થરાદ ખાતે મહિલા બાળ વિકાસ અધિકારી બનાસકાંઠા પાલનપુરના સીધા માર્ગદર્શન હેઠળ ‘રાષ્ટ્રીય બાલિકા દિવસ’ નિમિત્તે ઉજવણી

હિન્દ ન્યૂઝ, થરાદ,

                                   આજરોજ થરાદ ખાતે મહિલા બાળ વિકાસ અધિકારી બનાસકાંઠા પાલનપુરના સીધા માર્ગદર્શન હેઠળ વિવિધ લક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર થરાદ દ્વારા 11મી ઓક્ટોબર 2020 ‘રાષ્ટ્રીય બાલિકા દિવસ’ નિમિત્તે ‘બેટી બચાવો બેટી પઢાવો’ દીકરીના જન્મને વધાવીએ અને ઉત્સવ તરીકે ઊજવીએ, એ અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરેલ. જેમાં થરાદ વી.એમ.કે.ની બહેનોએ થરાદ શહેરમાં ડોર ટુ ડોર લોક સંપર્ક કરી મહિલાલક્ષી યોજનાઓની જાણકારી આપતી થેલીઓનનુ વિતરણ કરી બેટી બચાવો બેટી પઢાવો ના સ્ટીકર દરેકના ઘર પર લગાવવાની કામગીરી કરેલ. છેલ્લે થરાદ પોલીસ સ્ટેશનમાં આવી પી.આઇ. તેમજ મહિલા પોલીસ કર્મીઓને સાથે મળી યોજનાની જાણકારી આપી, બેટી બચાવો બેટી પઢાવો ની વાત સાથે પત્રકારો સાથે પણ બેઠક કરેલ. આમ થરાદ ખાતે તરૂણા એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ સંચાલિત ચાલતા વિવિધ લક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર માં મહિલા અત્યાચારના બનાવો, ઘરેલુ હિંસા, વહાલી દીકરી યોજના ના ફોર્મ ભરવાની કામગીરી, વિધવા બહેનોને પેન્શનને લગતી કામગીરી તેમજ મહિલાલક્ષી અનેક યોજનાઓની જાણકારી કેન્દ્રની બહેનો દ્વારા આપવામાં આવે છે. કેન્દ્રના સામાજિક કાર્યકર કુસુમબેન રમેશભાઈ પંડ્યા દ્વારા તાલુકાના ગામોનો સંપર્ક કરી બહેનોને વિવિધ યોજનાઓની જાણકારી આપવાનું કામ ડોમેસ્ટિક વાયોલેન્સના કેસમાં મદદરૂપ થવાનું કામ કરવામાં આવે છે. તરૂણા એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ ના પ્રમુખ રમેશભાઈ એમ. પંડ્યા આ વિસ્તારના લોકલ હોઈ ઉત્સાહથી કામગીરી કરી રહ્યા છે. સંસ્થા દ્વારા આ વિસ્તારમાં છેલ્લા ૨૦ વર્ષથી કામ કરી રહી છે.

રિપોર્ટર : રમેશ પંડ્યા, થરાદ

Related posts

Leave a Comment