હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ,
તા.૦૮, ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર દ્રારા કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે કરવામાં આવેલ કામગીરીનું સુપરવિઝન, અસરકારક અમલીકરણ અને જિલ્લા વહીવટીતંત્રને જરૂરી માર્ગદર્શન પુરુ પાડવા પ્રભારી સચિવ દિનેશ પટેલના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા સેવાસદન ઈણાજ ખાતે કોવિડ-૧૯ની કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ હતી.
તેઓએ કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા અને સાવચેતી રાખવા માટે માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, ગીર સોમનાથ જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમાણ નાથવા આરોગ્ય વિભાગ દ્રારા શંકાસ્પદ દર્દીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. કોરોના વાયરસથી વધુ લોકો સંક્રમિત ન થાય તે માટે જરૂરી પગલા લેવા કહ્યું હતું કે, કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા માટે ખાસ તકેદારી રાખવા અને આરોગ્ય વિભાગને પુરતા પ્રમાણમાં પ્રયાસો કરવા તેમજ ધનવંતરી આરોગ્ય રથ દ્રારા વધુમાંવધુ લોકોના આરોગ્યની તપાસ થાય તે માટે સુચના આપી હતી.
આ બેઠકમાં જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ચેતન મહેતાએ પાવર પ્રેઝેન્ટેશન દ્રારા કોવિડ-૧૯ની અંગેની માહિતી આપી હતી. આ પ્રસંગે કલેકટર અજયપ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી ધર્મેન્દ્રસિંહ રહેવર, અધિક કલેકટર પ્રજાપતિ, પ્રાંત અધિકારી સરયુ ઝનકાર, નાયબ કલેકટર ભાવનાબા ઝાલા, એપેડેમિક મેડિકલ ઓફિસર ડો.નિમાવત, ડો.બામરોટીયા, આર.એમ.ઓ.ડો.જે.એસ.પાધરેસા, ચીફ ઓફિસર જતીન મહેતા અને આરોગ્ય વિભાગના તાલુકા હેલ્થ ઓફિસર ઉપસ્થિત રહ્યા હતા.
રીઓર્ટર : તુલસી ચાવડા, ગીર સોમનાથ