થરાદ ના વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર ની બહેનોએ થરાદના મહિલા આઇ.પી.એસ. ની શુભેચ્છા મૂલાકાત લીધી

હિન્દ  ન્યુઝ, થરાદ,

વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર થરાદ ની બહેનોએ થરાદના મહિલા આઇ.પી.એસ. પૂજા યાદવ ની શુભેચ્છા મૂલાકાત લીધી હતી. જેમાં સામાજિક કાર્યકર કુસુમબેન રમેશભાઈ પંડ્યા એ કેન્દ્રની મહિલા લક્ષી સરકારી યોજનાઓ વિશે વિવિધ કામગીરી ની આછી ઝલક આપી હતી. સંસ્થાના પ્રમુખ રમેશકુમાર એમ. પંડ્યા એ તરૂણા એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ બુઢનપુર ની કામગીરી તેમજ ડોમેસ્ટિક વાયોલેન્સ ના કેસમાં મહિલાઓને મદદરૂપ થવાની આછી જલક આપી હતી. અંતે એમનો આભાર વ્યક્ત કરી એમની કામગીરીને બિરદાવી હતી.

રિપોર્ટર : રમેશ પંડ્યા, થરાદ

Related posts

Leave a Comment