ભાભર ખાતે નશાબંધી કાર્યક્રમ યોજાયો હતો

હિન્દ ન્યૂઝ, ભાભર,

ભાભર શહેરમાં આવેલ લાયન્સ કલબ ના હોલ માં દારૂ, ગાંજો, તમાકુ, બીડી જેવા વ્યસન દુર કરવા માટે અને સર્વ સમાજ ના હીત માટે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં પરમ પુજ્ય શ્રી જયરામદાસ બાપુ કટાવ ધામ દ્વારા લોકોને વ્યસન મુક્ત થવા અને વ્યસન જેવી બદીઓથી દુર. રહેવા માટે નો સંદેશ આપ્યો હતો. જેમાં આ કાર્યક્રમમાં નશા મુક્તિ આબકારી ખાતાના અધિકાર નિશાબેન, માઉન્ટ બ્રહ્મા કુમારી થકી આવેલાં ઉર્મિલાદીદી, નગરપાલિકા પ્રમુખ બલુભા રાઠોડ, ઉપપ્રમુખ, નરેશભાઇ અખાણી, ભારત વિકાસ પરિષદ ના પ્રમુખ એ. બી પટેલ. હીરાબા, વૈકુંઠભાઇ, ભગવાનભાઇ પીઠડીયા, વિનોદભાઈ ગોકલાણી, એસ. કે. રાઠોડ, કમલેશભાઈ પ્રજાપતિ અને તમામ ભાભર શહેરીજનો નો તથા નામી અનામી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં સમગ્ર કાર્યક્રમ સોસીયલ ડીસટન રાખી ને ઉજવણી કરવામાં આવી હતી.

અહેવાલ : બાબુ ચૌધરી, ભાભર

Related posts

Leave a Comment