થરાદ મા ચકચાર મચી જાય એવી ઘટના માતાયે દોઢ વર્ષના પુત્રનું ગળું દબાીઇ કરી હત્યા

હિન્દ ન્યૂઝ, થરાદ બનાસકાંઠાના થરાદમાં ફરી એકવાર માનવતાને શર્મસાર કરે તેવી ઘટના સામે આવી છે. જેમાં એક પરણીત મહિલા તેને પ્રેમિકા સાથે નાસી ગયા બાદ તેનો દોઢ વર્ષનો રડતું બાળક અડચણરૂપ બનતા તેની ગળું દબાવી હત્યા કરી હોવાની ઘટના બની છે. બનાવને પગલે થરાદ પોલીસે હત્યારી માતા સાહિત તેના પ્રેમીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠાના સરહદી વિસ્તાર થરાદ તાલુકાના ચારડા ગામે રહેતા ભરત ઠાકોર ના લગ્ન સમાજના રીતરિવાજ મુજબ પીરગઢ ગામરે રહેતી મંજુલા ઠાકોર સાથે થયા હતા. દાંપત્યજીવન દરમ્યાન બન્નેને સંતાન માં એક પુત્રની પ્રાપ્તિ પણ થઈ…

Read More

ઉના પંથકમાં મહિલા આપધાત કરવા જતા જાગૃ્ત નાગરિકે ફોન કરતા મહિલા અભિયમની ટીમ સ્થળ પર પહોંચી બચાવ કામગીરી કરી

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ, તા.૨૯, ઊના તાલુકાના એક ગામમાંથી કોઈ જાગૃત નાગરિકે ૧૮૧ મહિલા હેલ્પલાઈનમાં ફોન કરી મદદ માંગતા જણાવ્યુ હતું કે કોઈ મહિલા આપઘાત કરવાનો પ્રયાસ કરી રહી છે ત્યારે વેરાવળ ૧૮૧ અભયમ્ ટીમના કાઉન્સેલર સંતોકબેન માવદીયા, કોન્સ્ટેબલ કાજલબેન રાઠોડ સહિત તુરંત ઘટના સ્થળે દોડી ગયા હતા અને સ્થળ પર પહોંચી મહિલાને સમજદારી દાખવીને આપઘાત કરવા જતી મહિલાનો બચાવ કરી આશ્વાસન આપ્યું હતું. પીડીત મહિલાએ જણાવ્યું હતું કે, ચાર મહિના પહેલા અન્ય જ્ઞાતિના યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. છેલ્લાં સાત આઠ દિવસથી મહિલા પર માનસિક શારિરીક ત્રાસ મેણા…

Read More

ગીર સોમનાથ જિલ્લા કલેકટર અજયપ્રકાશના અધ્યક્ષસ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતીની બેઠક યોજાઈ

હિન્દ ન્યૂઝ, ગીર-સોમનાથ                      તા. -૨૯, ગીર-સોમનાથ જિલ્લા કલેકટર અજયપ્રકાશના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવાસદન, ઈણાજ ખાતે જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગીર સોમનાથ જિલ્લાના ૧૮ ગામોને પાણી પુરૂ પાડવા માટે રૂા. ૫૩૬.૫૧ લાખની વહીવટી મંજુરી આપવામાં આવી હતી. ઉના તાલુકાના નાથેજ રૂા.૪.૮૧ લાખ, મેણ રૂા.૨૨.૪૦ લાખ, વરસીંગપુર રૂા.૩૮.૪૧ લાખ, નલીયા માંડવી રૂા.૨૪.૯૮ લાખ, ગીરગઢડા તાલુકાના કોદીયા રૂા.૩૭.૭૬ લાખ, કરેણી રૂા.૩૪.૨૬ લાખ, મોતીસર રૂા.૩૩.૯૯ લાખ, ઉંબરી રૂા.૩૨.૩૬ લાખ, થોરડી રૂા.૧૭.૩૩ લાખ, જૂના ઉગલા રૂા.૪૫.૧૧ લાખ, કોડીનાર તાલુકાના છાછર…

