ભાભર તાલુકા ના કુવાળા ગામે ગ્રામ પંચાયત ના તલાટી ક્રમ મંત્રી ઘર વેરા ની વસુલાત કરી,

હિન્દ ન્યૂઝ, દિયોદર ,

કોરોના વાઇરસ ની ગંભીર મહામારી વચ્ચે લોક ડાઉન લાદવામાં આવતા વર્તમાન સમય ઘણા લોકો ને આર્થિક મુશ્કેલી વેઠવી પડી છે. જેમાં સરકાર દ્વારા પણ અત્યારે આવા સમય અનેક લોકો ના વ્યાજ માફ કરવામાં આવ્યા છે અને હાલ આત્મનિર્ભર બનવા માટે સલાહ આપવામાં આવી રહી છે. જેમાં જિલ્લા ના ભાભર તાલુકા ના કુવાળા ગામે ગ્રામ પંચાયત ના તલાટી એ વિધવા મહિલા પાસે ગ્રામ પંચાયત નો વેરો વસૂલવા માટે વિધવા સહાય ફોર્મ પર સહી ના કરી આપતા આખરે વિધવા મહિલા ને ચાંદી ના દાગીના ગીરવે મૂકી ગ્રામ પંચાયત નો વેરો ભરવો પડ્યો છે. જેમાં વિધવા મહિલા એ જણાવેલ કે સાન્તાબેન ઠાકોરે જણાવેલ કે હું વિધવા મહિલા શુ અને મજૂરી કરી મારા પરિવાર નું ગુજરાન ચલાવું છુ, અત્યારે આવા સમયે માંડ ઘર ચાલે છે. હાલ રૂપિયા ક્યાંથી લાવું સરકાર વિધવા મહિલા ને વિધવા પેન્શન આપે છે. એટલે મેં થોડી સહાય મળે તે માટે વિધવા ફોર્મ લાવ્યું હતું. જેમાં તલાટી ની સહી ની જરૂર હોવાથી અમો તલાટી પાસે સહી કરાવવા ગયા ત્યારે ઘર વેરો અને પાણી વેરો બાકી હોવાથી સહી કરી ન હતી. જેથી મારી પાસે રોકડ રૂપિયા ના હોવાથી મેં મારા એક ચાંદીનાં દાગીના ગીરવે મૂકી ઘર વેરો ભરતા મને વિધવા સહાય ઉપર સહી કરી આપી છે. કુવાળા ગામ માં અનેક લોકો ના ઘર વેરા અને પાણી વેરા બાકી છે. પણ છતાં આવા સમયે અમારા પાસે થી ઘર વેરા અને પાણી વેરા વસુલે છે. આ બાબતે ગામ ના જાગૃત લોકો એ પણ રોષ વ્યકત કર્યો છે અને આવા સમયે વિધવા મહિલા પાસે ગ્રામ પંચાયત વસુલાત ના કરે તેવી માંગ કરી છે.

રિપોર્ટર : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment