હિન્દ ન્યૂઝ, થરાદ, આજરોજ થરાદ ખાતે મહિલા બાળ વિકાસ અધિકારી બનાસકાંઠા પાલનપુરના સીધા માર્ગદર્શન હેઠળ વિવિધ લક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર થરાદ દ્વારા 11મી ઓક્ટોબર 2020 ‘રાષ્ટ્રીય બાલિકા દિવસ’ નિમિત્તે ‘બેટી બચાવો બેટી પઢાવો’ દીકરીના જન્મને વધાવીએ અને ઉત્સવ તરીકે ઊજવીએ, એ અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરેલ. જેમાં થરાદ વી.એમ.કે.ની બહેનોએ થરાદ શહેરમાં ડોર ટુ ડોર લોક સંપર્ક કરી મહિલાલક્ષી યોજનાઓની જાણકારી આપતી થેલીઓનનુ વિતરણ કરી બેટી બચાવો બેટી પઢાવો ના સ્ટીકર દરેકના ઘર પર…
Read MoreDay: October 12, 2020
થરાદ ના વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર ની બહેનોએ થરાદના મહિલા આઇ.પી.એસ. ની શુભેચ્છા મૂલાકાત લીધી
હિન્દ ન્યુઝ, થરાદ, વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર થરાદ ની બહેનોએ થરાદના મહિલા આઇ.પી.એસ. પૂજા યાદવ ની શુભેચ્છા મૂલાકાત લીધી હતી. જેમાં સામાજિક કાર્યકર કુસુમબેન રમેશભાઈ પંડ્યા એ કેન્દ્રની મહિલા લક્ષી સરકારી યોજનાઓ વિશે વિવિધ કામગીરી ની આછી ઝલક આપી હતી. સંસ્થાના પ્રમુખ રમેશકુમાર એમ. પંડ્યા એ તરૂણા એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ બુઢનપુર ની કામગીરી તેમજ ડોમેસ્ટિક વાયોલેન્સ ના કેસમાં મહિલાઓને મદદરૂપ થવાની આછી જલક આપી હતી. અંતે એમનો આભાર વ્યક્ત કરી એમની કામગીરીને બિરદાવી હતી. રિપોર્ટર : રમેશ પંડ્યા, થરાદ
Read Moreદારૂડિયા તત્વો નો ત્રાસ વખા ગામે હનુમાન દાદા ના મંદિર આગળ શ્રધ્ધાળુઓ એ દેશી દારૂ ની થેળીયો વેણી ગ્રામજનો પરેશાન
હિન્દ ન્યુઝ , દિયોદર દિયોદર તાલુકા માં ઘણા સમય થી દેશી દારૂ ના અડ્ડા ખુલ્લેઆમ ધમધમી રહ્યા છે. જેમાં પોલીસ તંત્ર માત્ર દેખાવ પૂરતો દારૂ ઝડપી પાડી દેખાવો કરી રહી છે ત્યારે દિયોદર પોલીસે સરદારપુરા(જ) ગામે ખાનગી બાતમી ના આધારે બે અલગ અલગ સ્થળ પર થી 70 લીટર દારૂ ગાળવાનો વોશ ઝડપી પાડ્યો છે. ત્યારે બીજી તરફ યાત્રાળુઓ માટે ધાર્મિક સ્થળ એટલે કે દિયોદર ના વખા ગામે શ્રધ્ધાળુ અને ગ્રામજનો એ હનુમાન દાદા ના મંદિર આગળ થી દારૂડિયા તત્વો ના ત્રાસ ના કારણે અનેક સ્થળ પર દારૂ ની થેળીયો એકઠી…
Read Moreભાભર તાલુકા ના કુવાળા ગામે ગ્રામ પંચાયત ના તલાટી ક્રમ મંત્રી ઘર વેરા ની વસુલાત કરી,
હિન્દ ન્યૂઝ, દિયોદર , કોરોના વાઇરસ ની ગંભીર મહામારી વચ્ચે લોક ડાઉન લાદવામાં આવતા વર્તમાન સમય ઘણા લોકો ને આર્થિક મુશ્કેલી વેઠવી પડી છે. જેમાં સરકાર દ્વારા પણ અત્યારે આવા સમય અનેક લોકો ના વ્યાજ માફ કરવામાં આવ્યા છે અને હાલ આત્મનિર્ભર બનવા માટે સલાહ આપવામાં આવી રહી છે. જેમાં જિલ્લા ના ભાભર તાલુકા ના કુવાળા ગામે ગ્રામ પંચાયત ના તલાટી એ વિધવા મહિલા પાસે ગ્રામ પંચાયત નો વેરો વસૂલવા માટે વિધવા સહાય ફોર્મ પર સહી ના કરી આપતા આખરે વિધવા મહિલા ને ચાંદી ના દાગીના ગીરવે મૂકી ગ્રામ પંચાયત…