Read More

કોરોનાની અસર વચ્ચે મંદગતી અે આગળ વઘતો રાજપીપલા(નર્મદા)નો આેટો બિઝનેસ

હિન્દ ન્યૂઝ, નર્મદા છેલ્લા કેટલાક સમયથી કોરોનાની વૈશ્વિક મહામારીમા કેટલાય નાના-મોટા ઉધોગોમા અસર જોવા મળી. હાલ નવરાત્રી જેવા તહેવારો પૂર્ણ થતા હવે દિવાળી ના તહેવાર ને ગણતરી ના દિવસોજ બાકી છે. આવા તહેવારો ના સમયમા લોકો પોતાની મનપસંદ ચીજ વસ્તુઓની ખરીદી કરતા હોય છે. જેમા ટુ-વિલ્હર ની ખરીદી પણ કરતા હોય છે. રાજપીપલા માં આેટો સેકટરના (TVS) બિઝનેસ સાથે સંકળાયેલા શોરૂમ ના માલીક ભાવેશભાઇ સાથે મુલાકાત કરી તેમણે જણાવ્યું કે હાલમાં આેટો સેકટરના બિઝનેસમા તેજી-મંદી વચ્ચે નો માહોલ જોવા મળે છે. વઘુ તેજી ના કહી શકાય કે વઘુ મંદી ના…

Read More

દિયોદર માર્કેટ સમિતિ માં ડિરેક્ટર તરીકે વરણી

હિન્દ ન્યૂઝ, દિયોદર, દિયોદર ગ્રામ પંચાયત માં પંચાયત ના સભ્ય ને દિયોદર માર્કેટ યાર્ડ સમિતિ માં ડિરેક્ટર તરીકે ઠરાવ કરવા અંગે બેઠક યોજાઇ હતી. જેમાં દિયોદર ગ્રામ પંચાયત ના સરપંચ ગિરિરાજસિંહ વાઘેલા ની દિયોદર માર્કેટ સમિતિ માં ડિરેક્ટર તરીકે નો ઠરાવ સર્વાનુમતે પસાર થતા ઉપસ્થિત સૌએ આનંદ ની લાગણી વ્યક્ત કરી હતી અને શુભકામનાઓ પાઠવી હતી. રિપોર્ટર ; પ્રદીપસિંહ વાઘેલા, દિયોદર

Read More

ડભોઇ શિનોર ચોકડી પાસે એસ.ટી બસમાં શોર્ટ સર્કિટ થતા એકાએક આગ ભભૂકી ઉઠી

હિન્દ ન્યૂઝ, ડભોઇ ડભોઇ શિનોર ચોકડી થી નજીક વિમલ સોસાયટી પાસે માલસર થી ડભોઈ તરફ આવતી એક એસટી બસમાં એકા એક આગ ભડકી ઉઠી હતી .ડભોઇ શિનોર ચોકડી નજીક બસ આવતા ડ્રાઈવર ની કેબીનમાં કાંઈક ટેક્નિકલ ખામી સર્જાતા કેબિનમાંથી એકાએક ધુમાડા નીકળવાનું શરૂ થતાની સાથે જ આગે રોદ્રસ્વરૂપ ધારણ કરી લીધું હતું .આજ બસમાં ૧૮ જેટલા મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા અને બસમાં આગ લાગી રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. મુસાફરો પણ ગભરાઈ ગયા હતા. પરંતુ બસચાલકે પોતાની સૂઝબૂઝથી ઝડપભેર પેસેન્જરોને આગની જાણકરી તેઓને ઝડપભેર બસથી નીચે ઉતારી દીધા…

Read More

કચ્છ જિલ્લાના અબડાસા વિધાનસભા વિસ્તારમાં તા.૦૩/૧૧/૨૦૨૦ના રોજ મતદાન

હિન્દ ન્યૂઝ, કચ્છ કચ્છ જિલ્લાના અબડાસા વિધાનસભા વિસ્તારમાં તા.૦૩/૧૧/૨૦૨૦ના મતદાન થનાર છે. ચુંટણીની કામગીરી તા.૨૯/૦૯/૨૦૨૦ થી તા.૧૨/૧૧/૨૦૨૦ સુધી ચાલશે. વિધાનસભા પેટા ચુંટણીની કામગીરી દરમ્યાન આદર્શ આચાર સંહિતાના અમલ માટે ભારતના ચુંટણી પંચ તરફથી જરૂરી સુચનાઓ આપવામાં આવી છે. જે અંતર્ગત આ ચુંટણીમાં ઉમેદવારો તથા રાજકીય પક્ષો તરફથી બિનઅધિકૃત રીતે મતદાનના દિવસે મતદારોને મતદાન મથકે લઇ જવા-પરત લાવવા વાહનોનો ઉપયોગ કરવાની સંભાવના છે. જેથી વાહનોના આવા દુરૂપયોગના કારણે પ્રતિસ્પર્ધીઓ વચ્ચે સંઘર્ષ, આક્ષેપો, પ્રતિ આક્ષેપો થવાની અને તેના કારણે ચુંટણીની નિષ્પક્ષતા જોખમાવાનો પુરો સંભવ છે. આથી મતદાનના દિવસે મતદારોને મતદાન મથકે લાવવા,…

