાદી કેદ અથવા રૂા. ૨૦૦ દંડ અથવા બન્ને સજા થઇ શકે છે. અને આ હુકમની અવગણના માનવ જીવનને અથવા સ્વાસ્થયને અથવા સલામતીને નુકશાન કરે, ભય ઉત્પન્ન થાય અથવા કોઇ હુલ્લડ, બખેડો થાય તેવા વ્યકિત ૬ (છ) માસ સુધીની પરિશ્રમ અથવા સાદી કેદ અથવા રૂા. ૧૦૦૦/- સુધીનો દંડ સહિત બંન્ને શિક્ષાને પાત્ર ઠરશે. આ જાહેરનામુ તા.૨૩/૧૦/૨૦૨૦થી દિન-૩૦ સુધી અમલમાં રહેશે.

રિપોર્ટર : તુલસી ચાવડા, ગીર સોમનાથ

Related posts

Leave a Comment