કવાંટ પોલીસ દ્વારા મોટી ચીખલી ગામેથી બાતમીના આધારે ચોરીની મોટરસાયકલ સાથે એક આરોપીને ઝડપી પાડયો

હિન્દ ન્યૂઝ, છોટાઉદેપુર

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ પો.સ.ઇ. સી. કે.નિનામા તથા સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં આરોપીઓની શોધખોળ તપાસમાં હતા. તે સમય દરમિયાન બાતમી મળેલ કે એક ઈસમ એક સુપર સ્પ્લેડર મોટરસાયકલને રાયસિંગપુરા ગામ બાજુથી મોટી ચીખલી તરફ આવનાર છે. તેવી બાતમી આધારે મોટી ચીખલી ગામે રોડ ઉપર પોલીસ સ્ટાફ વોચમાં હતા. તે દરમિયાન બાતમીવાળી મોટરસાયકલ લઈને એક ઈસમ આવતા તેને ચારે બાજુએથી ઘેરીને પકડી પાડેલ એને તેનું નામ રહેઠાણ વિશે પૂછતાં રાહુલભાઈ કમલેશભાઈ રાઠવા, મૂળ રહે રાયસિંગપુરા, પટેલ ફળિયા, તા.કવાંટ જી.છોટાઉદેપુર હાલ રહે, ઉનડા, તા.બોડેલી. જી છોટાઉદેપુર હોવાનું જણાવેલ અને નંબર વગરની મોટરસાયકલના કાગળો અને માલિક વિશે પૂછપરછ કરતા ઈસમે ગોળગોળ વાતો કરી ઉડાવ જવાબ આપ્યો હતો. જેથી ચોરીની મોટર સાયકલ હોય તેવું જણાઈ આવતા પો.કેટ કોપમાં જઈ વાહન સર્ચ કરતા સદર મોટરસાયકલના માલિક કોલચા મનુભાઈ શનુભાઈ રહે, પાનવડ સામીધેડ પટેલ ફળિયાના હોય તેમજ પાનવડ પો.સ્ટેશનમાં બાઈક ચોરીનો ગુનો નોંધાયેલ હોય પોલીસે તેની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટર : નઈમ હુઈ, છોટાઉદેપુર

Related posts

Leave a Comment