ઉમરાળાં ના ચોગઠ ગામે કાળુભાર નદીમાં બેને બચાવવા જતા બે કુદયા, ચારેયના મોતથી અરેરાટી

હિન્દ ન્યૂઝ, ભાવનગર, ચોગઠ ગામે આવેલ કાળુભાર નદીમાં ન્હાવા પડેલ બે બાળકો નદીના પાણીમાં ડુબવા લાગેલ તેને બચાવવા નદીમાં છલાંગ લગાવેલ અન્ય બે વ્યક્તિ પણ ડુબી જતા નાનકડા એવા ગામમાં એકસાથે ચાર લોકોના મોત નિપજ્યા હતા. ચોગઠ ગામે રહેતા દર્શન મનજીભાઇ ડાભી (ઉ.વ.16) તથા દર્શન રાજુભાઇ કંડોલીયા (ઉ.વ.19) કાળુભાર નદીની પાસેની વાડીમાં કપાસ વીણવાનુ કામ કરતા હોય ત્યાથી નદીમાં ન્હાવા પડેલ અને લપસણી માટીને કરાણે પગ લપસતા બન્ને નદીમાં ડુબવા લાગેલ બન્નેને ડુબતા જોઇ પાસેની વાડીમાં કામ કરતા સુરેશભાઇ અરજણભાઇ જાદવ (ઉ.વ.43 રતનપર, હાલ.રે.ચોગઠ) તેમને બચાવવા નદીમાં છલાંગ લગાવી, પરંતુ…

Read More

“ડભોઇ તાલુકામાંથી પસાર થતી ઓરસંગ નદીમાં યુવાનને મગર ખેંચી જતા મોત ની ઘટના”

હિન્દ ન્યૂઝ, ડભોઇ ડભોઇ તાલુકા માંથી પસાર થતી ઓરસંગ નદીમાં ૫૫ વર્ષીય યુવાનને મગર ખેંચી જતા મોત નીપજ્યું હતું. ડભોઇ તાલુકાના ચાંદોદ પાસે આવેલ ગામડી- ફૂલવાડી ગામે રહેતા કાંતિભાઈ રવજીભાઈ વસાવા ઉ.૫૫ ઓરસંગ નદી ખાતે ન્હાવા ગયા હતા તે દરમિયાન નદીમાં રહેલ વિશાળકાય મગરે તેમને નદીમાં ખેંચી લઈ જઈ હુમલો કર્યો હતો. જે ઘટનામાં કાંતિભાઈનુ મોત થવા પામ્યું હતું. આ પરિસ્થિતિમાં ચાંણોદ ખાતે ના નેચરલ હેલ્થ ફાઉન્ડેશન ને જાણ થતાં તેના યુવાનોએ સ્થળ ઉપર પહોંચી જાઈ બે કલાક ની ભારે જહેમત બાદ મૃતદેહને બહાર કાઢ્યો હતો. સદર બનાવની ચાંદોદ પોલીસ…

Read More

“ડભોઇ વેગા રેલવે ઓવરબ્રિજ ઉપર ફાયરફાઈટર અને ડિઝલ ટેન્કર વચ્ચે અકસ્માત-ડીઝલની રેલમછેલ”

ડભોઇ, ડભોઈ વેગા ચોકડી પાસે આવેલ રેલવે ઓવરબ્રિજ ઉપર વડોદરા મહાનગર પાલિકાના ફાયર ફાઈટર અને ડીઝલ લઈ જતા ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત થતાં ટેન્કરમાંથી ડીઝલ ઓવરબ્રિજ ઉપર ધોળાઈ જતા માર્ગ ઉપર ડીઝલની રેલમછેલ થઇ જવા પામી હતી. જાણવા મળતી માહિતી મુજબ વડોદરા મહાનગર પાલિકાનું ફાયર ફાઈટર નંબરGQB-4849 ડભોઇ પાસે આવેલ શાહ એન્જિનિયરિંગ કંપની માં રીપેરીંગ કામ કરાવવા આવ્યું હતું. જે માર્ગ ભૂલો પડી જતા ઓવરબ્રિજ ઉપર આગળ જઈ પાછા બ્રિજ ઊતરી રહ્યા હતા, ત્યારે સામેની બાજુથી એક ડીઝલ ભરેલું ટેન્કર નંબર GJ3-AZ-9510 છોટાઉદેપુર તરફ જઈ રહ્યું હતું .ત્યારે આ બંને…

