હિન્દ ન્યૂઝ, વાંકાનેર, વાંકાનેરના ગંગાબેન છેલ્લાં ચાર વર્ષથી સરકારી હોસ્પિટલમાં પ્રસૂતાને ચોખ્ખા ઘીથી બનાવેલો અને કાજુ, બદામ, પીસ્તા, ચારોલી યુક્ત શીરો ખવડાવીને માનવીની જાતને ઉજાળી રહ્યા છે. શહેરના ગાયત્રી મંદિર પાસે રહેતા ગંગાબેન કાનજીભાઈ ગમારા નાત જાતના ભેદભાવ વિના સ્વખર્ચે ડ્રાય ફ્રુટ શીરો પોતાના ઘરે જાતે જ બનાવી પોતે જ સિવિલ હોસ્પિટલ ખાતે જે કોઈ પણ અને ગમે તેટલી પ્રસુતાઓ હોય તે તમામને શીરો ખવડાવવી પુણ્ય નું ભાથું બાંધે છે. નિસ્વાર્થ ભાવે શીરો સવારે બનાવીને તેમના પતિ કાનજીભાઈની મદદથી મોટરસાયકલ પર સિવિલ હોસ્પિટલ પહોંચે છે. કાનજીભાઈએ દ્રઢ વિશ્વાસ સાથે જણાવ્યું…
Read MoreDay: October 21, 2020
બગસરા સથવારા સમાજની વાડીમાં ચૂંટણી મધ્યવર્તી કાર્યાલય ખુલ્લી મુકવામાં આવી
હિન્દ ન્યૂઝ, બગસરા, મળતી માહિતી મુજબ હાલ પેટા ચૂંટણી જાહેર થતાં જ પૂર્વ ધારાસભ્ય જેવી કાકડિયા, ધારી, બગસરા, ખાંભા ની સીટ પર વિજય મેળવવા તનતોડ મહેનત કરી રહ્યા છે. કોઈપણ હાલતે આ પેટા ચૂંટણીના જંગમાં વિજય મેળવવા બગસરા તાલુકાના દરેક ગામોમાં ખાટલા બેઠકો તેમજ લોક સંપર્ક કરી રહ્યા છે. રાતદિવસ એક કરી મતદારો તનતોડ મહેનત કરી રહ્યા છે. ચૂંટણી જંગમાં બગસરા ભાજપ ના દરેક કાર્યકરો પણ મહેનત કરી રહ્યા છે. જે આજે તારીખ ૨૧ ના રોજ બગસરા સથવારા સમાજની વાડીમાં ચૂંટણી મધ્યવર્તી કાર્યાલય ખુલ્લી મુકવામાં આવી છે. આ કાર્યાલય ના…
Read Moreઆજ રોજ ઓલ ઇન્ડિયા મહિલા કોંગ્રેસ અધ્યક્ષ સુષિમત દેવજી અને ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ અધ્યક્ષ ગાયત્રીબા વાધેલાની સુચના અનુસાર
હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ વેરાવળ શહેર મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા પ્રમુખ સંગીતાબેન ચાડપા ની અધ્યક્ષતા માં હાથરસની દીકરી મનીષા બેન વાલ્મીકિ ને વહેલી તકે ન્યાય મળે અને આરોપી ઓને ફાંસી સજા મળે એવી માંગ સાથે પી.એમ. નરેન્દ્ર મોદી અને એમ.આદિત્ય નાથ ને પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા. જેમાં વેરાવળ પાટણ શહેર મહિલા કોંગ્રેસ ના પ્રમુખ દેવીબેન ગોહિલ જિલ્લા મહિલા કોંગ્રેસ ના ઉપપ્રમુખ મૂરી બેન નાધેરા જિલ્લા મહામંત્રી મંજુલાબેન સોલંકી જેતુન બેન રીઝવવાના બેન ચોહાણ વગેરે મહિલા કાર્યકર બહેનો હાજર રહ્યા હતા. એમ સંગીતાબેન ચાડપા ની…
Read Moreકોડીનાર માં મુસ્લિમ સગીરા પર બલાત્કાર મામલે મુસ્લિમ એકતા મંચ લાલ ધુમ શહેરમાંથી આવેદનપત્રો આપી આક્રોશ ભરી રજુઆત કરી
