હિન્દ ન્યૂઝ, નર્મદા
છેલ્લા કેટલાક સમયથી કોરોનાની વૈશ્વિક મહામારીમા કેટલાય નાના-મોટા ઉધોગોમા અસર જોવા મળી. હાલ નવરાત્રી જેવા તહેવારો પૂર્ણ થતા હવે દિવાળી ના તહેવાર ને ગણતરી ના દિવસોજ બાકી છે. આવા તહેવારો ના સમયમા લોકો પોતાની મનપસંદ ચીજ વસ્તુઓની ખરીદી કરતા હોય છે. જેમા ટુ-વિલ્હર ની ખરીદી પણ કરતા હોય છે. રાજપીપલા માં આેટો સેકટરના (TVS) બિઝનેસ સાથે સંકળાયેલા શોરૂમ ના માલીક ભાવેશભાઇ સાથે મુલાકાત કરી તેમણે જણાવ્યું કે હાલમાં આેટો સેકટરના બિઝનેસમા તેજી-મંદી વચ્ચે નો માહોલ જોવા મળે છે. વઘુ તેજી ના કહી શકાય કે વઘુ મંદી ના કહી શકાય અેવો સમય છે. હાલ દિવાળી નો તહેવાર નજીક હોવાથી ધીરે ધીરે તેજી આવવાના અણસાર જોવા મળી રહયા છે. વઘુ મા તેમણે જણાવ્યું હતું કે નવરાત્રી અને દિવાળી જેવા તહેવારમાં કંપનીઓ દ્વારા ધણી આેફરો બજારમાં રજૂ કરવામાં આવી રહી છે. જેવી કે મોબાઇલ ફ્રી, હેલ્મેટ ફ્રી, મેટીંગ ફ્રી.. જેવી સ્કીમ નો લાભ ગ્રાહકો ને આપવાનો પ્રયત્ન કરવામાં આવશે.
રિપોર્ટર : હિતેન્દ્ર વાસંદિયા, નર્મદા