વાંકાનેર: ૪૭.૧૪ લાખની કિંમતના વિદેશી દારૂ પર પોલીસે રોલર ફેરવ્યું

હિન્દ ન્યૂઝ, વાંકાનેર,

વાંકાનેર તાલુકા પોલીસ મથક વિસ્તારમાં દ્વારા અત્યારસુધીમાં અલગ અલગ સમયે કુલ 25 ગુનાઓમાં પકડાયેલા રૂ.47,14,345 ની કિંમતનો 14,895 જેટલી વિદેશી દારૂની બોટલ નાશ કરવા અંગે કોર્ટમાં તાલુકા પોલીસ દ્વારા મંજૂરી માગવામાં આવી હતી. જે બાદ કોર્ટ દ્વારા આ દારૂ નાશ કરવા હુકમ કરવામાં આવતા જિલ્લા પોલિસ વડા એસ.આર.ઓડેદરા ની સૂચનાથી વાંકાનેર તાલુકા બાઉન્ડ્રી વિસ્તારમાં સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એન એફ.વસાવા ડી.વાય.એસ.પી રાધિકા ભારાઈ, નશાબંધી અધિકારી એચ.જે ગોહિલ તેમજ વાંકાનેર મામલતદાર તાલુકા પોલીસ મથકના પી.એસ.આઈ આર.પી જાડેજાની હાજરીમાં આ તમામ દારૂના મુદામાલ પર રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો.

રિપોર્ટર : ચતુર બાબરીયા, વાંકાનેર

Related posts

Leave a Comment