હિન્દ ન્યૂઝ, કોડીનાર, કોડીનાર માં મુસ્લિમ સગીરા પર બલાત્કાર ના મામલે કાજ ગામ ના ખેતર માં મંજુરી કામ કરતી ૧૪ વર્ષ ની સગીરા પર બલાત્કાર મામલે પ્રવીણસિંહ ઝાલા સામે પીડીત ના દાદીએ પોલીસ ફરિયાદ નોંધાવતા સમસ્ત સમાજમાં લાગણી વરસાવી રહયા છે. જ્યારે નિડર અને પ્રમાણીકતા ની છાપ ધરાવતા અને લધુમતી સમાજ ના પક્ષો અને સમસ્યાઓ માટે તન મન અને ધનથી સહયોગી થવા તેમજ અન્યાય સામે ન્યાય ની માંગણી કરતા ગુજરાત મુસ્લિમ એકતા મંચ ના હોદેદારો સદસ્યો ઓ દ્વારા કોડીનાર ખાતે આવેદનપત્ર આપી દોષિતો સામે કડક કાર્યવાહી કરવા ઉગ્ર માંગ કરી…
Read Moreકવાંટ પોલીસ દ્વારા મોટી ચીખલી ગામેથી બાતમીના આધારે ચોરીની મોટરસાયકલ સાથે એક આરોપીને ઝડપી પાડયો
હિન્દ ન્યૂઝ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લાના કવાંટ પો.સ.ઇ. સી. કે.નિનામા તથા સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં આરોપીઓની શોધખોળ તપાસમાં હતા. તે સમય દરમિયાન બાતમી મળેલ કે એક ઈસમ એક સુપર સ્પ્લેડર મોટરસાયકલને રાયસિંગપુરા ગામ બાજુથી મોટી ચીખલી તરફ આવનાર છે. તેવી બાતમી આધારે મોટી ચીખલી ગામે રોડ ઉપર પોલીસ સ્ટાફ વોચમાં હતા. તે દરમિયાન બાતમીવાળી મોટરસાયકલ લઈને એક ઈસમ આવતા તેને ચારે બાજુએથી ઘેરીને પકડી પાડેલ એને તેનું નામ રહેઠાણ વિશે પૂછતાં રાહુલભાઈ કમલેશભાઈ રાઠવા, મૂળ રહે રાયસિંગપુરા, પટેલ ફળિયા, તા.કવાંટ જી.છોટાઉદેપુર હાલ રહે, ઉનડા, તા.બોડેલી. જી છોટાઉદેપુર હોવાનું જણાવેલ…
Read Moreરાજકોટ શહેર ના વિદ્યાનગર મેઈન રોડ ઉપર અમદાવાદથી વિદેશીદારૂની ડિલિવરી કરવા આવેલ આઈ.ડિવિઝનના ટ્રાફિક A.S.I ને ઝડપી પાડેલ છે
હિન્દ ન્યૂઝ, રાજકોટ, તા.૨૧/૧૦/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર S.O.G ના હેડ.કોન્સ. ભાનુભાઈ મિયાત્રા, કિશનભાઇ આહીર, પો.કોન્સ. હીતેષભાઇ રબારી, નીખીલભાઇ પિરોજીયા પેટ્રોલીંગમાં હોય જે દરમ્યાન તેઓને સંયુકત બાતમીદારો મારફતે મળેલી બાતમીના આધારે વિદ્યાનગર મેઈન રોડ ઉપર અમદાવાદથી વિદેશીદારૂની ડિલિવરી કરવા આવેલા અમદાવાદ ખાતે આઇ-ડીવીઝન ટ્રાફીક પોસ્ટમાં A.S.I તરીકે ફરજ બજાવતા વિરેન્દ્રસિંહ રણજીતસિંહ દરબાર, કૃણાલ હસમુખભાઇ શાહ, મહેન્દ્રસિંહ અશોકકુમાર વૈદને ઝડપી લીધા હતા. પોલીસે કારમાં છુપાવેલ ૭૨ બોટલ દારૂ, ૫ મોબાઈલ અને ૨ કાર સહિત રૂ.૯.૫૩ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધી દારૂ કોને દેવા માટે આવ્યા હતા. તે…
Read Moreરાજકોટ શહેર જંક્શન પ્લોટમાં આહુઝા સીઝન સ્ટોર્સમાં દરોડો પાડી મેચ ઉપર ફોનમાં સટ્ટો રમતા વેપારી યુવકની ધરપકડ
હિન્દ ન્યૂઝ, રાજકોટ, તા.૨૧/૧૦/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર D.C.B, P.I વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ P.S.I યુ.બી.જોગરાણા અને તેમની ટિમ પેટ્રોલીંગમાં હતી. દરમિયાન A.S.I સી.એમ.ચાવડા, કરણભાઇ મારૂ, સંતોષભાઈ મોરી ને મળેલી બાતમી આધારે A.S.I બિપીનભાઈ ચાવડા, ઇંદ્રજીતસિંહ ગોહિલ, અભિજીતસિંહ જાડેજા, અશોકભાઈ ડાંગર, જયંતીભાઈ ગોહિલને સાથે રાખીને જંક્શન પ્લોટમાં આવેલ આહુઝા સીઝન સ્ટોર્સમાં દરોડો પાડ્યો હતો. જ્યાં કલ્પેશ અજીતભાઈ આહુઝા નામના સિંધી વેપારી યુવક ટીવીમાં જોઈને મુંબઈ ઇન્ડિયન્સ અને કિંગસ ઇલેવન પંજાબના I.P.L મેચ ઉપર ફોનમાં I.D બનાવી રન ફેર, હારજીતના સોદા કરી જુગાર રમતા રંગે હાથ મળી આવતા તેની ધરપકડ કરી. ૫૦…
