હિન્દ ન્યૂઝ, ડભોઇ,
બરોડા જિલ્લા ના ડભોઇ તાલુકામાં આવેલા વઢવાણ ગામ તળાવ પાસે યુવાન મજૂરી કરવા ગયો હતો, જ્યાં તળાવમાં હાથ પગ ધોવા જતા દરમિયાન પગ લપસી પડતાં પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. ડભોઇ નગરના સુરજ ફળિયા ખાતે રહેતા જયંતિ ભાઈ ગરભડભાઈ વસાવા ઉ , 27 ડભોઇ તાલુકાના વઢવાણ ગામે મજુરી કામે ગયો હોય મજૂરી કામ કરી પરત ઘરે આવતા દરમિયાન વઢવાણા ગામના તળાવમાં હાથ પગ ધોવા ગયો હતો. તે વખતે પગ લપસી પડતા તળાવ ના ઉંડા પાણીમાં ડૂબી જવાથી ગામના ચોરા પર બેઠેલા લોકોએ જોઇ જતા ગામના તરવૈયાઓ દ્વારા તેની શોધખોળ કરતાં તેની મૃત હાલત મા લાશ મળી આવી હતી. પોલીસે બનાવ અંગે લાશનો કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
રિપોર્ટર : હુસેન મન્સૂરી, ડભોઈ