Read Moreરાજકોટ શહેર ના ભાવનગર રોડ કાળીપાટ ના પાટીયા નજીક ગેરકાયદેસર ઈંગ્લીસ દારૂનો મોટો જથ્થો પકડી પાડતી રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ
હિન્દ ન્યૂઝ, રાજકોટ, તા.૧૨/૧૦/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર પોલીસ પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળતા ભાવનગર રોડ કાળીપાટ ગામના પાટીયા પાસેથી માં આશાપુરા હોટેલ સામેથી એક રેતી કોક્રેચના મિક્સર મશીન ઝડપી પાડવામાં આવ્યું હતું. જેમાં બિસ્નોઈ જાતિનો આરોપી બલવંતસીંગ સોનારામજી શાહુ (ઉ.૪૫) રહે. સીવાડા ગામ રજાવતકા ગોલીયા એરિયા થાના-શીતલવાના તા.સાંચોર જી.જાલોર રાજ્ય.રાજસ્થાનના વતનીએ તેના રેતી કોક્રેચના મિક્સર મશીનમાં મોટા પ્રમાણમાં ગેરકાયદેસર ઇંગલીશ દારૂનો મોટો જથ્થો ભરી રાખ્યો હતો. ૪,૬૮,૦૦૦ રૂપિયાનો ભારતીય બનાવટનો વિદેશીદારૂની બોટલ રોયલ ચેલેન્જ, ગોલ્ડ વ્હીસ્કીની નંગ.૭૫ અને બોટલ નંગ.૯૦૦ તેમજ ૯,૬૦,૦૦૦ રૂપિયાનો ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ મેકડોવલ્ નંબર-૧…
Read Moreરાજકોટ શહેર જીલ્લા ડેરીના ચેરમેન પદે ગોરધનભાઈ ધામેલીયા
હિન્દ ન્યૂઝ, રાજકોટ, તા.૧૨/૧૦/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર ડેરીના વર્તમાન ચેરમેન ગોવિંદભાઈ રાણપરીયાએ નવા ચેરમેનપદ માટે વિરપુરના ગોરધનભાઈ ધામેલીયાનું નામ રજુ કરતા તમામ સભ્યોએ સહમતિ આપી હતી. રાજકોટ ડેરીના ચેરમેન તરીકે ગોરધનભાઈ ધામેલીયા નિશ્ર્ચિત મનાઈ છે. ગોરધનભાઈ ધામેલીયા જીલ્લા પંચાયતમાં સભ્યપદે રહી ચુક્યા છે. તેમજ રાજકોટ ડિસ્ટ્રીકટ બેંકમાં પણ ડિરેકટર છે. અને વિઠ્ઠલભાઈ રાદડીયાના વિશ્ર્વાસુ સાથીદાર તરીકે વર્ષો સુધી કામ કર્યું છે. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ
Read Moreરાજકોટ શહેરનાં પૂર્વ રાજવી સ્વ.મનોહરસિંહ જાડેજાની બીજી પૂણ્યતિથિએ શ્રી રણછોડદાસજી બાપુનાં આશ્રમ ખાતે સંતોને ભોજન કરાવ્યું
હિન્દ ન્યૂઝ, રાજકોટ, તા.૧૨/૧૦/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર ના સ્વ.ઠાકોર સાહેબ શ્રી.મનોહરસિંહજી જાડેજાના જીવનમાંથી નવી પેઢીએ, યુવાન મિત્રોએ જે પ્રેરણા લેવાની છે. તે આ છે કે પોતે કોઇ પણ પરિવારનું પ્રતિનિધિત્વ કરતા હોય. સોશિયલ સ્ટેટસ કંઇ પણ હોય, પોતાના ક્ષેત્રમાં આગળ હોય છતાં માતા-પિતાની સેવા અને આદર એ પ્રથમ કર્તવ્ય છે. મનોહરસિંહજી જાડેજા એક પુજા વાત્સલ્ય રાજા હતા. પ્રજાનાં સુખે સુખી અને લોકોના દુ:ખે દુખી તેવું તેમનું વ્યકિત્વ અને સ્વભાવ હતા. રાજવી હોવા ઉપરાંત તેઓ રાજનેતા, રાજમંત્રી, શ્રેષ્ઠ ક્રિકેટર, બેસ્ટ પાર્લામેન્ટરીયન, કવિ, લેખક, વાચકુ, સાહિત્યરસિક એમ બહુમુખી પ્રતિભા ધરાવતા હતા.…