Read Moreરાજકોટ શહેર જાહેર સ્થળોએ ગેરકાયદેસર STD-PCO ની કેબિનો ટ્રાફિકને નડતરૂપ થતી હોય, તેવી કેબિનો દુર કરવા કમિશનર દ્વારા આદેશ આપવામાં આવેલ છે
હિન્દ ન્યૂઝ, રાજકોટ, તા.૨૧/૧૦/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલના આદેશ અનુસાર તમામ કેબિન હોલ્ડર્સને દિન-૩માં આ પ્રકારની કેબિનો દુર કરવા નોટીસ પાઠવવામાં આવી છે. ૩ દિવસમાં કેબિન હોલ્ડર્સ દ્વારા કેબિનો જાતે દુર નહી કરવામાં આવે તો મહાનગરપાલિકા દ્વારા તેઓના ખર્ચે અને જોખમે કેબિનો દુર કરવામાં આવશે. રાજકોટ શહેરના જાહેર રોડ તથા અન્ય જાહેર સ્થળોએ આવેલ ગેરકાયદેસર STD-PCO કેબિનો ટ્રાફિકને નડતરૂપ થતી હોય તેમજ કેટલાક સ્થળોએ ન્યુસન્સ થતુ હોય, આવી ૨૧ જેટલી ગેરકાયદેસર કેબિનો દુર કરવા કમિશનર દ્વારા આદેશ આપવામાં આવેલ છે. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ
Read Moreરાજકોટ શહેર ના બિગબજાર પાસે બેકાબૂ કાર ચાલકે પાર્ક કરેલા ૩ બાઇક અને બાઇક પર બેસેલા યુવાનને ઠોકરે લેતાં અકસ્માત સર્જાયો હતો
હિન્દ ન્યૂઝ, રાજકોટ, તા.૨૧/૧૦/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં ૧૫૦ ફૂટ રિંગ રોડ પર બિગબજાર નજીક આવેલા એટલાન્ટિસ એપાર્ટમેન્ટ સામે રોડ પર પાર્ક કરેલા બાઇક ઉપર ગીતાંજલિ પાર્કમાં રહેતો ચેતનભાઇ ભગવાનજીભાઇ શિયાળ નામનો ઉ.૩૬ વર્ષનો યુવાન બેઠો હતો. ત્યારે પૂરઝડપે ધસી આવેલી કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કારે બાઇક પર બેઠેલા યુવાન સહિત પાર્ક કરેલા અન્ય ૨ બાઇકને ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો. સમગ્ર ધટના C.C.T.V માં કેદ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા ચેતનભાઇને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ
Read Moreજેતપુરમાં ધોળા દિવસે સોની વેપારી લૂંટાયો, આંખમાં મરચું છાટી ૪૦ લાખની લૂંટ ચલાવી બે ઈસમો ફરાર
હિન્દ ન્યૂઝ, જેતપુર, તા. ૨૧/૧૦/૨૦, આજે સવારે બે અજાણ્યા ઈસમો સોની વેપારીને આંખમાં મરચું છાંટી, છરીની અણીએ રોકડ સહિત સોનાની લૂંટ ચલાવી ગયા. જેને લઈને SP બલરામ મીણા સહિત પોલીસની તમામ એજન્સીઓ જેતપુર ઘટના સ્થળે ખડકાય ગઈ છે. જેતપુરના નાના ચોક સોનિબજારમાં આજે સવારે ધોળા દિવસે બે અજાણ્યા બાઇક સવાર એક સોની વેપારીને આંખમાં મરચું છાંટીને છરીની અણીએ થેલા માં રહેલ ૭૦૦ ગ્રામ સોનુ અને રૂપિયા બે લાખની રોકડની લૂંટ ચલાવી ગયેલ છે. જેને લઈને ભોગ બનનાર સોની વેપારીને પગમાં ઇજા થતાં સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઘટનાની ગંભીરતા લઈને રાજકોટ…
Read More