ડીસા તાલુકાના વિઠોદર થી રોબસ મોટી જવાના માર્ગ પર ઠેર ઠેર ગાબડા પડતા ગ્રામજનો હેરાન પરેશાન

હિન્દ ન્યૂઝ, ડીસા,

ડીસા તાલુકાના વિઠોદર થી રોબસ મોટી જવાના માર્ગ પર ઠેર ઠેર ગાબડા પડતા લોકો અવર જવર માટે હેરાન પરેશાન થઈ રહ્યા છે. આ બાબતે લોકોએ વારંવાર ગ્રામ પંચાયત માં રજૂઆત કરવા છતાં હજુ સુધી રોડની હાલત ‘જેસે થી વેસે હી હે,’ લોખમુખે ચર્ચાઈ રહ્યું છે કે અઢી કરોડ રૂપિયાના ખર્ચે બનાવેલા નવા રોડ જો દોઢ વર્ષમાં (18 -મહિનાની અંદર) તૂટી જતા હોય તો આનાથી મોટો ભષ્ટાચાર કોન્ટ્રાક્ટર કે તલાટી કે પછે સરપંચ હોઈ શકે. આ રોડ ના કોન્ટ્રાક્ટર જવાનસિંહ સોલંકી બનાવ્યો હોવાના લોકમુખે જાણવા મળી રહ્યું છે. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ કોન્ટ્રાક્ટર દ્વારા ઘોર બેદરકારી નું કામ સામે આવ્યું છે. જો આ રોડ ૧૮ મહિનાની અંદર તૂટી જતા હોય તો આ રોડ માં જિલ્લામાં અધિકારીઓ દ્વારા જ્યારે તપાસ કરાવશે કે કેમ તે એક મોટો સવાલ બન્યો છે. બનાસકાંઠામાં આવા કેટલાય ભ્રષ્ટાચાર કોન્ટ્રાક્ટર સામે વહિવટી તંત્ર લાલ આંખ ક્યારે કરશે અને ક્યારે પગલાં ભરે છે એતો આવનારો સમય બતાવશે. સોશિયલ મીડિયામાં જાગૃત નાગરિક દ્વારા આ રોડની માહિતી લઈને અઢાર મહિના અગાઉ રોડ બનાવેલો છે. તો તારીખ 19.4.2019 ના રોડ નું પૂર્ણ કામ થયેલું છે. રૂપિયાના ભ્રષ્ટાચાર કરતાં કોન્ટ્રાક્ટર સામે તંત્ર ક્યારે લાલ આંખ કરશે એવા સવાલ લોક ચર્ચામાં છે.

અહેવાલ : કંચન સિંહ વાઘેલા, ડીસા

Related posts

Leave a Comment