Read More

ઇન્‍ડીયન ઇસ્‍ટીટ્યુટ ઓફ બેન્‍કીંગ ફાયનાન્‍સની કપરી કસોટી પણ કરી પાસ

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ, તા.૭ કોડીનાર તાલુકાનાં બોડવા ગામના મહિલા સરપંચ દેવીબેન રાઠોડે જૂનાગઢ ખાતે ગ્રામ સ્‍વરોજગાર સંસ્‍થા (આરસેટી) એસબીઆઇમાં ૨૪ બહેનો સાથે બેન્‍કીંગની તાલીમ મેળવી છે. હવે તેવો બિઝનેશ કોરસ પોન્‍ડન્‍ટ સાથે બેન્‍ક સખીની ભુમિકા નિભાવશે. ગ્રામ વિકાસ એજન્‍સી ગીર સોમનાથ અને ગ્રમ રોજગાર સંસ્‍થા એસબીઆઇ દ્વારા જૂનાગઢ ખાતે તાલીમનું આયોજન કરાયું હતું. ૩૫૦૦ની વસ્‍તી ધરાવતા કોડીનારના બોડવામાં બેન્‍કીંગ સુવિધા ન હોય બેન્‍કીંગની તાલીમ મેળવી હવે તેમાં બેન્‍કના બિઝનેશ કોરસ પોન્‍ડન્‍ટ સેન્‍ટર બોડવાને મળે તે માટે સજ્જ થયા છે. અહિં તેઓ બેન્‍ક સખી તરીકે ફરજ બજાવી ગામના લોકોના બેન્‍કીંગની…

Read More

ગીર સોમનાથ ખાતે ગ્રામ્ય વિસ્‍તારની ૨૪ બહેનો તાલીમબધ્‍ધ થઇ બેન્‍ક સખી બનશે

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ, તા.૭ લોકોને રોજગારી મળી રહે તે માટે એસબીઆઇ આરસેટી તથા ડીઆરડીએના સંયુક્ત ઉપક્રમે તાલીમ આપવામાં આવે છે. આ તાલીમ અંતર્ગત જૂનાગઢ બિલખા રોડ પરના એસબીઆઇ આરસેટી ખાતે તાલીમાર્થીઓને તાલીમ આપવામાં આવી રહી છે. જેમાં વિવિધ રોજગારી લક્ષી તાલીમ આપવામાં આવે છે. એસબીઆઇ અને ડીઆરડીએ ગીર સોમનાથના સંયુક્ત ઉપક્રમે ૬ દિવસીય બીસી(બિઝનેશ કોર્ષ પોન્‍ડન્‍ટ) સખી તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગીર સોમનાથ જિલ્‍લાની ૨૪ બહેનોએ તાલીમ મેળવી હતી. તા. ૫ ઓક્ટોબરના તાલીમ પૂર્ણ થતા બહેનોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ તાલીમમાં ગામના મહિલા સરપંચથી લઇને…

Read More

કોવિડ-૧૯ પ્રભારી સચિવ દિનેશ પટેલના અધ્યક્ષસ્થાને ઈણાજ ખાતે સમીક્ષા બેઠક યોજાઈ

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ, તા.૦૮, ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર દ્રારા કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે કરવામાં આવેલ કામગીરીનું સુપરવિઝન, અસરકારક અમલીકરણ અને જિલ્લા વહીવટીતંત્રને જરૂરી માર્ગદર્શન પુરુ પાડવા પ્રભારી સચિવ દિનેશ પટેલના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા સેવાસદન ઈણાજ ખાતે કોવિડ-૧૯ની કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ હતી. તેઓએ કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા અને સાવચેતી રાખવા માટે માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, ગીર સોમનાથ જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમાણ નાથવા આરોગ્ય વિભાગ દ્રારા શંકાસ્પદ દર્દીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. કોરોના વાયરસથી વધુ લોકો સંક્રમિત ન થાય તે માટે જરૂરી પગલા લેવા કહ્યું…

