ગીર સોમનાથ ખાતે ગ્રામ્ય વિસ્‍તારની ૨૪ બહેનો તાલીમબધ્‍ધ થઇ બેન્‍ક સખી બનશે

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ,

તા.૭ લોકોને રોજગારી મળી રહે તે માટે એસબીઆઇ આરસેટી તથા ડીઆરડીએના સંયુક્ત ઉપક્રમે તાલીમ આપવામાં આવે છે. આ તાલીમ અંતર્ગત જૂનાગઢ બિલખા રોડ પરના એસબીઆઇ આરસેટી ખાતે તાલીમાર્થીઓને તાલીમ આપવામાં આવી રહી છે. જેમાં વિવિધ રોજગારી લક્ષી તાલીમ આપવામાં આવે છે. એસબીઆઇ અને ડીઆરડીએ ગીર સોમનાથના સંયુક્ત ઉપક્રમે ૬ દિવસીય બીસી(બિઝનેશ કોર્ષ પોન્‍ડન્‍ટ) સખી તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગીર સોમનાથ જિલ્‍લાની ૨૪ બહેનોએ તાલીમ મેળવી હતી. તા. ૫ ઓક્ટોબરના તાલીમ પૂર્ણ થતા બહેનોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ તાલીમમાં ગામના મહિલા સરપંચથી લઇને વિદ્યાર્થીનીઓ પણ જોડાઇ હતી. તાલીમનું પ્રમાણ પત્ર મેળવ્યા બાદ હવે તે તેમના જિલ્‍લાની નજીકની અલગ-અલગ બેન્‍ક બ્રાન્‍ચમાં આપશે. આથી તેમને સખી મંડળને લગતા બેન્‍કીંગ કામ માટે રોજગારી મળી જશે. આ તાલીમ એસબીઆઇ આરસેટી અને ડીઆરડીએ દ્વારા વિના મુલ્‍યે આપવામાં આવે છે. જેમાં રહેવા, જમવા સહિતની તમામ સુવિધા વિના મુલ્‍યે આપવામાં આવી રહી છે. આ કાર્યક્રમમાં જૂનાગઢ લીડ બેન્‍કના મેનેજર મનોહર વાઘવાણી, ગીર સોમનાથ લીડ બેન્‍કના મેનેજર અશોક વ્યાસ, ટ્રેનર હેમેન્‍દ્રભાઇ પુરોહિત, આરસેટીના ડાયરેક્ટર વિજયસિંહ આર્યા, ફેકલ્‍ટી દર્શન સુત્રેજા અને અજીત પરમાર ઉપસ્‍થિત રહ્યા હતા.

1). ગામના લોકોને બેન્‍કીંગની સુવિધા મળી રહે તે માટે તાલીમ મેળવી – મહિલા સરપંચ : “મારૂ નામ દેવીબેન રાઠોડ છે. હું કોડીનાર તાલુકાના બોડવા ગામથી આવું છું અને ગામમાં સરપંચ છુ. મારા ગામમાં વાઇફાઇ, સીસીટીવી કેમેરા, સાઉન્‍ડ અને પાકા રસ્‍તા સહિતની સુવિધા છે. સાથો સાથ ગામના લોકોને બેન્‍કીંગની સુવિધા પણ મળી રહે તે માટે મને એસબીઆઇ આરસેટીની માહિતી મિશન મંગલ યોજનામાંથી મળી હતી. આથી તેમાં અરજી કરી આ તાલીમમાં જોડાઇ છું. હવે તાલીમ પૂર્ણ થતા મારા ગામના લોકોને બેન્‍કીંગની સુવિધા મળશે.”

2). ગામની જ ગ્રામીણ બેન્‍કમાં જોડાવા માગું છું. : “મારૂ નામ નિરૂપાબેન રાઠોડ છે. હું તાલાલાના ધાવા(ગીર) ગામેથી આવું છું. બી.કોમ કર્યુ છે. આથી મને બિઝનેશ કોર્ષપોન્‍ડન્‍ટ સખીની મહિતી મળતા જ મે અરજી કરી હતી. હવે તાલીમ પૂર્ણ થઇ છે. મારા ગામમાં જ ગ્રામીણ બેન્‍ક હોય તેમાં જોડાવા માંગુ છુ અને આગળ બેન્‍કીંગ ક્ષેત્રમાં કારર્કીદી બનાવવા માગું છુ.”

રિપોર્ટર : તુલસી ચાવડા, ગીર સોમનાથ

Related posts

Leave a Comment