Read More

ઓલ સર્વિસ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ સફાઈ કંપની ના રાજ માં અંબાજી ધામ બન્યું ગંદકી ધામ

હિન્દ ન્યુઝ, અંબાજી યાત્રાધામ અંબાજી ની ગણના ગુજરાતમાં જ નહિ પણ વિશ્વના શક્તિપીઠ તરીકે થાય છે, ત્યારે આ ધામમાં લાખો માઇભક્તો માં અંબે ના દર્શન કરવા અંબાજી આવતા હોય છે. આ ધામ સાથે લાખો માઇ ભક્તોની આસ્થા પણ સંકળાયેલી છે, ત્યારે આ ધામને સ્વચ્છ રાખવા યાત્રાધામ દ્વારા વર્ષે કરોડો રૂપિયા સફાઈ કંપનીને આપવામાં આવે છે. તેમ છતાં અંબાજી ધામ એ ગંદકી ધામ બનીને રહી ગયું હોય તેવું લાગી રહ્યું છે. ગંદગી ની સમસ્યા ઠેર ની ઠેર છે. વાત કરવામાં આવે અંબાજી મંદિર પાછળ આવેલ માનસરોવર કે જ્યાં ચોલકિયા પણ કરવામાં…

Read More

દેવગઢ બારીયાના ભથવાડા ટોલનાકા પરથી રૂ. 24.45 લાખનો અફીણનો જથ્થો ઝડપાયો

હિન્દ ન્યૂઝ, દેવગઢ બારીયા દાહોદ એસ.ઓ.જી. તથા દેવગઢ બારીયા પોલીસ ગત રાતે દેવગઢ બારિયા તાલુકાના ભથવાડા ટોલ ટેક્ષ નાકા પરથી મારુતિ સ્વિફ્ટ ગાડી માંથી પાસ પરમીટ વગરનો રૂપિયા 24,45,300 ની કિંમત નો અફીણ નો જથ્થો જડપી પડી ગાડી મા બેઠેલા ત્રણ જાણ પૈકી બે રાજસ્થાની ઈસમો ની અટક કરી એક મોબાઈલ તથા ત્રણ લાખની કિંમતની મારુતિ સ્વિફ્ટ ગાડી મરી કુલ રૂ. 27,60,300 નો મુદ્દમાલ કબજે લઇ ત્રણ રાજસ્થાની ઈસમો વિરૂદ્ધ નાર્કોટિક્સ નો ગુનો નોંધી આરોપીઓને કોરોના અંગે નો ટેસ્ટ કરાવી રિપોર્ટ આવી એ થી આરોપીઓને અટક કરવાની તજવીજ હાથ ધરી…

Read More

કોસંબા હાઇવે પર ગેસ સિલિન્ડર ભરેલી ટ્રક અકસ્માત, સિલિન્ડર ફૂટતા લાગી આગ

હિન્દ ન્યૂઝ, કોસંબા કોસંબા નજીક નંદાવ ગામની હદમાં હાઇવે પરથી પસાર થતી ગેસ ના બાટલા ભરેલી એક ટ્રક ચાલક એ સ્ટેરીંગ પર થી કાબુ ગુમાવતા ટ્રક નો અકસ્માત થયો હતો. ત્યાર બાદ ટ્રક માં અચાનક આગ ફાટી નીકળતાં ટ્રક માં ગેસ ના બાટલા હતા. જે ધાણીની જેમ ફૂટતા ધુમાડાના ગોટેગોટા દુર દુર સુધી દેખાય રહ્યા હતા. આસપાસ ના વિસ્તારમાં ગભરાટ સાથે નાસભાગ નો માહોલ સર્જાયો હતો. આ ઘટનાને પગલે નેશનલ હાઈવે પર બન્ને તરફનો વાહન વ્યવહાર પોલીસ દ્વારા રોકવામાં આવેલ જેને લઈને વાહનનો ની લાંબી લાઇન (કતાર) લગતા ટ્રાફિકજામ થઈ…

Read More