Read More

ભાભર ખાતે નશાબંધી કાર્યક્રમ યોજાયો હતો

હિન્દ ન્યૂઝ, ભાભર, ભાભર શહેરમાં આવેલ લાયન્સ કલબ ના હોલ માં દારૂ, ગાંજો, તમાકુ, બીડી જેવા વ્યસન દુર કરવા માટે અને સર્વ સમાજ ના હીત માટે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં પરમ પુજ્ય શ્રી જયરામદાસ બાપુ કટાવ ધામ દ્વારા લોકોને વ્યસન મુક્ત થવા અને વ્યસન જેવી બદીઓથી દુર. રહેવા માટે નો સંદેશ આપ્યો હતો. જેમાં આ કાર્યક્રમમાં નશા મુક્તિ આબકારી ખાતાના અધિકાર નિશાબેન, માઉન્ટ બ્રહ્મા કુમારી થકી આવેલાં ઉર્મિલાદીદી, નગરપાલિકા પ્રમુખ બલુભા રાઠોડ, ઉપપ્રમુખ, નરેશભાઇ અખાણી, ભારત વિકાસ પરિષદ ના પ્રમુખ એ. બી પટેલ. હીરાબા, વૈકુંઠભાઇ, ભગવાનભાઇ પીઠડીયા, વિનોદભાઈ ગોકલાણી,…

Read More

COVID-19 અંતર્ગત માહિતી ૦૮/૧૦/૨૦૨૦…..

હિન્દ ન્યૂઝ,                  નોવેલ કોરોના વાયરસ કોવિડ-૨૦૧૯ ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વ્રારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે, ત્યારે કોરોના વાયરસની કોઈપણ ગંભીર પરિસ્થિતિને પહોચી વળવા અરવલ્લી જિલ્લાના સમગ્ર વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિ ઉપર ચાંપતી નજર સાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલમાં કોરોના વાયરસ સમગ્ર દેશ અને દુનિયામાં ફેલાયેલ હોઈ પોઝીટીવ દર્દી ઓના સંર્પકમાં આવેલા લોકોને સંક્રમણનું જોખમ સૌથી વધુ હોય છે. પોઝીટીવ કેસ જાહેર થતાં ત્યાં સંક્રમણનું જોખમ અટકાવવા પૂરતી તકેદારીના ભાગરૂપે COVID-19 નોધાયેલ પોઝીટીવ કેસ ના નિયંત્રિત વિસ્તાર તરીકે જાહેર…

Read More

દિયોદર માર્કેટ યાર્ડ ની ચૂંટણી માં રાજકીય ગરમાવો હવે 14 બેઠક માટે 28 ઉમેદવારો એડીચોટી નું જોર લગાવશે

હિન્દ ન્યૂઝ, દિયોદર બનાસકાંઠા જિલ્લા મા વિખવાદ માં રહેલી દિયોદર માર્કેટ યાર્ડ ની ચૂંટણી નું ચિત્ર બુધવારે સ્પષ્ટ થયું હતું. જેમાં બે ઉમેદવારો બિન હરીફ થતા અને 42 ઉમેદવારો એ પોતાના ઉમેદવારી પત્ર પરત ખેંચાતા હવે 14 બેઠકો માટે 28 ઉમેદવાર મેદાન માં ઉતર્યા છે જેને લઈ વર્તમાન સમય રાજકારણ માં ગરમાવો આવ્યો છે. દિયોદર માર્કેટ યાર્ડ ની ચૂંટણી માં હવે રસાકસી ભર્યો જંગ જામ્યો છે. સ્થાનિક ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા અને તેમનો પુત્ર વર્તમાન ચેરમેન બિન હરીફ થતા 14 બેઠકો માટે 28 ઉમેદવાર મેદાન માં ઉતર્યા છે ખેડૂત વિભાગ ની…

Read More

છોટાઉદેપુર જિલ્લામાં ટેકાના ભાવે મકાઇ, ડાંગર અને બાજરીની ખરીદી કરવામાં આવશે

હિન્દ ન્યૂઝ, છોટાઉદેપુર                તા. ૦૮/૧૦/૨૦૨૦, છોટાઉદેપુર જિલ્લામાં ટેકાના ભાવે મકાઇ, ડાંગર અને બાજરીની ખરીદી કરવામાં આવશે જેને અનુલક્ષીને જિલ્લા કલેકટર સુજલ મયાત્રાની અધ્યક્ષતામાં બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓને માર્ગદર્શન આપતા જિલ્લા કલેકટર સુજલ મયાત્રાએ સરકાર દ્વારા ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળી રહે એ માટે ટેકાના ભાવે મકાઇ, ડાંગર અને બાજરીની ખરીદી કરવામાં આવનાર હોવાનું જણાવી તેમણે છોટાઉદેપુરના વધુમાં વધુ ખેડૂતો પોતાની જણસ ટેકાના ભાવે વેચે એ પ્રકારનું આયોજન કરવા સૂચના આપી હતી. તેમણે ખરીદવામાં આવનાર જણસનો સંગ્રહ કરવા માટે પુરતા પ્રમાણમાં ગોડાઉનોની…

Read More