Read Moreગુજરાત ઔષધીય બોર્ડ ગાંધીનગર અને હરિભૂજલ વિકાસ મંડળ ના સંયુક્ત ઉપક્રમે આશ્રમશાળા મા ઔષધીય વનસ્પતિ નુ વાવેતર
હિન્દ ન્યૂઝ, નર્મદા, ગુજરાત આૈષધિય વનસ્પતિ બોર્ડ ગાંધીનગર અને હરિભૂજલ વિકાસ મંડળ ગોધર તા.સંતરામપુર, જી.મહીસાગર ના સંયુક્ત ઉપક્રમે ડેડીયાપાડા તાલુકા ની વિવિધ આશ્રમશાળા મા ઔષધીય વનસ્પતિ નુ વાવેતર કરવામાં આવ્યું. શ્રી હરિભૂજલ વિકાસ મંડળ ના પ્રતિનિધિ પટેલ માનસીબેન મણિલાલ ની ટીમ દ્વારા શાળાઓમાં ઔષધીય વનસ્પતિ જેવી કે આંબળા, અરડૂસી, તુલસી, શતાવરી, જીવંતિ, સરગવો, પાનકૂટી, બ્રહ્મમી, કૂવરપાઠુ જેવી વનસ્પતિનુ વાવેતર ગુજરાત ઔષધીય બોર્ડ તરફથી મળેલી સૂચના મુજબ હરિભૂજલ વિકાસ મંડળ ના કર્મયોગી હરેશભાઈ ની હાજરી માં કરવામાં આવ્યું. શાળા પરિવાર તરફથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો. રિપોર્ટર : હિતેન્દ્ર વાંસદિયા, નર્મદા
Read Moreઅંબાજી અને આજુ બાજુના વિસ્તારમાં મોતની મુસાફરી યથાવત અકસ્માત થવા છતાં તંત્ર કોઈ જાતના એક્શન મૂડમાં નહી
હિન્દ ન્યુઝ, અંબાજી બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના ઘણા એવા માર્ગો વળાંકો અને ઢળાવવાળા છે. આ વિસ્તાર ડુંગરાળ વિસ્તાર તરીકે ઓળખાતા હોય છે. ત્યારે આ વિસ્તારમાં અવારનવાર અકસ્માત સર્જાવાની ઘટના પણ સામે આવતી હોય છે. આ વિસ્તારમાં અમુક ડ્રાઈવરો વધારે પૈસા કમાવવાની લાલચમાં આ વિસ્તાર ની ભોળી પ્રજાને મોતના મોમાં લઈ જઈ રહ્યા છે. તેમ છતાં અંબાજી ટ્રાફિક પોલીસ અને આર.ટી.ઓ. મૌન ધારણ કરી બેઠા હોય તેવું લાગી રહ્યું છે. તાજેતરમાં ગુરૂવારના રોજ જાંબુડી તરફથી આવી રહેલી જીપનો અકસ્માત સર્જાયો હતો અને આ અકસ્માતમાં એક યુવતી નું મૃત્યુ થયું હતું. તેમ…
Read Moreબોટાદ જિલ્લા ના બરવાળા તેમજ ગઢડા પોલીસ સ્ટેશન ની દીવાલ પર જુદા જુદા સંદેશ આપતા વોલ પેઇન્ટિંગ બનાવમાં આવ્યા
હિન્દ ન્યૂઝ, બોટાદ, બોટાદ જિલ્લા ના બરવાળા તેમજ ગઢડા પોલીસ સ્ટેશન ની દીવાલ પર જુદા જુદા સંદેશ અને પબ્લિક ને મેસેજ આપતા વોલ પેઇન્ટિંગ બનાવમાં આવ્યા. જેમાં બોટાદ ના ડ્રોઈંગ ટીચર જગદીશ પરમાર દ્વારા ધોરણ 8 થી કૉલેજ સુધીના વિદ્યાર્થી ઓ ને સતત ચિત્ર નું સારું એવું માર્ગદર્શન આપી ને ખુબજ સારી સેવા આપેલ. જેથી દરેક નાગરિકોને એક એક દિવાલ પર પેઇન્ટિંગ સ્પર્શી જાય અને પબ્લિક ને મેસેજ સુધી સારા મેસેજ પોહચે એજ હેતુ થી સુંદર વોલ પેઇન્ટિંગ નું આયોજન કરેલ. રિપોર્ટ : જયેશભાઈ મોરી, થાનગઢમાં
Read More