હિન્દ ન્યુઝ , દિયોદર
દિયોદર તાલુકા માં ઘણા સમય થી દેશી દારૂ ના અડ્ડા ખુલ્લેઆમ ધમધમી રહ્યા છે. જેમાં પોલીસ તંત્ર માત્ર દેખાવ પૂરતો દારૂ ઝડપી પાડી દેખાવો કરી રહી છે ત્યારે દિયોદર પોલીસે સરદારપુરા(જ) ગામે ખાનગી બાતમી ના આધારે બે અલગ અલગ સ્થળ પર થી 70 લીટર દારૂ ગાળવાનો વોશ ઝડપી પાડ્યો છે. ત્યારે બીજી તરફ યાત્રાળુઓ માટે ધાર્મિક સ્થળ એટલે કે દિયોદર ના વખા ગામે શ્રધ્ધાળુ અને ગ્રામજનો એ હનુમાન દાદા ના મંદિર આગળ થી દારૂડિયા તત્વો ના ત્રાસ ના કારણે અનેક સ્થળ પર દારૂ ની થેળીયો એકઠી કરી નાશ કર્યો હતો. જેથી સાબિત થાય છે કે હાલ પણ ગ્રામીણ વિસ્તાર માં દેશી દારૂ ના અડ્ડા ખુલ્લે આમ ધમધમી રહ્યા છે. પોલીસ તંત્ર જાણે પોલીસ ની કામગીરી બતાવવા માટે માત્ર દેખાવ પૂરતો દારૂ ઝડપી ફરિયાદ નોંધે છે ત્યારે વખા ગામે પણ દારૂ નું વેચાણ કરતા તત્વો સામે અને દારૂ પીને સાટકા બનતા ઈસમો સામે પોલીસ તંત્ર દ્વારા લાલઆંખ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. દિયોદર થી માત્ર બે કિમિ. અંતર માં આવેલ બોડા ગામ અને બીયોકપરા વિસ્તાર દેશી દારૂ નું એપી સેન્ટર ગણવામાં આવે છે. જેમાં દિવસ દરમિયાન અહીં અનેક દારૂડિયા તત્વો નશા ની હાલત માં ફરતા જોવા મળે છે. અહીં હજારો લીટર ખુલ્લેઆમ દારૂ વેચાય છે અને નવ યુવાધન બરબાદી તરફ ધકેલાઈ રહ્યા છે. જો પોલીસ તંત્ર દ્વારા ઓચિંતી તપાસ કરે તો મોટાભાગે દેશી દારૂ મળી આવે તેમ છે.
રિપોર્ટર : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર