વાંકાનેરના ટોલનાકા પાસેથી બાઇક ચોર પકડાયો

હિન્દ ન્યૂઝ, વાંકાનેર,

વાંકાનેરના વઘાસિયા ટોલનાકા નજીક સિટી પોલીસની ટીમે જુવાનસિંહ બીજલભાઈ પટેલ ઉ.વ.24 રહે. ગોધરાવાળાને જીજે 03 ઇએસ 2456 નંબરના ચોરાઉ પ્લેન્ડર બાઇક સાથે પકડી પાડયો હતો. પ્રાથમિક તપાસમાં આ શમ્સ અગાઉ ગોધરા એ ડિવિઝન વિસ્તારમાં પણ બાઇક ચોરીના ગુનામાં પકડાયેલ હોવાનું ખુલ્યું છે. આ કામગીરીમાં વાંકાનેર સિટી પોલીસના હેડ કોન્સ. કિરીટસિંહ ઝાલા, અશ્વિનસિંહ આનંદસિંહ, વિરેન્દ્રસિંહ ઝાલા, કોન્સ. સંજયસિંહ જાડેજા અને દિવ્યરાજસિંહ ઝાલા સહિતના જોડાયા હતા.

રિપોર્ટર : ચતુર બાબરીયા, વાંકાનેર

Related posts

Leave a Comment