ગાંધીનગર ખાતે ઈન્ડિયન એરફોર્સના 93મા સ્થાપના દિવસ યોજાયો

હિન્દ ન્યુઝ, ગાંધીનગર

    મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઈન્ડિયન એરફોર્સના 93મા સ્થાપના દિવસ નિમિત્તે ગાંધીનગર ખાતે આયોજિત કાર્યક્રમમાં ઇન્ડિયન એરફોર્સના મુખ્ય અધિકારીઓ, જવાનો તથા અન્ય મહાનુભાવો સાથે સહભાગી થયા હતા.

   મુખ્યમંત્રીએ આ અવસરે ભારતીય વાયુસેનાના સાહસ, સમર્પણ અને પરાક્રમને બિરદાવતા જણાવ્યું હતું કે, પાછલા વર્ષોમાં ભારતીય વાયુ સેનાની યાત્રા અદ્ભુત રહી છે અને આ સેનાએ હંમેશા દેશના ગૌરવમાં અભિવૃદ્ધિ કરી છે. તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતીય વાયુ સેનાના પાછલા 10 વર્ષ એક સ્વર્ણિમ દશક તરીકે સાબિત થયા છે. તેમણે રાફેલ જેવા અત્યાધુનિક વિમાન, આધુનિક ટેક્નોલોજીથી સજ્જ સૈન્ય ઉપકરણો તેમજ શસ્ત્રોથી સજ્જ ભારતીય વાયુ સેનાને વિશ્વની સૌથી સશક્ત સેનાઓમાંની એક સેના ગણાવી હતી. મુખ્યમંત્રીએ વડાપ્રધાનના માર્ગદર્શનમાં ભારતીય વાયુ સેના દ્વારા કરવામાં આવેલી એર સ્ટ્રાઈક અને ઓપરેશન સિંદૂર જેવા સફળ પ્રયાસોનો સંદર્ભ આપી ભારતીય વાયુસેના દ્વારા અપ્રતિમ અને સાહસ અને પરાક્રમ બદલ ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી.

Related posts

Leave a Comment